મોદીએ કહ્યું- રામાનુજાચાર્યએ દલિતોને પૂજાનો અધિકાર અપાવ્યો:વિશ્વની બીજી સૌથી મોટી મૂર્તિનું લોકાર્પણ કરીને કહ્યું- સંતે જાતિભેદ ખતમ કર્યો

હૈદરાબાદ10 મહિનો પહેલા
  • પ્રતિમા બનાવવામાં 1800 ટનથી વધુ પંચધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે વસંત પંચમીના દિવસે હૈદરાબાદ પહોંચ્યા. જ્યાં વડાપ્રધાને વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' દેશને સમર્પિત કરી. આ પ્રતિમા લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચેથી બની છે જેને રામાનુજાચાર્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે.

લોકાર્પણ પછી મોદીએ કહ્યું- રામાનુજાચાર્યજીએ જાતિ ભેદ ખતમ કરવા માટે કામ કર્યું. મોદીએ શ્લોક સંભળાવ્યો- ન જાતિ હી કારણં, લોકે ગુણા કલ્યાણ હેતવા એટલે કે સંસારમાં જાતિથી નહીં, ગુણોથી કલ્યાણ થાય છે. તેમને કહ્યું- રામાનુજાચાર્યજીએ યાદવ ગિરી પર નારાયણ મંદિર બનાવ્યું અને તેમાં દલિતોને પૂજાનો અધિકાર આપીને સમાનતાનો સંદેશ આપ્યો હતો.સમાજમાં જે બુરાઈથી લડે છે, જે સમાજને સુધારે છે. સમાજમાં તેમને માન મળ્યું છે. સમાજમાં જેની સાથે ભેદભાવ થતો હતો, તેના માટે તેઓએ કામ કર્યું.

જેમને સદીઓ સુધી હેરાન કર્યા, તેઓ હવે વિકાસમાં ભાગીદાર
આજે રામાનુજાચાર્યજી વિશાળ મૂર્તિ Statue Of Equality તરીકે આપણને સમાનતાનો સંદેશ આપ્યો. આ સંદેશને લઈને આજે દેશ 'બધાંનો સાથ, બધાંનો વિકાસ, બધાંનો વિશ્વાસ અને બધાંનો પ્રયાસ'ના મંત્રથી સાથે પોતાના નવા ભવિષ્યનો પાયો નાખ્યો છે. વિકાસ થાય બધાંનો થાય અને તે પણ કોઈ ભેદભાવ વગર. જેને સદીઓ સુધી હેરાન કર્યા તે પુરી ગરિમાની સાથે વિકાસ ભાગીદાર બને, તે માટે આજનો બદલતું ભારત એકજૂથ પ્રયાસ કરી રહ્યાં છે.

રામાનુજાચાર્યજીએ સંસ્કૃત અને તમિલ બંનેનું મહત્વ સમજાવ્યું
ગુરુના માધ્યમથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. 108 ગુરુઓથી જેટલું જ્ઞાન મળે છે, તેટલું મને રામાનુજચાર્યજીને ત્યાં આવવાથી મળ્યું છે. દુનિયાની મોટા ભાગની સભ્યતા અને દર્શનનો કાં તો સ્વીકાર કરાયો કે ખંડન કરાયું. ભારતમાં મનીષિઓએ જ્ઞાનને ખંડન, મંડન સ્વીકૃતિ અને અસ્વીકૃતિથી ઉપર ઉઠીને જોયું છે. જગદગુરુ શ્રી રામાનુજાચાર્યજીની આ ભવ્ય વિશાળ મૂર્તિથી ભારત માનવીય ઉર્જા અને પ્રેરણાઓને મૂર્ત રૂપ આપી રહ્યાં છે. આ પ્રતિમા રામાનુજાચાર્યજીના જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શોનું પ્રતીક છે. રામાનુજાચાર્યજીએ સંસ્કૃત અને તાલિમ બંનેનું મહત્વ વધાર્યું છે.

