Mon, Nov 16, 2026Updated 02:35 PM IST
Google Preferred Source CTA

મેગા એમ્પાયર: 13.60 લાખ કરોડની OpenAI:મસ્કે કેમ છોડી દીધો સાથ, નોન-પ્રોફિટેબલથી પ્રોફિટેબલ કંપની બનવાની સફર

2 વર્ષ પેહલા
Loading advertisement...

21 જાન્યુઆરીના રોજ, OpenAIએ Oracle અને SoftBank સાથે આગામી 4 વર્ષમાં રૂ. 43.32 લાખ કરોડ ($500 બિલિયન)ના રોકાણની જાહેરાત કરી. આ રોકાણ ડેટા સેન્ટર્સ બનાવવા અને OpenAIના જનરેટિવ AIને મજબૂત કરવા માટે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ રોકાણની પ્રશંસા કરી છે.

Loading advertisement...

આજે મેગા એમ્પાયરમાં કહાની અમેરિકાની OpenAI કંપનીની…

1 જાન્યુઆરીના રોજ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સેમ ઓલ્ટમેન સાથે વાત કરી હતી અને અમેરિકામાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટેના રોકાણની પ્રશંસા કરી હતી.

અમેરિકાની OpenAI કંપની બનાવવા પાછળની કહાની સાયન્સ-ફિક્શન ફિલ્મ જેવી છે. જ્યાં કેટલાક લોકોએ ભેગા મળીને એક એવી ટેક્નોલોજી બનાવી છે જે હ્યુમેનિટીના ભવિષ્ય બદલી શકે છે. વર્ષ 2013માં અમેરિકાની સિલિકોન વેલીમાં ટેક્નોલોજીની દુનિયા તેના શિખર પર હતી. તે સમયે ઈલોન મસ્ક Tesla અને SpaceX દ્વારા પહેલેથી જ વિશ્વના ભવિષ્યને બદલવાના સપના જોઈ રહ્યા હતા.

Loading advertisement...

28 જૂન, 2013ના રોજ, કેલિફોર્નિયાના નાપા વેલીમાં ઈલોન મસ્કના જન્મદિવસની પાર્ટી હતી. આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ચર્ચા થઈ હતી. જેના જવાબમાં મસ્કે કહ્યું, 'જો આપણે AIને યોગ્ય દિશામાં વિકસાવીશું નહીં, તો તે મનુષ્યોથી આગળ નીકળી શકે છે અને આપણને જોખમમાં મૂકી શકે છે. મસ્કના આ મુદ્દા પર, ત્યાં હાજર રહેલા ગૂગલના કો-ફાઉન્ડર લેરી પેજે વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું- જો મશીનો માણસોનેથી આગળ નીકળી જાય છે તો શું ફરક પડશે? આ જ તો ઈવોલ્યુશન છે.

મસ્કને સમજાયું કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની શક્તિ જેટલી ઉપયોગી થઈ શકે છે તેટલી જ તે ખતરનાક પણ હોઈ શકે છે. તેમને લાગ્યું કે જો આ ટેક્નોલોજી કોઈ ખોટા માણસના હાથમાં આવી જાય તો તેનાથી ભારે નુકસાન થઈ શકે છે.

સાન ફ્રાન્સિસ્કોની આ બિલ્ડિંગમાં OpenAIની પ્રથમ ઓફિસ હતી.

આ પછી મસ્કની ચિંતાઓ વધતી ગઈ. 2015માં, મસ્કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે AIથી આવનારા જોખમો પર વાત કરી અને તેનું નિરીક્ષણ કરવાનું સૂચન કર્યું. જો કે, મસ્કને નિરાશા જ મળી હતી.

આ ચિંતાને કારણે, તેમણે એક પ્લેટફોર્મ બનાવવાનું વિચાર્યું જ્યાં AIનું ડેવલપમેન્ટ માત્ર વધુ નફા માટે નહીં પરંતુ લોકોના કલ્યાણ માટે હોય. મસ્કે સોફ્ટવેર ઉદ્યોગસાહસિક અને Y Combinatorના ચેરમેન સેમ ઓલ્ટમેન સાથે મુલાકાત કરી. આ પછી, સાયબર સુરક્ષા કંપની પાલો અલ્ટોમાં એક ડિનર દરમિયાન, એક નોન-પ્રોફિટેબલ આર્ટિફિશિયલ- ઈન્ટેલિજેન્સ-રિસર્ચ લેબ શરૂ કરવાનું નક્કી કર્યું અને તેનું નામ OpenAI રાખ્યું. મસ્કે કહ્યું- તે સોફ્ટવેરને ઓપન સોર્સ બનાવશે અને આ ક્ષેત્રમાં ગૂગલના વધતા વર્ચસ્વનો સામનો કરવાનો પ્રયાસ કરશે.

OpenAI સત્તાવાર રીતે 11 ડિસેમ્બર, 2015ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે પછી ઈલોન મસ્ક, સેમ ઓલ્ટમેન, ગ્રેગ બ્રોકમેન, ઇલ્યા સુતસ્કેવર, વોજેક ઝરમ્બા, જોન શુલમેન જેવા ટેકનિકલ એક્સપર્ટ અને AI રિસર્ચર દ્વારા સાથેમળીને શરૂ કરવામાં આવ્યું હતું.

