Mon, Nov 16, 2026Updated 02:32 PM IST
Google Preferred Source CTA

આવતીકાલથી નવી સિરીઝ ‘IPS ડાયરીઝ’:ગુજરાતના જાંબાઝ IPS ઑફિસરોના યાદગાર કેસોની થ્રિલિંગ સત્યકથાઓ, તેમની જ જુબાની

1 વર્ષ પેહલા
Loading advertisement...

ગુજરાતને ગુનાખોરીથી મુક્ત રાખવાની નેમ સાથે રાત-દિવસ જોયા વગર સતત પૂરેપૂરી નિષ્ઠાથી ફરજ બજાવતા અગ્રિમ હરોળના પોલીસ અધિકારીઓ પોતાના કેસ કેવી રીતે સોલ્વ કરે છે? જ્યાં એક તણખલા જેટલો પણ સબૂત ન હોય, કોઈ સાક્ષી ન હોય, સત્ય શોધવાની કોઈ દિશા ન જડતી હોય ત્યારે પણ આ પોલીસ અધિકારીઓ ગણતરીના કલાકો-દિવસોમાં જ આરોપીને કેવી રીતે શોધી કાઢે છે? ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલીને પીડિતોને કેવી રીતે ન્યાય અપાવે છે?

Loading advertisement...

આ તમામ સવાલોના જવાબો લઇને આવે છે દિવ્ય ભાસ્કર એપની નવી સિરીઝ ‘IPS ડાયરીઝ’. આવતીકાલથી શરૂ થતી આ રોમાંચક સિરીઝમાં ગુજરાત કેડરના સિનિયર અને જાંબાઝ પોલીસ અધિકારીઓ પોતાના કરિયરના સૌથી યાદગાર અને મોસ્ટ ચેલેન્જિંગ કેસ વાગોળશે અને તેની એકદમ ડિટેલમાં વાત રજૂ કરશે. અખબારોનાં પાનાં પર એકાદ-બે સમાચાર બનીને ગાયબ થઈ જતા ક્રાઇમની પાછળ કેવો લોહી-પરસેવો રેડાતો હોય છે તેની દિલધડક સત્યકથાઓ વાંચો-જુઓ આવતીકાલથી દરરોજ સવારે 6 વાગ્યે, ‘IPS ડાયરીઝ’માં.

આ સિરીઝનો એકેએક હપતો વાંચીને તમે પણ કહેશો, ‘સેલ્યૂટ સર’.

તો વાંચવાનું ચૂકશો નહીં, ‘IPS ડાયરીઝ’, આવતીકાલથી દિવ્ય ભાસ્કર એપ પર, દરરોજ સવારે 6 વાગ્યાથી આખો દિવસ...

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો