આવતીકાલથી વાંચો નવી સિરીઝ, ‘સ્કાયલાઇનર્સ’:ગુજરાતના અગ્રણી બિલ્ડરોની શૂન્યમાંથી સર્જનની, ગગનચુંબી ઇમારતોનાં નિર્માણની દિલધડક કહાનીઓ
દિવ્ય ભાસ્કર લઈને આવી રહ્યું છે ગુજરાતના અગ્રણી બિલ્ડર્સની અનોખી સિરીઝ 'સ્કાયલાઇનર્સ'.
ગુજરાત અને તેમાંય અમદાવાદની સ્કાયલાઇન આજે જે ઊંચાઈએ પહોંચી છે, તેની પાછળ છુપાયેલી છે અદ્ભુત સંઘર્ષ, મહેનત અને દૂરદર્શિતાની પ્રેરક યાત્રાઓ. આવતીકાલે સોમવારથી દિવ્ય ભાસ્કર લાવી રહ્યું છે 'સ્કાયલાઇનર્સ', એક ખાસ સિરીઝ જેમાં તમે મળશો ગુજરાતના અગ્રણી બિલ્ડરો સાથે, જેમણે ખાલી હાથે શૂન્યમાંથી શરૂઆત કરીને લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ ઊભા કર્યા.
સોમવારથી શુક્રવાર, દરરોજ સવારે 6 વાગ્યે રજૂ થશે એક નવી પ્રેરક કહાની! દરેક એપિસોડમાં જાણો:
શૂન્યથી શિખર સુધીની સફર: કેવી રીતે એક સામાન્ય વ્યક્તિએ રિયલ એસ્ટેટ જગતમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું? કયા પડકારોનો સામનો કર્યો અને કેવી રીતે તેમાંથી બહાર આવ્યા?
લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સની અંદરની વાત: શહેરની આઇડેન્ટિટી બની ગયેલા પ્રોજેક્ટ્સ પાછળની વણકહી વાર્તાઓ.
ભવિષ્યની દિશા: રિયલ એસ્ટેટના નવા ટ્રેન્ડ્સ, ટેક્નોલોજી અને ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓ વિશે ઇન્ડસ્ટ્રી લીડર્સનો અનુભવ અને દૃષ્ટિકોણ.
જો તમે પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા હો, રિયલ એસ્ટેટમાં રસ ધરાવતા હો, અથવા સફળતાની પ્રેરણા શોધતા હો, તો 'સ્કાયલાઇનર્સ' સિરીઝ ખાસ તમારા માટે જ છે!
તો આવતીકાલે સોમવારથી દિવ્ય ભાસ્કર એપ પર વાંચવાનું ચૂકશો નહીં, સફળતાની અવિસ્મરણીય કહાનીઓ માત્ર 'સ્કાયલાઇનર્સ'માં!
