• Gujarati News
  • International
  • British Pakistani Lord Nazir Sentenced To Five and a half Years Khan Wanted To Make Him Chairman Of Kashmir Committee

રેપિસ્ટ નીકળ્યો ઈમરાનનો મિત્ર:બ્રિટિશ-પાકિસ્તાની લોર્ડ નઝીરને સાડા પાંચ વર્ષની સજા- ખાન તેને કાશ્મીર કમિટીનો ચેરમેન બનાવવના હતા

લંડન10 મહિનો પહેલા
  • કૉપી લિંક
નઝીરે થોડો સમય પહેલાં જ ઈમરાન સાથે ઈસ્લામાબાદમાં મુલાકાત કરી હતી - Divya Bhaskar
નઝીરે થોડો સમય પહેલાં જ ઈમરાન સાથે ઈસ્લામાબાદમાં મુલાકાત કરી હતી
  • નઝીર લેબર પાર્ટીનો મોટો નેતા અને બ્રિટિશ મુસ્લિમમાં તેનો ઘણો દબદબો છે
  • અહમદના બે સગાં ભાઈઓ પર પણ આ પ્રકારનાં જ આરોપ અંતર્ગત કેસ ચાલી રહ્યાં છે

પાકિસ્તાની મૂળના બ્રિટિશ નેતા લોર્ડ અહમદ નઝીરને લંડનની એક કોર્ટે રેપના દોષિત ગણાવતા સાડા પાંચ વર્ષની સજા સંભળાવી છે. ખાસ વાત એ છે કે નઝીરને બે બાળકોના રેપના કેસમાં સજા સંભળાવવામાં આવી છે. જેમાં એક છોકરો અને એક છોકરી સામેલ છે. જો કે આ ઘટના 1970ના દશકાની છે, પરંતુ મામલો એટલા માટે લાઈમલાઈટમાં છે કે કેમકે નઝીર લેબર પાર્ટીનો મોટો નેતા અને બ્રિટિશ મુસ્લિમમાં તેનો ઘણો દબદબો છે.

સાથે જ નાઝીર પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનો ખાસ છે અને બંને અંગત મિત્રો પણ છે. લંડન અને પછી પાકિસ્તાનમાં બંને અનેક વખત સાથે જોવા મળ્યા છે. મળતી માહિતી મુજબ ઈમરાન રેપનો દોષી નઝીરને કાશ્મીર કમિટીનો ચેરમેન પણ બનાવવા ઈચ્છતા હતા.

પાકિસ્તાનની પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની સાથે નઝીર અહમદ (ફાઈલ)
પાકિસ્તાનની પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની સાથે નઝીર અહમદ (ફાઈલ)

ગંભીર ગુનાનો દોષી
નઝીરને જાન્યુઆરીમાં આ બંને કેસમાં દોષી ગણાવવામાં આવ્યો હતો. સજા હવે સંભળાવવામાં આવી છે. ક્રાઉન કોર્ટના જસ્ટિસ લેવેન્ડરે કહ્યું- નઝીરની આવી નીચ હરકતના કારણે બાળકોના ભવિષ્ય બરબાદ થઈ ગયા. ચાર્જશીટ મુજબ ઘટના સમયે પીડિત છોકરીની ઉંમર 16 અને 17ની વચ્ચે જ્યારે છોકરાની ઉંમર લગભગ 11 વર્ષ હતી.

નઝીર પોતાને નિર્દોષ ગણાવતો હતો પરંતુ તે આ અંગે કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો. જ્યારે બાળકોના વકીલોએ કોર્ટની સામે એક ફોન રેકોર્ડિંગ રજૂ કર્યા. જજે કહ્યું- તમારી સજા એ જ છે કે તમે હવે જેલની સજા કાપો. બંને પીડિતોના નામ સાર્વજનિક નથી કરવામાં આવ્યાં, પરંતુ આ બંનેએ કોર્ટમાં નઝીર વિરૂદ્ધ નિવેદનો આપ્યા હતા.

નઝીર થોડો સમય પહેલાં જ ઈસ્લામાબાદમાં ઈમરાન સાથે મુલાકાત કરી હતી.
નઝીર થોડો સમય પહેલાં જ ઈસ્લામાબાદમાં ઈમરાન સાથે મુલાકાત કરી હતી.

પીડિતોએ કોર્ટને કહ્યું- નઝીર શરમ વગરનો છે
વિક્ટિમ યુવતીએ કોર્ટને કહ્યું હતું- નઝીરને છોડવો ન જોઈએ. તે બાળકોના યૌન શોષણનો દોષી છે અને સાવ શરમ વગરનો માણસ છે. પરંતુ એક દિવસ દરેક પાપીનો અંત હોય જ છે. સજા સંભળાવવામાં આવ્યા બાદ નઝીરે કોર્ટમાં હાજર પોતાના પરિવાર તરફ હાથ હલાવ્યો અને પછી પોલીસ તેને સાથે લઈ ગઈ. નઝીરે હાઉસ ઓફ લોર્ડ્સમાં બે વર્ષ પહેલાં જ રાજીનામું આપ્યું હતું. ત્યારે પહેલી વખત તેની સામે આ પ્રકારના આરોપ સામે આવ્યા હતા.

ખાસ વાત એ છે કે અહમદના બે સગાં ભાઈઓ પર પણ આ પ્રકારનાં જ આરોપ લાગ્યાં છે અને તેમના વિરૂદ્ધનો કેસ ચાલી રહ્યાં છે. જે યુવકના દુષ્કર્મનો નઝીરને દોષી જાહેર કરવામાં આવ્યો છે, તે યુવકની સાથે નઝીરના બંને ભાઈઓએ પણ ખોટું કામ કર્યું હતું.

ઈમરાન ખાન નઝીરને કાશ્મીર કમિટીના ચેરમેન બનાવવા માગતા હતા.
ઈમરાન ખાન નઝીરને કાશ્મીર કમિટીના ચેરમેન બનાવવા માગતા હતા.

ઈમરાનના ખાસ સંબંધ છે
લોર્ડ નઝીર અને ઈમરાન ખાનના સંબંધ કોઈથી છુપાયેલાં નથી. બંને વચ્ચે ગાઢ મિત્રતા છે અને કહેવાય છે કે બંને લંડનમાં ઘણો સમય સાથે વિતાવ્યો છે. ઈમરાનની પહેલી પત્ની જેમિમા પણ નઝીરની મિત્ર રહી ચુકી છે. આ ઉપરાંત પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટો સાથે પણ તેની મિત્રતા રહી છે. એક અન્ય પૂર્વ પાકિસ્તાની પીએમ નવાઝ શરીફ સાથે પણ તેને થોડો સમય પહેલાં લંડનમાં મુલાકાત કરી હતી. નવાઝ બે વર્ષથી ઈલાજના નામે લંડનમાં જ રહી રહ્યાં છે.

પાકિસ્તાનની પત્રકાર ગુલ બુખારી મુજબ નઝીરે થોડો સમય પહેલાં જ ઈમરાન સાથે ઈસ્લામાબાદમાં મુલાકાત કરી હતી. ઈમરાને કહ્યું હતું કે નઝીર ટૂંક સમયમાં જ પાકિસ્તાન આવીને કાશ્મીર કમિટીના ચેરમેનની જવાબદારી સંભાળશે.

અન્ય સમાચારો પણ છે...