Sat, Nov 28, 2026Updated 05:36 AM IST
Google Preferred Source CTA

નવરાત્રિમાં જ સરકારની દિવાળી ગિફ્ટ:11.40 લાખ રેલવે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ, જન્મથી 40% દિવ્યાંગોને પેન્શન; 3 મોટા નિર્ણયો

નવી દિલ્હી1 મહિનો પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

કેન્દ્ર સરકારે દિવાળી પહેલાં રેલવેના આશરે 11.40 લાખ પાત્ર કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ, તેના પર ₹2,009 કરોડનો ખર્ચ થશે.

Loading advertisement...

કેબિનેટે દિવ્યાંગ પેન્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. હવે પેન્શન માટે 80%ની જગ્યાએ 40% દિવ્યાંગતા જરૂરી રહેશે અને પાત્રતા જન્મથી લાગુ થશે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કુલ 3 નિર્ણયો લેવામાં આવ્યા.

1. રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ

Loading advertisement...

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે રેલવેના આશરે 11 લાખ 40 હજાર પાત્ર કર્મચારીઓને 78 દિવસનું પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) આપવામાં આવશે. તેના પર આશરે ₹2,009 કરોડનો ખર્ચ થશે.

વૈષ્ણવે કહ્યું કે રેલવે કર્મચારીઓ દિવસ-રાત કામ કરે છે. જ્યારે લોકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવે છે, ત્યારે પણ કર્મચારીઓ રેલવે ટ્રેક, એન્જિન અને વર્કશોપમાં ફરજ બજાવે છે. તેમની મહેનતને ધ્યાનમાં રાખીને બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2. દિવ્યાંગ પેન્શનના નિયમોમાં ફેરફાર

દિવ્યાંગ પેન્શન યોજના હેઠળ હવે 0થી 79 વર્ષની ઉંમરના લાભાર્થીઓને ₹375 અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને ₹625ની સહાય મળશે.

યોજનાનો લાભ લેવા માટે દિવ્યાંગતાની ન્યૂનતમ મર્યાદા 80%થી ઘટાડીને 40% કરવામાં આવી છે. સાથે જ, પેન્શન માટેની ન્યૂનતમ ઉંમરની શરત જન્મથી જ લાગુ થશે. નવા નિયમો, પાત્રતા અને લાભાર્થીઓની સંખ્યા સાથે સંબંધિત માર્ગદર્શિકા ત્રણ મહિનાની અંદર જાહેર કરવામાં આવશે.

3. સામાજિક સહાયતા યોજનાનું નવું નામ

રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (NSAP)નું નામ બદલીને પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના કરવામાં આવશે. આ અંતર્ગત ચાલતી યોજનાઓનાં નામ પણ બદલવામાં આવશે.

જૂનું નામ નવું નામ
રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (NSAP) પ્રધાનમંત્રી સામાજિક સહાયતા યોજના
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના પ્રધાનમંત્રી વિધવા પેન્શન યોજના
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના પ્રધાનમંત્રી દિવ્યાંગજન પેન્શન યોજના
રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના પ્રધાનમંત્રી પરિવાર લાભ યોજના

યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી?

રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમની શરૂઆત 15 ઓગસ્ટ 1995ના રોજ થઈ હતી. તેનો હેતુ ગરીબ પરિવારોને આર્થિક મદદ પૂરી પાડવાનો છે. આ યોજના બંધારણના અનુચ્છેદ 41માં આપેલા રાજ્યના નીતિનિર્દેશક સિદ્ધાંતો હેઠળ શરૂ કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવે છે, જેથી દેશભરના પાત્ર લોકોને સહાય મળી શકે.

દિવ્યાંગ પેન્શનના નિયમોમાં ફેરફાર દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016 હેઠળ નક્કી કરવામાં આવેલી જોગવાઈઓ અનુસાર કરવામાં આવ્યો છે. તેમાં 40% કે તેથી વધુ દિવ્યાંગતાને બેન્ચમાર્ક દિવ્યાંગતા માનવામાં આવી છે. કાયદામાં દિવ્યાંગો માટેની સહાય રકમ સમાન શ્રેણીની અન્ય યોજનાઓની તુલનામાં 25% વધુ રાખવાની જોગવાઈ પણ છે.

.
Loading advertisement...