મશીનમાં ફસાઈ જતાં યુવકનું મોત:સેલવાસની કંપનીમાં દોરા બનાવતા મશીનમાં યુવકનો પગ ફસાયો; 23 સેકન્ડ સુધી યુવક તડપતો રહ્યો

વલસાડ10 મહિનો પહેલા
  • કર્મચારીનો પગ દોરા બનાવતી મશીનમાં ફસાઈ જતાં ઘાયલ થયો હતો
  • કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા

દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું મોત થયું હતું. કંપનીના 19 વર્ષીય કામદારનો પગ દોરા બનાવતી મશીનમાં ફસાઈ જતાં ઘાયલ થયો હતો, જેને પગલે તેનું મોત થયું હતું. નોંધનીય છે કે કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો એ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

મશીનમાં ફસાઈ જતાં કામદારનું મોત
વલસાડને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નરોલીની શ્રુતિ એન્ટરપ્રાઇઝની કંપનીમાં મશીનમાં ફસાઈ જતાં એક કામદારનું કમકમાટીભર્યુ મોત થયું હતું. બાદમાં તે લોહીલુહાણ હાલતમાં કંપનીમાં તડપતો રહ્યો હતો અને છેવટે મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

27 જાન્યુઆરીએ મોત થયું
આ અંગે PSI જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલીમાં આવેલી શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં 27 જાન્યુઆરીએ રૂ પિલવાનું કામ કરતા શ્રમિકને સેફ્ટીના સાધનો ન આપતા શ્રમિકનો મશીનમાં પગ આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ફેક્ટરીમાં યાનના જીણા ટુકડા કરીને દાણા બનાવતી કંપનીમાં મશીન ઉપર કામ કરતા કામદારનો ગ્રાઈન્ડર મશીનમાં પગ આવી જતા કામદારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

કામદારના ભાઈએ કંપની ઉપર આક્ષેપ કર્યા
PSIએ વધુમાં જણાવ્યુ કે, ઘટના 27 જાન્યુઆરીએ બની હતી. ઘટનામાં કંપની દ્વારા મશીનમાં ફસાયેલા કામદારને કોઈપણ જાતની પ્રાથમિક સારવાર આપવામાં આવી ન હોવાનો કામદારના ભાઈએ કંપની ઉપર આક્ષેપ કર્યા છે. પ્રેમસિંગ રાજારામ સિંગે નરોલી આઉટ પોસ્ટ ખાતે કંપની સંચાલકની સામે કંપની દ્વારા રાખવામાં આવેલી ચૂક બાદલ કામદાર ગોલું ઉર્ફે વિરેનસિંગનું મોત થયું હોવાની FIR નોંધાવી છે. કામદારોની સેફટી અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હોવાના આક્ષેપ FIRમાં કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...