દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે તા.31 માર્ચના રોજ સવારના સમયે આતંકવાદી ઘુસી જાય તો શું તકેદારી લેવી તે સંદર્ભે રેલ્વે પોલીસ દ્વારા મોકડ્રીલ યોજાઈ હતી. ધારોકે રેલ્વે સ્ટેશનમાં આતંકવાદી ઘુસી જાય અને રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન પહોંચાડે તો ઘટના સ્થળે ઉપસ્થિતોએ શું તકેદારી લેવી તે સંદર્ભે ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.
આ મોકડ્રીલ કોઈક રીતે વાયરલ બનતા દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં દાહોદના રેલ્વે સ્ટેશનને આતંકવાદીઓએ બાનમાં લીધું હોવાની જબરજસ્ત અફવાઓ ફેલાઈ હતી. જેને લઈને દિવસભર આ બાબતે પૃચ્છા કરતા જે તે લોકો દ્વારા જાહેર વ્યક્તિઓ ઉપર ફોનનો મારો ચાલ્યો હતો. જો કે બાદમાં આ માત્ર મોકડ્રીલ હોવાનું જાણી સહુએ હાશકારો લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.