ગંભીર અકસ્માત:નાસિકમાં દારુના નશામાં ધુત ડ્રાઈવરે કરિયાણા સ્ટોરમાં કાર ઘુસાડી, માંડ-માંડ બચ્યા બે લોકોના જીવ

10 મહિનો પહેલા

મહારાષ્ટ્રના નાસિકમાં એક ભીષણ દુર્ઘટના કેમેરામાં કેદ થઈ છે. અહીં એક ઝડપી ગતિએ આવતી સ્વિફ્ટ કારે બેકાબૂ થઈને રસ્તા પરથી સીધી કરિયાણાની દુકાનમાં ઘુસી ગઈ હતી. તે સમયે દુકાનમાં બે લોકો હાજર હતા અને બંને એ કૂદકો મારી પોતાનો જીવ બચાવ્યો. જો તેઓ સમયસર ત્યાંથી કુદ્યા ન હોત તો તેમનો જીવ જોખમમાં મુકાયો હોત.

આ અકસ્માત શુક્રવારે સાંજે ખેરવાડી-ચાંદોરી માર્ગ પર થયો હતો. નાસિક પોલીસ પ્રમાણે રાહુલ ભોર નામનો એક વ્યક્તિ સ્વિફ્ટ કારને ખેરવાડી રોડ પર ચંદોરી તરફ ઝડપી ગતિથી ચલાવી લઈ જઈ રહ્યો હતો. કાર રસ્તાના કિનારે આવેલી વિઠ્ઠલ કરિયાણા સ્ટોર પાસે પહોંચી તો એકદમથી ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો અને કાર સીધી કરિયાણાની દુકાનમાં ઘુસી ગઈ હતી. કારની સ્પીડ એટલી વધુ હતી કે દુકાનને ભારે નુકસાન પહોંચ્યું છે.

દુર્ઘટના બાદ ડ્રાઈવર ફરાર
આ ઘટનામાં કરિયાણા સ્ટોરના માલિકને લાખોનું નુકસાન થયુ છે. કાઉન્ટર પર બેસેલા કરિયાણા સ્ટોરના માલિકને આ ઘટનામાં સામાન્ય ઈજા પહોંચી છે. આ પ્રાઈવેટ હોસ્પિટલમાં ફર્સ્ટ એડ લીધા બાદ ડોક્ટર્સે તેમને ઘરે જવા દીઘા હતા. ઘટના બાદ ગાડીનો ડ્રાઈવર રાહુલ ભોર કારને છોડીને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. સ્થાનીય લોકોનું કહેવું છે કે તેણે દારુ પીધો હતો અને ફુલ નશામાં હતો. પોલીસે ઘટનાસ્થળના CCTV ફુટેજના આધારે કારને કબજે કરી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે. આ દુર્ઘટના નજીકની દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...