નેપાળ / કામી રિતાએ એક જ અઠવાડિયાંમાં બે વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, 24મી વખત ટોચ પર પહોંચનારા દુનિયાના પ્રથમ વ્યક્તિ

divyabhaskar.com

May 21, 2019, 12:40 PM IST
With two ascents in a week, Kami Rita Sherpa scales Mt Everest for record 24 times

  • 50 વર્ષીય કામીએ પ્રથમ પર્વતારોહણ માત્ર 24 વર્ષની ઉંમરમાં કર્યુ હતું
  • આની પહેલાં કામી 15 મે ના રોજ સૌથી ઊંચી ટોચ પર પહોંચ્યા હતા

યૂથ ઝોન ડેસ્કઃ નેપાળના 50 વર્ષીય પર્વતારોહી કામી રિતાએ માઉન્ટ એવરેસ્ટનું ચડાણ એક જ અઠવાડિયાંમાં બે વખત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાની સૌથી ઊંચી ટોચ પર તેઓ 24મી વખત પહોંચ્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ દુનિયાના પ્રથમ વ્યક્તિ છે. 15 મે ના રોજ તેઓ 23મી વખત માઉન્ટ એવરેસ્ટ પર પહોંચ્યા હતા. કામી નેપાળના સોલુખુંબુ જિલ્લાના થામે ગામના રહેવાસી છે.

7 દિવસમાં બે વાર

માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પના ઓફિસર જ્ઞાનેન્દ્ર શ્રેષ્ઠાએ કહ્યું કે, કામીએ 24મી વખત કોઈ પણ પ્રકારની અડચણ વગર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. 15 મે બાદ 21 મેના રોજ તેઓ વહેલી સવારે 24મી વખત એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા હતા. આમ, એક અઠવાડિયાંમાં બે વખત એવરેસ્ટ સર કરીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

બીજા પર્વતો પણ સર કર્યા છે

કામી માત્ર માઉન્ટ એવરેસ્ટ જ નહીં, પણ તે સિવાય તેઓ કે-2, ચો-ઓયુ અને અન્નપૂર્ણા પર્વતને પણ સર કરી ચૂક્યા છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન પ્રથમ પર્વતારોહણ માત્ર 24 વર્ષની ઉંમરમાં વર્ષ 1994માં કર્યું હતું. તે સમયે તેઓ બોલ્યા હતા કે, હું આ ટોચને 25 કે તેથી વધારે વખત સર કરવા માગુ છું.

X
With two ascents in a week, Kami Rita Sherpa scales Mt Everest for record 24 times
With two ascents in a week, Kami Rita Sherpa scales Mt Everest for record 24 times
With two ascents in a week, Kami Rita Sherpa scales Mt Everest for record 24 times
With two ascents in a week, Kami Rita Sherpa scales Mt Everest for record 24 times
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી