કોરોનાની ત્રીજી લહેરની આડઅસર:વિદ્યાર્થીઓમાં આક્રમકતા, એકાગ્રતા અને અભ્યાસ પર ગંભીર અસર થતાં કાઉન્સેલિંગની જરૂર પડી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઓનલાઈન અભ્યાસને કારણે કેટલાક વિદ્યાર્થીઓ ઘરમાં તોડફોડ કરે છે, ડ્રોપ લેવાનું વિચારે છે

કોરોનાની ત્રીજી લહેરથી ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં આક્રમકતા, આળસુપણું, એકાગ્રતા, યાદશક્તિ તેમજ અક્ષરો ખરાબ થઈ જવાની તકલીફો વધી છે. વિદ્યાર્થીઓને ‘પરીક્ષામાં ડ્રોપ લેવાની ઈચ્છા થાય છે, ભણવાનું મન થતું નથી, ઘરમાં તોડફોડ કરે છે,યાદશક્તિ પર વિપરીત અસર સહિતની માનસિક અસર પડી હોવાથી વિદ્યાર્થીઓને સાયકોલોજિસ્ટો પાસે કાઉન્સેલિંગ માટે જવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું છે.

વર્ષ 2020 ફેબ્રુઆરીથી ભારત દેશમાં કોરોનાનું આગમન થયું હતું. જે અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મહત્તમ સમયગાળામાં સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણકાર્ય હાથ ધરાયું છે. જેના કારણે અનેક વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડે છે.

કેસ 1 - કોરોના ન જાય ત્યાં સુધી મારે પરીક્ષા આપવી નથી
શહેરની એક સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી બી ગ્રૂપની વિદ્યાર્થિનીનું કોરોના અગાઉ પરીક્ષામાં 90 ટકા ઉપર પરિણામ આવતું હતું. જો કે કોરોનાને લીધે તે ડીપ્રેશનમાંઆવતાં, હવે તેના પરિણામમાં ઘટાડો નોંધાતાં તેના આત્મવિશ્વાસમાં ઘટાડો થતાં તેને પરીક્ષા આપવાની ઈચ્છા થતી નથી. હવે તે બોર્ડની પરીક્ષામાં ડ્રોપ લેવા માગે છે. હાલ તે માનસિક રીતે સ્વસ્થ થાય તે માટે સારવાર ચાલી રહી છે.

કેસ 2 - સ્ક્રીન એડિક્શનથી વિદ્યાર્થીઓમાં તણાવ વધ્યો
અન્ય એક સ્કૂલમાં ધો.9માં ભણતા વિદ્યાર્થીમાં ઓનલાઈન એજ્યુકેશનની સાથે સાથે સ્ક્રીન એડિક્શન પણ એવું વધ્યું છે. જેના કારણે વર્તણૂકમાં નકારાત્મક અસરો વધી છે.ઘરમાં મોબાઈલ ફોન, રિમોટ કંટ્રોલ સહિતની વસ્તુઓની તોડફોડ કરે છે.આ વિદ્યાર્થીમાં ગુસ્સાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેને અંકુશમાં લાવતા ઘણો બધો સમય લાગે છે. તેની હાલમાં માનસિક સારવાર ચાલી રહી છે.

ઘરમાં યોગ્ય વાતાવરણ ઊભું કરવા માટે સલાહ અપાય છે
કોરોનાને શારીરિક, માનસિક,આર્થિક એમ ત્રિવિધ સંકટ ઊભા થયા છે. સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાં આક્રમકતા, લેઝિનેસ, યાદશક્તિ નબળી થવી,ખરાબ અક્ષરો સહિતના વિવધ પ્રશ્નો સર્જાયા છે. વિદ્યાર્થી-વાલીનું કાઉન્સેલિંગ કરીને સારવાર અપાય છે.તેમને ચોક્કસ પ્રકારની વર્તણૂક રાખવાની, ઘરમાં યોગ્ય વાતાવરણ ઉભુ કરવા માટેની પણ સલાહ અપાય છે. - ડો. પ્રશાંત ભિમાણી, સિનિયર કન્સલ્ટિંગ સાયકોલોજિસ્ટ

અન્ય સમાચારો પણ છે...