ભાસ્કર ઓરિજિનલ:જાહેરાતના 10 વર્ષ બાદ પણ PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે ગ્રાઉન્ડ કામગીરી ઝીરો, RTIમાં કર્યો સ્વીકાર

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરીનો પ્રારંભ થશે ત્યારથી અંદાજિત 4 વર્ષ બાદ એરપોર્ટ શરૂ થવાની સંભાવના
  • 2012માં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની આ કામગીરી માટે ખાસ બનાવાઇ હતી

કલ્પસર યોજનાની જેમ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ છેલ્લા 10 વર્ષથી સતત સંભળાય છે. અમદાવાદથી અંદાજે 100 કિ.મી. દૂર ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજ્યાન અને સાથે, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની જાહેરાત 2007માં કરવામાં આવી હતી. 2012માં રાજ્ય સરકાર, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેન્સન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિ.ની સ્થાપના પણ કરાઇ હતી. જોકે, કંપનીની સ્થાપનાના 10 વર્ષ બાદ પણ ધોલેરા એરપોર્ટની કામગીરીની 1 ટકા જેટલી શરૂઆત થઇ નથી.

‘દિવ્ય ભાસ્કર’ દ્વારા કરવામાં આવેલી RTIના જવાબમાં ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 2012ની 20મી જાન્યુ.એ કંપનીની સ્થાપના કરાઇ હતી. હાલમાં 1426 હેક્ટર અને 75 હેક્ટર એમ બે જમીન ગુજરાત સરકારે કંપનીને ફાળવી છે. અંદાજે 1305 કરોડના આ પ્રોજેક્ટમાં હાલની સ્થિતિએ કોઇપણ પ્રકારની કામગીરી શરૂ થઇ નથી જેના કારણે કોઇ જ ખર્ચ પણ થયો નથી. ધોલેરા ના નવાગામ ગામ ખાતે એરપોર્ટ બનશે. વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

1 રૂપિયા ટોકનથી 30 ર્ષના ભાડાપટ્ટે 1500 હેકટર સરકારી જમીન ફાળવી ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડને કુલ 1426.46 હેક્ટર અને 75.05 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. આ બન્ને જમીન સરકારી છે. ગુજરાત સરકાર દ્વ્રારા રૂ. 1ના ટોકનથી 30 વર્ષના ભાડાપટ્ટેથી આ જમીન ફાળવાઇ છે. જેને વધુ 30 વર્ષ માટે લંબાવી શકાય છે. એરપોર્ટ પ્રોજેક્ટ માટે કુલ અંદાજિત ખર્ચ 1305 કરોડ રૂપિયા છે. હાલના સ્ટેટસ વિશે જણાવાયું છે કે, ઓપરેશનલ એરિયા ડેવલોપમેન્ટ માટે ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એલ-1 બીડરની ઓળક ખ કરવામાં આવી છે. પરંતું પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ અને કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સની મંજૂરીની પ્રક્રિયા ચાલું હોવાથી, એ બાદ કામ સોંપવામાં આવશે.

હવાહવાઇ.....જ્યારે બની જશે ત્યારે આવું હશે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ!

1426 હેક્ટર

એરપોર્ટ માટે જમીન

75 હેક્ટર

કોમર્શિયલ એક્ટિવિટી માટે જમીન

1305 કરોડ

પ્રોજેક્ટ અંદાજિત ખર્ચ

4000 મીટર, 2910 મીટરબે રન-વે
20 હજાર ચોરસ મીટર

પેસેન્જર ટર્મિનલ વિસ્તાર

3000 ચોરસ મીટર

અલગથી કાર્ગો ટર્મિનલ

15 લાખ

પહેલા ફેઝ બાદ વર્ષે મુસાફરોની આવ-જા

12 એપ્રોન્સ

એરક્રાફ્ટ્સ પાર્કિંગ માટે

ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ - ટાઇમલાઇન
2007 - ધોલેરામાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝિયન (એરપોર્ટ સહિત)ની જાહેરાત
2010 - એરપોર્ટ ઓથોરિટી દ્વારા ટેકનો-ઇકો. ફીઝિબિલિટી સ્ટડી માટે સાઇટ વિઝિટ
2012 - ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી
2014 - કેન્દ્ર સરકાર દ્વારા પ્રોજેક્ટને સાઇટ ક્લીયરન્સ આપવામાં આવ્યું
2015 - કેન્દ્રના પર્યાવરણ વિભાગે પ્રોજેક્ટ પર મંજૂરીની મહોર લગાવી
2019 - એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાજ્ય સરકાર સાથે એમ.ઓ.યુ. સાઇન કર્યા
2021 - એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફેઝ-1 માટે 987 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું

ધોલેરા એરપોર્ટ પ્રોજેક્ટમાં કોઇ વિદેશી મૂડીરોકાણ આવ્યું નથી
​​​​​​​કંપનીના જણાવ્યા પ્રમાણે, ધોલેરા એરપોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થયા બાદ અંદાજિત 4 વર્ષ પછી એરપોર્ટ શરૂ થઇ શકે છે. આ પ્રોજેક્ટમાં આજદિન સુધી કોઇ વિદેશી મૂડીરોકાણ આવ્યું નથી. ધોલેરા અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગરથી જોડાયેલું હોવાથી એર ટ્રાફિક આ તરફ વળશે એવો અંદાજ છે.

અન્ય સમાચારો પણ છે...