• Gujarati News
  • Magazine
  • Rangat sangat
  • How Much Awareness About Mental Health In India? How To Teach A Child? The Trick Of Making Life A Superhit Film And The Fun Of Bird Watching ... Today's Colors

રંગત સંગત:જીવનની ફિલ્મને સુપરહિટ બનાવો, ગુજરાતની બેસ્ટ બર્ડ વૉચિંગ સાઇટ્સની ટ્રિપ, ભારત-બ્રિટનમાં મેન્ટલ હેલ્થની સ્થિતિ, બજેટ પર એક નજર, આજનું ભરચક ‘રંગત સંગત’

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટ્સ કોમ્પ્લિકેટેડ/
કિતને પાસ, કિતને દૂર? માણસ માણસની કેટલી નજીક આવે તો સંબંધો સચવાય? મૂંઝવણમાં મૂકે એવો નાજુક પ્રશ્ન...

કામિનીબહેનનાં લગ્નને માત્ર એક જ વર્ષ થયું છે. લગ્નની તાજગી, જેમ-જેમ સમય વીતતો જાય તેમ-તેમ ઘટતી જાય છે એ વાસ્તવિકતા સ્વીકારીએ તો પણ માત્ર એક વર્ષમાં કોઈ પતિ, પત્નીથી અંતર કરવા લાગે ત્યારે ચિંતા થાય. કામિનીબહેન મૂંઝવણ અને ગૂંચવણમાં છે. તેમને સમજાતું નથી કે, તેમના પતિ શા માટે તેમનાથી દૂર જતા રહ્યા છે.
***
મારી વાર્તા/
બે દાયકામાં આખો તખ્તો પલટાઈ ગયો... અનિતા ભણતી ત્યારના પ્રોફેસરોના બુદ્ધિના ઓજસથી ઓપતા ચહેરા અને અસ્ખલિત વાણીથી અભિભૂત થઈ જતી અને હવે? પણ કહેવું તો કોને??

પ્રો. અનિતા લાઇબ્રેરીમાં નવા આવેલા સામયિકોનાં પાનાં ઊથલાવવા માંડી. અચાનક તેનો હાથ અટકી ગયો. વાર્તા લેખકનું નામ વાંચીને ક્ષણભર તો હૃદય જોરમાં ધડકવા લાગ્યું. થોડીવાર પહેલાં જે શંકા જાગી હતી તે તો નિર્મૂળ થઈ! વાર્તાકારનું નામ વાંચીને વાર્તા તરત જ વાંચવાની ઉત્કંઠા જાગી. દસ-પંદર મિનિટમાં તો સડસડાટ વંચાઈ પણ ગઈ. આ સંવાદો ક્યારેક થયેલા છે એ સંભારતા મનને રોમાંચ થયો.
***
સુખનું સરનામું/
આપણને સોંપાયેલી ભૂમિકાને શ્રેષ્ઠ રીતે ભજવીએ... તો જીવનરૂપી ફિલ્મ સુપરહિટ થઈ જશે

ઓફિસમાં ભલે અધિકારીની ભૂમિકા ભજવતા હોઇએ, પણ ઘરમાં પત્ની કે સંતાન માટે આપણે અનુક્રમે પતિ કે બાપની ભૂમિકા ભજવવાની હોય છે, પણ મોટાભાગે આપણે ઓફિસ છોડીને ઘરે આવીએ છીએ, પણ અધિકારીની ભૂમિકા સાથે લાવીએ છીએ અને ઘરમાં પણ અધિકારીની જેમ જ વર્તન કરીએ છીએ. પરિણામે ઓફિસનો સફળ અધિકારી પતિ કે પિતા તરીકે નિષ્ફળ પુરવાર થાય છે.
***
ઈતિહાસ ગવાહ હૈ/
નેહરુ-ઇન્દિરા સરકારનાં બે નિરાળાં વ્યક્તિત્વો: મોરારજી અને જસ્ટિસ ચાગલા

મૂળે કચ્છી-ગુજરાતી એવા જસ્ટિસ એમ. સી. ચાગલા થકી જ લોકોએ જાણ્યું કે મુસ્લિમ લીગની 30 ડિસેમ્બર, 1906ના રોજ સ્થાપના થઈ ત્યારે બેરિસ્ટર ઝીણાએ એને વખોડવાનું પસંદ કરેલું. અંગ્રેજોની કુટિલ નીતિથી ભારતને તોડવાની ચાલ ગણાવી હતી. એ વેળા ઝીણા મુંબઈમાં બેરિસ્ટરી કરનારા કોંગ્રેસી આગેવાન હતા. સમયાંતરે ઝીણાએ જ બ્રિટિશ ઈન્ડિયામાંથી પાકિસ્તાન મેળવ્યું.
***
મનન કી બાત/
માનસિક આરોગ્ય વિશે જાગૃતતા અને સ્વીકૃતિ ભારત કરતાં વિદેશોમાં વધુ છે... ખરેખર આ વાતમાં કેટલી છે સચ્ચાઈ આવો જાણીએ...

