ભાસ્કર એક્સક્લૂઝિવ:ઉમિયા માતાજીના રથે સમગ્ર વિશ્વમાં 3000 કિમીનું પરિભ્રમણ કરી 35 કરોડનું દાન એકત્ર કર્યું

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષ પહેલાં માતાજીનો રથ વિશ્વભરમાં પરિભ્રમણ કરવા નીકળ્યો હતો

જાસપુર ખાતે ઉમિયા માતાજીના સમગ્ર વિશ્વના સૌથી મોટા મંદિરની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.આ મંદિરમાં અત્યાર સુધીમાં 500 કરોડથી વધારે દાન એકત્રિત થયેલું છે. 3 વર્ષ પહેલાં માતાજીનો રથ સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરવા નીકળ્યો હતો.માત્ર અમદાવાદમાં જ રથ રોજના 50 લાખનું દાન એકત્રિત કરતું હતું,પરંતુ છેલ્લાં 3 વર્ષમાં રથ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરીને રૂ. 35 કરોડ દાનની રકમ એકત્ર કરી છે.

સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલના જણાવ્યાં મુજબ, મંદિરમાં દાન એકત્ર કરનાર રથે અત્યાર સુધીમાં 2500થી વધુ કિમી પરિભ્રમણ કર્યું છે. અગાઉ મંદિરમાં શિલાન્યાસ કાર્યક્રમ પણ મોટી સંખ્યામાં અને ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી. આ મંદિર વર્ષ 2025 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. રથના પરિભ્રમણના લીધે દરેક પાટીદારોમાં એકતા તેમ જ સંગઠનમાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર વિશ્વમાં પાટીદારોમાં ઉમિયાજીની આસ્થા વધે તે હેતું માટે રથ સમગ્ર વિશ્વમાં પરિભ્રમણ કરે છે.

રથનું હજુ 19 જિલ્લામાં પરિભ્રમણ કરવાનું બાકી
રથના પરિભ્રમણની શરૂઆત અમદાવાદ શહેરથી થઈ હતી. આ રથે માત્ર અમદાવાદમાં પરિભ્રમણ કરીને રોજના 51 લાખ જેટલી રકમ એકત્રિત કરી છે. અત્યાર સુધીમાં નાના મોટા 1800થી વધુ ગામડામાં દરેક સમાજ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમ જ હજુ 19 જિલ્લાઓમાં પરિભ્રમણ કરવાનું બાકી છે. અત્યાર સુધીમાં કુલ 7 જિલ્લા અને 5 મોટા શહેરોમાં જ રથે પરિભ્રમણ કર્યુ છે. રાજ્યમાં હજુ આગામી 3 વર્ષ સુધી માતાજીનો રથ પરિભ્રમણ કરશે.

રથ માટે માતાની સોનાની મૂર્તિ તૈયાર કરાઈ હતી
માતાજીનો આ રથ અત્યાર સુધીમાં 3 હજાર કિમી જેટલું પરિભ્રમણ કરી ચૂક્યો છે, આગળ હજુ પણ હજારો કિલોમીટર તેમ જ વિશ્વભરમાં પરિભ્રમણ કરશે. માતાજીના રથનું વજન 800 કિલો જેટલું છે, તેમ જ રથમાં માતાજીની વિશિષ્ટ પ્રકારની ગોલ્ડન મૂર્તિ 3 વર્ષ પહેલાં તૈયાર કરવામાં આવી હતી. રથના પૈડાં પણ હજારો કિલોમીટર સુધી સુરક્ષિત રહે તે પ્રકારના તૈયાર કરવામાં આવ્યા છે. માતાજીના રથનું દરેક ગામમાં વિશિષ્ટ પ્રકારે સ્વાગત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...