આવતીકાલથી વાંચો નવી સિરીઝ, ‘માયાજાળ’:ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થયેલા ખોફનાક ક્રાઇમની સત્યકથાઓ
કહે છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા હોય છે. અત્યારના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાના નામે કેવી રીતે નિર્દોષ લોકો ઠગાઈ જાય છે, તે વિશે તમે ક્યારેય વિચાર્યું છે? વિકસિત અને સુશિક્ષિત ગણાતા ગુજરાતમાં પણ અંધવિશ્વાસને કારણે અવારનવાર કેટલાય ભયાનક અપરાધો થતા રહે છે, જેની સત્યકથા આપણી આંખો ખોલી દે એવી છે. આવા જ કેટલાક ખોફનાક અને વાસ્તવિક પ્રસંગો રજૂ કરવા અમે લાવી રહ્યા છીએ નવી ડેઇલી સિરીઝ 'માયાજાળ'.
આવતીકાલે સોમવારથી શરૂ થતી આ પાંચ એપિસોડની સિરીઝમાં દરરોજ સવારે છ વાગ્યે એક નવી સત્યઘટના સામે આવશે. આ એવા ગુનાઓની વાત છે જ્યાં અંધશ્રદ્ધાને હથિયાર બનાવીને નિર્દોષ લોકો સાથે અન્યાય થયો, પરિવારો તબાહ થયા અને સમાજમાં ભય ફેલાયો. ક્યાંક કોઈ નિર્દોષ યુવતીએ પોતાની આબરૂ ગુમાવી, કોઇએ પૈસા તો કોઈએ જીવ ગુમાવ્યા, તો કોઈએ પોતાની જાતની જ બલિ ચડાવી દીધી.
આ સિરીઝ માત્ર સનસનાટી ફેલાવવા માટે નથી, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવા માટે છે. દરેક એપિસોડમાં પોલીસ તપાસ, કોર્ટના ચુકાદા અને પીડિતોની દર્દભરી વાત સાથે આ ગુનાઓની સંપૂર્ણ સત્યકથા રજૂ થશે. તમે જાણી શકશો કે કેવી રીતે સામાન્ય દેખાતા લોકો અંધશ્રદ્ધાના નામે ભયંકર અપરાધો આચરે છે.
આ સિરીઝનો હેતુ એ છે કે સમાજમાંથી અંધવિશ્વાસને દૂર કરવામાં આવે અને લોકો જાગૃત બને. તર્કબુદ્ધિ અને વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન મળે તે માટે આવી સત્યકથાઓ સાંભળવી જરૂરી છે.
જો તમે પણ માનો છો કે સમાજમાંથી અંધશ્રદ્ધાને જડમૂળથી ઉખાડવી જોઈએ, અને સત્યની શક્તિમાં વિશ્વાસ રાખો છો, તો સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે છ વાગ્યે 'માયાજાળ' વાંચવા-જોવાનું ચૂકશો નહીં. આ છે સત્યને સામે લાવવાનો સંકલ્પ!
