હમ્પી, જ્યાં સુગ્રીવ માટે રામે વાલીનો વધ કર્યો:કિષ્કિંધા પાસે ઋષ્યમૂક પર્વત પાસે રામ અને હનુમાન પહેલીવાર મળ્યા
3 વર્ષ પેહલા
Loading advertisement...
ક્યાંઃ કર્ણાટકના હમ્પીને કિષ્કિંધા સાથે સાંકળવામાં આવે છે. અહીં હનુમાનનું જન્મ સ્થળ પણ છે, જેને આંજનેય પર્વત કહે છે.
Loading advertisement...
ઉંમરઃ તે સમયે રામની ઉંમર 38થી 39 વર્ષ હતી. કિષ્કિંધામાં રામ લગભગ 4 મહિના રહ્યા હતા.
શું કર્યુંઃ અહીં જ રામ અને હનુમાનની પહેલી મુલાકાત થઈ હતી. હનુમાને સુગ્રીવ સાથે શ્રીરામની મિત્રતા કરાવી. શ્રીરામે વાલીનો વધ કરીને સુગ્રીવને કિષ્કિંધાનો રાજા બનાવ્યો. વાલીના વધ પછી રામે અહીં પહાડ પર 4 મહિના વર્ષાઋતુ પૂરી થવાની રાહ જોઈ. અહીંથી હનુમાન, અંગદ અને જામવંતનાં દળો દક્ષિણ દિશામાં ગયાં. જ્યાં હનુમાને સમુદ્ર ઓળંગીને લંકામાં સીતાની શોધ કરી.
- વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસ પ્રમાણે
.