વાંચોઃ PM મોદી આજે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'નું લોકાર્પણ કરશે:216 ફુટ ઉંચી દુનિયાની બીજી સૌથી મોટી પ્રતિમા, અહીં 108 મંદિર, બજેટ અયોધ્યાના રામ મંદિર કરતા પણ વધુ

પુજારીઓએ મોદીને તિલક કર્યું
વડાપ્રધાન મોદી સાંજે 5 વાગ્યે શમશાબાદ સ્થિત 'યજ્ઞશાળા' પહોંચીને અહીં ચાલી રહેલા ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થયા. પુજારીઓએ તેમનું તિલક સહિતની વિધિ કરી તેમને રુદ્રાભિષેકમાં સામેલ કર્યા. ધાર્મિક અનુષ્ઠાન પછી તેમને 11મી સદીના સંત અને સમાજ સુધારક રામાનુજાચાર્યની 216 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કીરને દેશને લોકાર્પિત કરી. સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી અષ્ટધાતુથી બનેલી દુનિયાની બીજી સૌથી મોટી પ્રતિમા છે. જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન મોદીએ સંત રામાનુજાચાર્ય સ્વામીના વિશાળ સ્ટેચ્યુના પ્રતિરુપનું અનાવરણ કરીને દેશને સમર્પિત કર્યું
વડાપ્રધાન મોદીએ સંત રામાનુજાચાર્ય સ્વામીના વિશાળ સ્ટેચ્યુના પ્રતિરુપનું અનાવરણ કરીને દેશને સમર્પિત કર્યું
લોકાર્પણ પહેલા રોશની કરવામાં આવી હતી જેના કારણે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભવ્ય લાગતું હતું
લોકાર્પણ પહેલા રોશની કરવામાં આવી હતી જેના કારણે સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી ભવ્ય લાગતું હતું
રામાનુજાચાર્ય મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી મોદી
રામાનુજાચાર્ય મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાનમાં પ્રધાનમંત્રી મોદી

ICRISATના ગોલ્ડન જુબલી સમારોહમાં પહોંચ્યા PM, ડિજિટલ એગ્રીકલ્ચરને બતાવ્યું ભવિષ્ય
ઈક્વાલિટીની પ્રતિમાને સમર્પિત કરતા પહેલા, પીએમ મોદીએ સેમી-એરિડ ટોપિક્સ માટે આંતરરાષ્ટ્રીય એગ્રીકલ્ચર સંશોધન સંસ્થા (ICRISAT)ના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપી હતી. અહીં તેમણે ડિજિટલ એગ્રીકલ્ચરને ભારતનું ભવિષ્ય ગણાવ્યું હતું. PM મોદીએ કહ્યું કે બદલાતા ભારતનું એક મહત્વનું પાસું ડિજિટલ કૃષિ છે. આ આપણું ભવિષ્ય છે અને આમાં ભારતના પ્રતિભાશાળી યુવાનો મહાન કામ કરી શકે છે. ડિજિટલ ટેક્નોલોજી વડે આપણે ખેડૂતને કેવી રીતે મજબૂત બનાવી શકીએ તે માટે ભારતમાં સતત પ્રયાસો વધી રહ્યા છે.

યુવાઓને સંબોધિત કરી રહેલા નરેન્દ્ર મોદી
યુવાઓને સંબોધિત કરી રહેલા નરેન્દ્ર મોદી

11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની 216 ફૂટ ઉંચી 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા સંત રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે. રામાનુજાચાર્યએ આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતુ. આ પ્રતિમા 'પંચધાતુ'થી બનેલી છે, જે પાંચ ધાતુઓ સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતનું મિશ્રણ છે અને તે બેઠક સ્થિતીમાં વિશ્વની સૌથી ઊંચી ધાતુની શિલ્પોમાંની એક છે. તે 54-ફુટ ઉંચા પાયાની ઇમારત પર સ્થાપિત છે, જેનું નામ 'ભદ્ર વેદી' છે.

