Wed, Nov 18, 2026Updated 07:33 AM IST
Google Preferred Source CTA

જે પોલીસ સ્ટેશનમાં કરી નોકરી ત્યાં PSI સામે થઇ FIR:પહેલાં ક્લિનચીટ પછી હત્યાનો કેસ, લોહિયાળ ધમાલ બાદ ખાખીએ લડી કાયદાની લડાઇ

અમદાવાદ2 કલાક પેહલાલેખક: મનોજ કે. કારીઆ
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

'ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ'ના પહેલા એપિસોડમાં આપણે જોયું કે જેની સામે 114 ગુના નોંધાયેલા હતા તે હનીફખાન ઉર્ફે કાળો મુન્નો પોતાના ઘરે આવ્યો હોવાની બાતમી સુરેન્દ્રનગરના બજાણા પોલીસ સ્ટેશનના PSI જાડેજાને મળી હતી. જેના પછી પોલીસની ટીમ તેને પકડવા માટે રાતે ગેડ

.

પોલીસે કરેલા સામા ફાયરિંગમાં એક ગોળી કાળા મુન્નાને અને બીજી ગોળી તેના પુત્રને વાગી હતી. અધૂરામાં પૂરૂં ગામ લોકોનું ટોળું પણ હથિયારો સાથે આવી પહોંચ્યું અને પોલીસને નિશાન બનાવી. જેના કારણે પોલીસ જીવ બચાવવા કાળા મુન્ના અને કારને ગામમાં જ છોડીને ભાગી હતી. આ ઘટનામાં કાળા મુન્ના અને તેના પુત્રનું મોત નિપજ્યું હતું.

હવે આગળ વાંચો કે આ ઘટનાએ કેવી રીતે કાયદાકીય લડાઇનું રૂપ લઇ લીધું.…

પોલીસ સાથેના ઘર્ષણમાં હનીફખાન અને તેના પુત્રનું મોત નિપજતાં પરિવારજનોમાં રોષ હતો. એન્કાઉન્ટર સહિતના વિવાદાસ્પદ કોઇપણ કેસમાં ભવિષ્યમાં કોઈ વિવાદ ઉભો થાય તેવી સંભાવના હોય ત્યારે કાયદાકીય જોગવાઈ મુજબ જે તે વિસ્તારની જ્યુડિશિયલ કોર્ટે તપાસ કરીને તેનો રિપોર્ટ હાઇકોર્ટને આપવાનો રહે છે.

આ જ જોગવાઈ હેઠળ પાટડીની જ્યુડિશિયલ કોર્ટે ખાનગી રિપોર્ટ હાઈકોર્ટને સુપ્રત કર્યો હતો. જેમાં પોલીસને ક્લિનચીટ આપી હતી કે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, હત્યાનો કોઇ ગુનો બનતો નથી. જે હાઇકોર્ટે સ્વીકારી લીધો હતો.

દરમિયાનમાં પોલીસ ગોળીબારમાં મરનારાના પરિવારે હાઇકોર્ટમાં રીટ અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે પાટડી કોર્ટના અન્ય જ્યુડિશિયલ જજને તપાસ કરવા હુકમ કર્યો હતો. જેમાં અગાઉ પાટડી કોર્ટે આપેલા રિપોર્ટને ધ્યાનમાં લીધા વગર સ્વતંત્ર તપાસ કરવાનો નિર્દેશ કર્યો હતો. આમ એકસમયે પોલીસને મળેલી ક્લિનચીટ સામે ફરીથી તપાસ શરૂ થઇ. ***

જ્યાં નોકરી કરતાં એ જ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓ ગુનો નોંધાયો આ હુકમના પગલે પાટડીની કોર્ટે તપાસ કરીને 17 એપ્રિલ, 2025ના દિવસે આરોપી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સામે ખૂનનો ગુનો દાખલ કરવાની સાથે આ ગુનાની તપાસ DySP કક્ષાના અધિકારીને સોંપવાનો આદેશ આપ્યો હતો. જેથી બજાણા પોલીસ સ્ટેશનમાં 29 મે, 2025ના રોજ PSI વી.એન.જાડેજા અને બીજા પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.

આના કારણે એવો ઘાટ ઘડાયો કે જે પોલીસ સ્ટેશનમાં PSI જાડેજા અને બીજા પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા તે જ પોલીસ સ્ટેશનમાં તેમની વિરૂદ્ધ ગુનો નોંધાયો.

કાળા મુન્ના પાસેથી 5 કારતૂસ મળ્યાં હતા

***

DySPએ આખા કેસની ફેરતપાસ કરી આ કેસમાં કાળા મુન્નાની પુત્રી ફરિયાદી હતી. જો કે તે સગીર વયની હોવાથી તેના વાલી તરીકે કાળા મુન્નાની સાસુ હનીફાબાનુના નામે ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં પોલીસ પર એવો આરોપ લગાવાયો હતો કે PSI જાડેજા અને બીજા પોલીસકર્મીઓ ખાનગી વાહનમાં કાળા મુન્નાના ઘરે આવ્યા હતા અને તેને પકડીને કારમાં બેસાડી દીધો હતો. જેથી તેનો દીકરો બચાવવા જતાં બોલાચાલી બાદ ઝઘડો થયો હતો.

