• Gujarati News
  • National
  • On The Issue Of Attack On Owaisi, Swami Said: Asaduddin Owaisi Is Not A Nationalist But A Patriot

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન:ઓવૈસી પર હુમલાના મુદ્દે સ્વામીએ કહ્યુ- અસદુદ્દીન ઓવૈસી રાષ્ટ્રવાદી નહીં પણ દેશભક્ત છે

10 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમં પ્રચાર માટો ગુરુવારે મેરઠ પહોંચેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી જ્યારે દિલ્હી પરત ફરતી વખતે તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે આ ઘટનાને લઈને સંસદમાં પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ હુમલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કેટલી તૈયારી છે હવે ઓવૈસી પર હુમલાના બે દિવસ બાદ બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભલે ઓવૈસી રાષ્ટ્રવાદી નહીં પણ દેશભક્ત છે.

ઓવૈસી રાષ્ટ્રવાદી ન હોવા છતાં દેશભક્ત છે
બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામી કે જેઓ પોતાના બેફામ નિવેદનો માટે ઘણી વખત પોતાની જ મોદી સરકારને ઘેરી ચૂક્યા છે. હવે તેમણે મેરઠમાં અસદુદ્દીન ઓવૈસી પર થયેલા હુમલાને લઈને નિવેદન આપ્યુ છે. શનિવાર સવારે એક ટ્વીટમાં, તેમણે લખ્યું, "ફક્ત અતાર્કિક કટ્ટરપંથીઓ જ ઓવૈસી સાંસદની હત્યા કરવા માંગશે. ઓવૈસી રાષ્ટ્રવાદી ન હોવા છતાં દેશભક્ત છે. ફરક એટલો છે કે ઓવૈસી આપણા દેશની રક્ષા કરશે પરંતુ તેઓ તે નથી માનતા કે હિંદુ મુસ્લિમ ડીએનએ એક જ છે. આપણે તેમની અવાજની દલીલોને પૂરી કરવી જોઈએ અને ક્રૂરતાથી નહીં."

ઓવૈસીએ સંસદમાં ઝેડ સિક્યોરિટી લેવાની ના પાડી દીધી છે
નોંધનીય છે કે ગુરુવારે યુપી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચારમાંથી પરત ફરતી વખતે હાપુડના છજરાસી ટોલ પર અસદુદ્દીન ઓવૈસીની કાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. આ ઘટનામાં પોલીસે બે લોકોની ધરપકડ કરીને જેલમાં ધકેલ્યા છે. આ ગોળીબારની ઘટનાથી રોડથી લઈને સંસદ સુધી રાજકારણ ગરમાયું છે. ઓવૈસીએ સંસદમાં ઝેડ સિક્યોરિટી લેવાની ના પાડી દીધી છે પરંતુ તેમની માંગ છે કે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થવી જોઈએ. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ હજુ તપાસ કરી રહી છે.

આરોપીઓની સામે ઓવૈસીના મિત્ર એનો નજીકના યામીન ખાને ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પુછપરછમાં સ્વીકાર્યુ હતુ કે તેમણે ઓવૈસીના નિવેદનથી નારાજ થઈને હુમલો કર્યા હતો. આ મોમલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...