216 ફૂટ ઉંચી 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા સંત રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે.
216 ફૂટ ઉંચી 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા સંત રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે.

આ શ્રી રામાનુજાચાર્ય સ્વામીને યોગ્ય શ્રદ્ધાંજલિ છે
પીએમ મોદીએ આ અંગે એક ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું, 'હું સાંજે 5 વાગ્યે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપીશ. આ શ્રી રામાનુજાચાર્ય સ્વામીને યોગ્ય શ્રદ્ધાંજલિ છે, જેમના પવિત્ર વિચારો અને ઉપદેશો આપણને પ્રેરણા આપે છે. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, ભદ્ર વેદીમાં વૈદિક ડિજિટલ લાઇબ્રેરી અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથ, એક થિયેટર, એક શૈક્ષણિક ગેલેરી, સંત રામાનુજાચાર્યની ઘણી રચનાઓની વિગતો રજૂ કરે છે.

આ પ્રતિમાની કલ્પના રામાનુજાચાર્ય આશ્રમના ચિન્ના જીયર સ્વામીએ કરી છે. કાર્યક્રમ દરમિયાન રામાનુજાચાર્યની જીવન યાત્રા અને શિક્ષણ પર 3D પ્રેઝન્ટેશન મેપિંગ પણ કરવામાં આવશે. વડાપ્રધાન 108 દિવ્ય દેશમ (સુશોભિત રીતે કોતરેલા મંદિરો) સમાન મનોરંજનની પણ મુલાકાત લેશે જે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ની પ્રતિમાની આસપાસ બનેલા છે. રામાનુજાચાર્ય રાષ્ટ્રીયતા, લિંગ, જાતિ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવીની ભાવના સાથે લોકોના વિકાસ માટે ઘણા કામ કર્યા છે.

'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરશે.
'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી' પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરશે.

1000મી જન્મજયંતિની ઉજવણી 12 દિવસીય રામાનુજ સહસ્ત્રાબ્દી ઉજવણીનો એક ભાગ
'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ની પ્રતિમાનું ઉદ્ઘાટન એ રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતી ઉજવણી એટલે કે 12-દિવસીય રામાનુજ સહસ્ત્રાબ્દી ઉજવણીનો એક ભાગ છે. મેગા પ્રોજેક્ટ પર 1000 કરોડ ખર્ચ કરાયો છે. પ્રતિમા બનાવવામાં 1800 ટનથી વધુ પંચ આયર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાર્કની આસપાસ 108 દિવ્યદેશમ કે મંદિરો બનાવવામાં આવ્યા છે. રાજસ્થાનમાં ખાસ પથ્થરના સ્તંભો વિશેષ રીતે શિલ્પ કરવામાં આવ્યા છે.

જાણો કોણ છે રામાનુજાચાર્ય સ્વામી?
રામાનુજાચાર્ય સ્વામીનો જન્મ 1017માં તમિલનાડુનાં શ્રીપેરુમ્બુદુરમાં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવાચાર્યુલુ હતું. ભક્તો માને છે કે આ અવતાર ખુદ ભગવાન આદિશે લીધો હતો. તેમણે કાંચી અદ્વૈત પંડિતો હેઠળ વેદાંતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમણે વિશિષ્ટાદ્વૈત વિચારધારા સમજાવી અને મંદિરોને ધર્મનું કેન્દ્ર બનાવ્યું. રામાનુજને યમુનાચાર્ય દ્વારા વૈષ્ણવ દીક્ષા લીધી હતી. તેમના પરદાદા અલવંડારુ શ્રીરંગમ વૈષ્ણવ મઠના પૂજારી હતા. 'નામ્બી' નારાયણે રામાનુજને મંત્ર દીક્ષાનો ઉપદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...