આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ:આજે ટીમ ઇન્ડિયાની 1000મી મેચ, દર્શક 0; 7 વર્ષ પછી અમદાવાદમાં રમાશે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તસવીર - Divya Bhaskar
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની તસવીર
  • 1000મી વન-ડેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી
  • વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છતાં કોરોનાને લીધે કોઈ દર્શકો નહીં

ભારતીય ટીમ આજે અમદાવાદમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની પ્રથમ મેચ રમશે. આ મેચ ભારતીય ટીમની 1000મી વન-ડે મેચ રહેશે. આ ઐતિહાસિક મેચ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેની ક્ષમતા 1 લાખ 32 દર્શકોની છે, જોકે કોરાનાની સ્થિતિને કારણે સ્ટેડિયમમાં એક પણ દર્શકને એન્ટ્રી નહીં મળે.

ભારતીય ટીમ 2014 બાદ પ્રથમવાર અમદાવાદમાં વન-ડે મેચ રમશે. સ્ટેડિયમના નવીનીકરણ બાદ અહીં ટી-20 અને ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે. 2014ની ભારતીય ટીમમાં સામેલ વિરાટ કોહલી અને રોહિત શર્મા જ હાલની ટીમનો ભાગ છે. અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ (હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) ભારતીય દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર માટે ઘણું ખાસ રહ્યું છે. સચિન તેંડુલકરે ઓક્ટોબર 1999માં અમદાવાદ ખાતે પોતાની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. આ ઉપરાંત સચિને વન-ડેમાં 18 હજાર આંતરરાષ્ટ્રીય રનની સિદ્ધિ પણ અમદાવાદમાં મેળવી હતી. હવે ભારતીય ટીમ અમદાવાદમાં જ 1000મી વન-ડે મેચ રમવાની છે.

રોહિત શર્મા - ફાઇલ તસવીર
રોહિત શર્મા - ફાઇલ તસવીર

ભારતીય ટીમે જ્યારે 100મી વન-ડે મેચ રમી હતી ત્યારે સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ નહોતું કર્યું. જોકે તે પછી સચિન ભારતની 200મી, 300મી, 400મી, 500મી, 600મી, 700મી અને 800મી મેચમાં ટીમમાં સામેલ હતો. ભારતની 900મી મેચ અને હવે 1000મી મેચ સચિનની નિવૃત્તિ બાદના માઈલસ્ટોન રહેશે. સચિન તેંડુલકરે પોતાના કરિયરમાં કુલ 416 વન-ડે રમી હતી.

ટીમ ઇન્ડિયાના 1000મા માઇલસ્ટોન સાથે રોહિતનું કનેક્શન

  • 1000મો ટેસ્ટ છગ્ગો ભારત વતી રોહિત શર્માએ (2015માં) ફટકાર્યો હતો.
  • 1000મી વન-ડે ભારતીય ટીમ રમવાની છે, તેમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે.
  • 1000મી ટી-20 ઈન્ટરનેશનલ મેચ 2019માં રમાઈ તેમાં પણ ટીમનો કેપ્ટન રોહિત હતો.
  • 1000મી સદી (મેન્સ ક્રિકેટના તમામ ફોર્મેટની) ફટકારનાર બેટર રોહિત શર્મા હતો.

1000મી વન-ડેની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉજવણી
અમદાવાદ ખાતે ભારતીય ટીમ 1000મી મેચ રમવા ઊતરશે. આ માઈલસ્ટોનની ઉજવણી માટે તૈયાર કરાવવામાં આવેલ ખાસ કેક કાપવામા આવશે. સૂત્રોએ જણાવ્યું કે, ઐતિહાસિક મેચને ધ્યાને રાખતા ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવી શકે છે.

આજની મેચ માટે ભારતની ટીમ જાહેર
ટીમ:
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આવેશ ખાન, ઈશાન કિશન અને શાહરૂખ ખાન

અન્ય સમાચારો પણ છે...