આ ઝઘડામાં PSI જાડેજાએ કાળા મુન્નાના પુત્રને છાતીમાં ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાળા મુન્નાને પણ ગોળી મારીને તેનું મોત નિપજાવ્યું હતું. આ ઘટનાના કારણે આડોશપાડોશના લોકો આવી જતાં પોલીસે પોતાની સત્તાનો દુરૂપયોગ કરીને અમારી સામે ખૂનની કોશિશનો ગુનો નોંધ્યો હતો. પરિવારે એવો પણ આરોપ લગાવ્યો કે આ બનાવ પહેલાં પણ પોલીસ અમને ધમકી આપતી હતી અને વારંવાર હેરાન કરતી હતી.

પાટડી કોર્ટે DySP કક્ષાના અધિકારીને તપાસ કરવાનો હુકમ કરતાં આ ગુનાની તપાસ DySP જે.ડી.પુરોહિતને સોંપાઇ હતી. તેમણે આખા ગુનાની ફેરતપાસ શરૂ કરી હતી. અંદાજે અઢીથી ત્રણ મહિના પછી DySP પુરોહિતે પાટડીની કોર્ટમાં સી સમરી રિપોર્ટ ફાઇલ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું કે ફરિયાદ સાચી છે પરંતુ હકીકત દોષ છે.

કોર્ટના હુકમ બાદ DySP જે.ડી.પુરોહિતે આખા કેસની ફેરતપાસ કરી હતી

DySP પુરોહિતના રિપોર્ટમાં ખૂલ્યું કે કાળા મુન્નાએ જે પિસ્તોલથી પોલીસ પર ફાયરિંગ કર્યું તે ગેરકાયદેસર હતી. ઇજાગ્રસ્ત કાળા મુન્ના અને તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા પણ ફરજ પરના ડૉક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા. એ સમયે કાળા મુન્ના અને તેના દીકરાનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કર્યું હતું ત્યારે કાળા મુન્નાના ખિસ્સામાંથી 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

કારમાંથી મળેલી મુન્નાની ગેરકાયદેસર પિસ્તોલ તથા તેમાંથી મળેલા 2 જીવતા કારતૂસ અને ઘટનાસ્થળેથી મળેલા એક કારતૂસના ખોખાની બેલેસ્ટિક વિભાગે તપાસ કરી હતી. જીવતા અને ફૂટેલા કારતૂસનું ખોખું કાળા મુન્નાની ગેરકાયદેસર પિસ્તોલના જ હોવાનો રિપોર્ટ આપ્યો હતો.

આ ઉપરાંત FSLના અધિકારીએ પણ એવું કહ્યું હતું કે જે રીતે પોલીસની ખાનગી કાર પર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા એ ઘા માણસ પર થયા હોય તો તેનું મોત થઇ જાય.

હુમલામાં ઘવાયેલા PSI જાડેજા અને બીજા પોલીસકર્મીઓની સારવાર કરનારા ડૉક્ટરે પણ કહ્યું હતું કે જો આ ઇજા ગરદન કે માથામાં પહોંચી હોત તો કોઇપણ વ્યક્તિનું મોત નિપજ્યું હોત.

DySPએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો

આ બધી વાતનો આધાર બનાવીને DySP પુરોહિતે પોતાના રિપોર્ટમાં નોંધ્યું હતું કે કાળા મુન્નાને છોડાવવા તેના દીકરા, પરિવારજનો તથા ગ્રામજનોએ પોલીસ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારપછી પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આમ આ હત્યા નહોતી. ***

પોલીસકર્મીઓને હાઇકોર્ટમાંથી રાહત મળી જો કે પાટડીની કોર્ટે 18 જુલાઇ, 2026ના દિવસે પોલીસના આ રિપોર્ટને ફગાવી દીધો હતો અને કાળા મુન્નાના પરિવારે કરેલી અરજી મંજૂર કરી હતી. સાથોસાથ PSI જાડેજા સહિત અન્ય પોલીસકર્મીઓ સામે સમન્સ કાઢવાનો હુકમ કર્યો હતો.

FSLએ કહ્યું હતું કે હુમલો એવો હતો કે માણસનું મોત થઇ જાય

હવે આખો મામલો પહોંચ્યો ધ્રાંગધ્રાની સેશન્સ કોર્ટમાં. કેમ કે આરોપી પોલીસકર્મીઓ અને સરકારે પાટડી કોર્ટના આ હુકમ સામે રિવિઝન અરજી કરી હતી. આ અરજી પર સુનાવણી બાદ ધ્રાંગધ્રાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે 2 સપ્ટેમ્બર, 2026ના દિવસે પાટડી કોર્ટના હુકમને કાયમી રાખવાનો આદેશ આપ્યો હતો અને આરોપી પોલીસકર્મીઓની અરજી ફગાવી દીધી હતી.

આ હુકમ સામે PSI જાડેજાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઇકોર્ટે 2 નવેમ્બર, 2026ના રોજ મંજૂર રાખી હતી અને જસ્ટિસ ગીતાબેન ગોપીએ પોલીસકર્મીઓ સામે નોંધાયેલી FIR રદ કરવાનો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટના આ ચુકાદા સાથે પોલીસકર્મીઓને રાહત મળી હતી.

આ પણ વાંચો જે પોલીસ સ્ટેશનમાં કરી નોકરી ત્યાં PSI સામે થઇ FIR, જેના નામથી ધ્રૂજતો હતો હાઇવે તેને પકડવા રાતે નીકળી પોલીસ, પાર્ટ-1

LockIcon

સમાચાર વાંચવા માટે પ્લીઝ લૉગિન કરો

લૉગિન કર્યા પછી તમે વિના રુકાવટ સમાચાર વાંચી શકશો
લૉગિન કરો