સામાન્યપણે આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બધા સેલિબ્રિટીઝ એવું કહે કે માનસિક આરોગ્યલક્ષી જાગૃતતા અને સ્વીકૃતિ ભારતની બહારના દેશોમાં ખૂબ વધુ છે. આ સાથે ટ્રીટમેન્ટની સ્વીકૃતિ પણ ભારતની બહારના વિકસિત દેશોમાં ભારત કરતાં બહુ વધુ છે. તો આ બધી વસ્તુઓમાં સાચું કેટલું છે અને મારો અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો છે એ આજના આર્ટિકલમાં તમને કહીશ.
***
પોઝિટિવ પેરેન્ટિંગ/
વાલીઓની શિખામણો બાળકના મનને વિચલિત કરી શકે છે, તમારા ઓપિનિયનને ફાઇનલ ડિસીઝન નહીં પણ પોતાના દૃષ્ટિકોણ તરીકે રજૂ કરો

બાળક-વાલીના વાર્તાલાપમાં વાલીઓ હંમેશાં બોલી રહ્યા હોય છે, તેઓ ભાગ્યે જ પોતાના બાળકોને સાંભળી રહ્યા હોય છે. બાળકોએ ચોક્કસ પોતાના માં-બાપ જોડે અડજસ્ટ કરવું જોઈએ. પરંતુ મા-બાપે પણ આંશિક રીતે પોતાના બાળક જોડે અડજસ્ટ કરવું જોઈએ. પોતાના ગ્રોઇંગ યર્સમાં વાર્તાલાપના અભાવના કારણસર બાળકો ઘણું સફર કરતાં હોય છે.
***
ડિજિટલ ડિબેટ/
બજેટની આટલી બધી ચર્ચા? ચર્ચા કરવાની થતી હતી ત્યારે થઈ નહીં અને હવે...

આ વખતનું બજેટ એટલું નિરસ હતું કે તેમાંથી શેની ચર્ચા કરવી તે મુદ્દા શોધવા પડ્યા. ખાસ કરીને મધ્યમ વર્ગને કંઈ મળ્યું નહીં એવી ચર્ચા થઈ પણ એક મુદ્દો આપણે સૌ ચૂકી ગયા કે કેન્દ્રનું બજેટ માત્ર મધ્યમ વર્ગ માટે નથી હોતું, બધા માટે હોય છે. એવી સ્થિતિ આવી છે કે બજેટની હવે બહુ ચર્ચા ન કરીએ તો પણ ચાલે. સાચે? કેવી રીતે? ચાલો ચર્ચા કરી લઈએ...
***
એક્સપ્લોર ઇન્ડિયા/
પ્રવાસી પંખીઓનું સ્વર્ગ સમાન શિયાળુ નિવાસ સ્થાન - ગુજરાતની વિવિધ રામસર સાઈટ

ભારત દેશમાં વિવિધ સરોવરોમાં શિયાળા દરમિયાન વિવિધ પક્ષીઓનો મેળાવડો જામે છે. સેન્ટ્રલ એશિયન ફ્લાય વે એટલે કે પંખીઓનાં વિવિધ હાઈવેમાંના એક હાઈવેનો ઉપયોગ કરીને તેઓ છેક સાયબિરિયન પ્રાંતમાંથી ભારત દેશ આવે છે અને સુરક્ષિત શિયાળો પસાર કરીને ફરીથી પ્રવાસી માફક જ પોતાનાં વતનમાં પરત ઉડ્ડયન ભરે છે. તો ચાલો આજે ગુજરાતમાં આવેલા આવી 4 રામસર સાઈટ વિશે જાણીએ...
***
સૌરાષ્ટ્રની રસધાર/
ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તા ‘વર્ણવો પરમાર’ માણો ઓડિયો-વીડિયો સ્વરૂપે

આ રવિવારે ‘દિવ્ય ભાસ્કર’ એપના ડાયરે માણીએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વધુ એક ખમતીધર વાર્તા ‘વર્ણવો પરમાર’. લ્યો ત્યારે, થાવા દ્યો...