આપઘાત:રાજકોટમાં બેકરીમાં કામ કરતા યુવાને બેકરીના રૂમમાં જ ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • યુનિવર્સિટી પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં માયલાઇફ નામની બેકરીમાં કામ કરતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો
પ્રાપ્ત વિગત મુજબ કલકતાનો વતની હાલ યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોકમાં આવેલી માયલાઇફ નામની બેકરીમાં રહેતો અને ત્‍યાજ કામ કરતા જામીરઉલ મુસ્‍તફા શેખ (ઉ.25) એ બપોરે બેકરીના રૂમમાં દોરી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો.

યુવક લટકતી હાલતમાં જોવા મળ્‍યો
બેકરીમાં કામ કરતા અન્‍ય કર્મચારીઓ તેને બોલાવવા જતા રૂમ બંધ હતો દરવાજા ખખડાવતા તેણે દરવાજો ન ખોલતા દરવાજો તોડતા યુવક લટકતી હાલતમાં જોવા મળ્‍યો હતો બાદ કોઇએ 108 માં જાણ કરતા 108 ની ટીમ સ્‍થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્‍સ ભગીરથસિંહ ખેરે તપાસ હાથ ધરી છે.