ઈન્ડિયન ટીમ પાંચમી વાર U19 ચેમ્પિયન:ફાઈનલમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું, દિનેશે ધોની સ્ટાઈલમાં સિક્સ મારી મેચ જિતાડી

10 મહિનો પહેલા

ભારતે પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. યંગિસ્તાને 190 રનનો ટાર્ગેટ 47.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. આ ઈનિંગમાં નિશાંત સિંધુ 50 અને દિનેશ બાના 13 રન બનાવીને અણનમ રહ્યા હતા. તેવામાં બાનાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ 2011 વિશ્વકપની ફાઇનલમાં સમાન રીતે સિક્સ ફટકારીને ભારતને શ્રીલંકા સામે જીત અપાવી હતી એનું આ પુનરાવર્તમ રહ્યું હતું.

  • ભારતની જીતનો હીરો ઓલરાઉન્ડર રાજ બાવા રહ્યો હતો. તેણે પહેલા 31 રનમાં પાંચ વિકેટ લીધી હતી. આ પછી તેણે 35 રનની ઇનિંગ પણ રમી અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
  • વાઇસ કેપ્ટન શેખ રાશિદે પણ 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
  • ભારતીય ટીમે અગાઉ 2000, 2008, 2012 અને 2018માં પણ અંડર-19 વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો.

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન ઇંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે, જેથી ભારતને પાંચમુ ટાઈટલ જીતવા માટે 190 રનની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ બંને ટીમોની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કરાયા નથી.

ભારત તરફથી રાજ બાવાએ 5 અને રવિ કુમારે 4 વિકેટ ઝડપી હતી જ્યારે કૌશલ તાંબેને 1 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમે એક સમયે 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર પછી રેવ અને જેમ્સ સેલ્સ (34)એ આઠમી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

ટોસ જીત્યો છતા ઇંગ્લેન્ડનો ધબડકો
ઇંગ્લેન્ડની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. તેવામાં વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટોસ જીતવાનો ફાયદો ઇંગ્લેન્ડની ટીમ ઉઠાવી શકી નહોતી. ઈન્ડિયન ટીમના બોલર્સે શાનદાર બોલિંગ કરી મેચમાં પહેલી ઓવરથી જ મજબૂત પકડ બનાવી હતી. આ દરમિયાન ભારતીય બોલર રાજે 3 વિકેટ અને રવિ કુમારે 2 વિકેટ ઝડપી હતી. 14 ઓવરની અંદર ઇંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.

  • ટોપ-5 બેટરમાં સૌથી વધુ રન જ્યોર્જ થોમસે 27 અને જેમ્સ 15 રન કરી શક્યા હતા.

બંને ટીમ

  • IND: અંગક્રિશ રઘુવંશી, હરનૂર સિંહ, શેખ રશીદ, યશ ધૂલ, નિશાંદ સંધુ, રાજ બાવા, કૌશલ તાંબે, દિનેશ બાના, રાજવર્ધન હંગરગેકર, વિક્કી ઓસ્તવાલ, રવિ કુમાર
  • ENG: જ્યોર્જ થોમસ, જેકબ બેથેલ, ટોમ પ્રેસ્ટ (કેપ્ટન), જેમ્સ રેવ, વિલિયમ લક્સટન, જ્યોર્જ બેલ, રેહાન અહેમદ, એલેક્સ હોર્ટન, જેમ્સ સેલ્સ, થોમસ એસ્પિનવાલ, જોશુઆ બોયડેન

ટીમ ઈન્ડિયા અત્યારસુધી કુલ 4 વાર U-19 ક્રિકેટ વર્લ્ડ કપ ટાઈટલ જીતી ચૂકી છે. ભારત અંડર-19 વર્લ્ડ કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. તેવામાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં જેવી રીતે રમી રહી છે તેને જોતા પાંચમું ટાઈટલ પણ આપણે જીતી શકીએ છીએ.

બીજી બાજુ ઇંગ્લેન્ડ પણ એક શાનદાર ટીમ છે અને અત્યારે તેના દરેક ખેલાડી ફોર્મમાં જણાઈ રહ્યા છે. ઇંગ્લેન્ડ 1998ની ચેમ્પિયન છે, આ મેચ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ એન્ટિંગામાં રમાશે.

ભારતનું પલડું ભારે છે
અત્યાર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંડર-19 લેવલે કુલ 49 મેચ રમાઈ છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 37 મેચ જીતી છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમે 11 મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે એક મેચ ટાઈ પણ રહી છે. ઉલ્લેખનીય છે કે અંડર-19 વર્લ્ડ કપની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 8 મેચ એકબીજા વિરૂદ્ધ રમી છે, જેમાં ભારતે 6 અને ઇંગ્લેન્ડે 2 મેચ જીતી છે.

ભારતની અંડર-19 વર્લ્ડ કપની ટીમ સૌથી વધુવાર ફાઈનલમાં પહોંચી છે. ટીમ ઈન્ડિયા 2000, 2006, 2008, 2012, 2016, 2018, 2020 અને 2022ની ફાઈનલમાં પહોંચી છે. ભારતે 2000, 2008, 2012 અને 2018માં વર્લ્ડ કપ જીત્યો હતો અને 2006, 2016 અને 2020માં રનર-અપ રહી હતી.

કોવિડના પડકાર સામે ભારતનું શાનદાર પ્રદર્શન
આ સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન યશ ધુલ અને વાઈસ કેપ્ટન શેખ રશીદ વર્લ્ડ કપ દરમિયાન કોરોના પોઝિટિવ થયા હતા. પરંતુ રિકવરી પછી તેમણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સેમિફાઈનલમાં શાનદાર સદી ફટકારી હતી. વળી વાઈસ કેપ્ટન રશીદે પણ 95 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ બંનેની ઈનિંગના કારણે જ ટીમ ઈન્ડિયાને જીત મળી હતી.

ઓપનિંગ બેટરનું શાનદાર પ્રદર્શન
સેમિફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટર અંગકૃષ રઘુવંશી અને હરનૂર સિંહ કંઈ ખાસ પ્રદર્શન કરી રહ્યા નહોતા. તેવામાં ફાઈનલમાં આ બંને ખેલાડી પાસેથી ઘણી આશા રહેશે. પરંતુ આ દરમિયાન જેવી રીતે કેપ્ટન યશ ધુલે ઈનિંગ સંભાળી એ પ્રશંસનીય હતી. તેવામાં હવે આ ફાઈનલ મેચમાં બંને ઓપનર્સ પાસે ટીમની આશા વધુ હશે.

સૌજન્ય- BCCI
સૌજન્ય- BCCI

બોલર્સની શાનદાર બોલિંગ
આ વર્લ્ડ કપ દરમિયાન બેટરની સાથો સાથ બોલર્સને પણ ઘણી સહાયતા મળી છે. રાજવર્ધન હંગરગેકર અને રવિ કુમારે વિરોધી ટીમને ઘણી મુશ્કેલીમાં મુકી હતી. તો વિક્કી ઓસ્તવાલે પોતાની સ્પિન બોલિંગથી તેમનો સાથ નિભાવ્યો હતો. ઓસ્તવાલ અત્યારસુધી 10.75ની શાનદાર એવરેજથી 12 વિકેટ લઈ ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...