વર્ષ 2024માં કંપની માટે રૂ. 57,167 કરોડ એકત્ર કર્યા, જે પછી કંપનીની વેલ્યુએશન રૂ. 13.60 લાખ કરોડ સુધી પહોંચી ગઈ.

OpenAIનો ઉદ્દેશ્ય માત્ર નફો મેળવવાનો નથી. તે હજુ પણ ‘capped-profit’ મોડલ પર કામ કરે છે. આનો અર્થ એ છે કે રોકાણકારો માત્ર મર્યાદિત નફો જ કમાઈ શકે છે.

સેમ ઓલ્ટમેન હાલમાં OpenAIના CEO છે.

શરૂઆતમાં આઠ હજાર કરોડ રૂપિયાનું ફંડિંગ

જ્યારે OpenAI લોન્ચ થયું ત્યારે તેનું મિશન સ્પષ્ટ હતું. આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI)ને ડેવલપ કરવાનું, જે દરેક માટે ફાયદાકારક છે. શરૂઆતમાં, ઈલોન મસ્ક, સેમ ઓલ્ટમેન અને અન્ય ઈન્વેસ્ટર્સ અને રિસર્ચરે તેને ચલાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડી હતી. શરૂઆતમાં રોકાણકારોએ રૂ. 8663 કરોડનું ફંડિંગ કર્યું હતું. OpenAIએ શરૂઆતમાં દાવો કર્યો હતો કે તે આગામી કેટલાક વર્ષોમાં આ રકમનો માત્ર એક ભાગ જ ખર્ચ કરી શકશે.

2018માં ઈલોન મસ્ક OpenAIથી અલગ થઈ ગયા હતા.

ફંડિંગનો અભાવ અને મસ્કનું અલગ થવું

બધું જ પ્લાન મુજબ ચાલી રહ્યું હતું, પરંતુ 2018માં કહાનીએ નવો વળાંક લીધો. AI પર રિસર્ચમાં ઘણો ખર્ચ થઈ રહ્યો હતો. AI મોડલને વિકસિત કરવામાં લાખો ડોલરનો ખર્ચ થતો હતો. પછી કંપનીના મેનેજમેન્ટને સમજાયું કે આ મિશન માત્ર ડોનેશન પર આધાર રાખીને પૂર્ણ નહીં થાય. આ દરમિયાન, વર્ષ 2018માં મસ્કે પણ OpenAI છોડી દીધું કારણ કે Teslaનું AI ડિવિઝન પણ ઝડપથી વધી રહ્યું હતું, જેના કારણે કામમાં તાલમેળ રાખવાનું મુશ્કેલ બન્યું.

ત્યારબાદ, 2019માં, OpenAIએ પોતાને નોન-પ્રોફિટેબલથી કેપ્ડ-પ્રોફિટમાં પરિવર્તિત કર્યું. આ પછી OpenAIએ એક નવી બ્રાન્ચ બનાવી, જેનેમ OpenAI LP કહેવામાં આવ્યું હતું. આ નિર્ણયે ઘણો વિવાદ ઉભો કર્યો, પરંતુ સેમ ઓલ્ટમેને કહ્યું, 'અમે અમારા મિશનને આગળ વધારવા માટે પૈસા કમાઈશું, પરંતુ તે હંમેશા લોકોની ભલાઈ માટે હશે.

તે જ સમયે, Microsoftએ OpenAIમાં 1 બિલિયન ડોલરનું જંગી રોકાણ કર્યું અને OpenAIનું કામ ઝડપથી વધવા લાગ્યું.

OpenAIની પોપ્યુલર પ્રોડક્ટ્સ

OpenAIએ 2020માં GPT-3 લૉન્ચ કર્યું, જે ભાષા સમજી શકે અને માણસોની જેમ લખી શકતું હતું. જાન્યુઆરી 2021માં OpenAIએ Dall-E લોન્ચ કર્યું, જે જનરેટિવ AI મોડલ છે. તે યુઝર દ્વારા લખવામાં આવેલા ટેક્સ્ટના આધારે ફોટો બનાવે છે. કંપનીની સૌથી પ્રસિદ્ધ પ્રોડક્ટ ChatGPT નવેમ્બર 2022માં રિલીઝ થઈ હતી. તેને વિશ્વનો સૌથી એડવાન્સ ચેટબોટ કહેવામાં આવતું હતું, કારણ કે તેમાં યુઝર્સને દરેક વિષયનો જવાબ આપવાની ક્ષમતા હતી. લોન્ચ કર્યાના માત્ર 5 દિવસમાં ChatGPTએ 10 લાખ યુઝર્સ પાર કરી દીધા. આ સાથે, તે AI આધારિત એપ્સની દુનિયામાં સૌથી ઝડપી લોકપ્રિય થમાની પ્રોડક્ટ બની ગઈ.

રિસર્ચ- શ્રેયાંશ ગૌર

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો