સ્ટાર્ટઅપ / શાંતિથી ઊંઘ આવે એ માટે સ્લીપ સોલ્યુશન પર 'વેકફિટ' કામ કરી રહ્યું છે. 3 વર્ષમાં 114 કરોડ રૂપિયાની કમાણી કરી

'Wakefit' is working on sleep solution for sleeping peacefully. Took 114 crores in 3 years

divyabhaskar.com

May 25, 2019, 05:58 PM IST

બેંગલુરુઃ આખો દિવસ કામ કરીને થાકી ગયા હોય પછી રાત્રે આપણને શાંતિપૂર્વક ઊંઘ આવે એ બહુ જરૂરી છે. પરંતુ આ આરામદાયક ઊંઘ તો જ આવે જો આપણું ગાદલું પોચું અને નરમ હોય. લોકોને રાત્રે શાંતિપૂર્વક ઊંઘ આવે એવા સ્લીપ સોલ્યુશન પર બે યુવાનો 34 વર્ષીય અંકિત ગર્ગ અને 37 વર્ષીય ચૈતન્ય રામલિંગા ગૌડા કામ કરી રહ્યા છે અને લોકોને સોફ્ટ ગાદલાં અને તકિયા વેચી રહ્યા છે. આ માટે તેમણે બેંગલુરુમાં 'વેકફિટ' નામનું સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું છે. આ સ્ટાર્ટઅપ શરૂ કરતી વખતે તેમની પાસે લોજિસ્ટિક્સ અને ડિલિવરી હેલ્પ માટે માત્ર તેમનો રસોઇયો હતો. પરંતુ આજે તેમની ટીમમાં 120 લોકો છે. તેમની પ્રોડક્ટ્સની કિંમત બજારમાં બીજી કંપનીઓ કરતાં 50% ઓછી છે. અહીં મળતા તકિયા અને ગાદલાંની કિંમત 5000થી 26,000 રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે. તાજેતરમાં અંકિત ગર્ગનું ફોર્બ્સ લિસ્ટ 30 અંડર 30માં અંકિત થયું હતું.


અંકિતે બેંગલુરુના સ્ટાર્ટઅપ 'તાપ્જોય'માં કામ કરતી વખતે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા સંશોધન શરૂ કર્યું હતું. 'વેકફિટ' લોન્ચ કરતાં પહેલાં તેણે યુનિટ ઈકોનોમિક્સ સમજવા માટે તેણે સો જેટલાં ગાદલાં ખરીદ્યાં અને અમેઝોન પર વેચ્યા. પહેલેથી અંકિતનો એક જ હેતુ હતો કે તે અન્ય કંપનીઓ કરતાં સારા, સસ્તા અને વધુ આરામદાયક ગાદલાં બનાવશે. તેથી તેણે વર્ષ 2016માં સત્તાવાર રીતે 'વેકફિટ' લોન્ચ કરવાનો નિર્ણય લીધો. આ માટે અંકિતે પોતાની નોકરી છોડી દીધી અને કંપનીના સહ સ્થાપક તેમજ મિત્ર ચૈતન્ય રામલિંગા ગૌડા સાથે મળીને પોતે બચાયેલી રકમ 18 લાખ રૂપિયાથી 'વકેફિટ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું.


અંકિત અને ચૈતન્યે સાથે મળીને પોતાની પ્રોડક્ટ શ્રેષ્ઠ બનાવવા માટે નવાં-નવાં ઈનોવેશન તો કર્યાં જ. પરંતુ સાથે તેમણે પોતાની પહેલી 100 ડિલીવરી માટે ઘેર-ઘેર જઇને મુલાકાત લીધી અને ફીડબેક માટે ઈન્ટરવ્યૂ લીધા. જેનાથી તેમને સમજાયું કે લાંબાગાળા સુધી ચાલે એવી પ્રોડક્ટ, પેકેજિંગ, થિકનેસ અને વિવિધ આરોગ્ય પરિસ્થિતિ તેમજ સિનિયર સિટિઝન માટે તકિયા અને ગાદલાંમાં કેવા ફેરફારો કરી શકાય. તેમનું મેન્યુફેક્ચરિંગ સર્ટિફાઇડ છે અને તેઓ યુરોપમાંથી પોતાની પ્રોડક્ટ માટે કાચો માલ આયાત કરે છે. જેથી તેમનાં ઉત્પાદનો વિશ્વ સ્તરે ગુણવત્તાના કિસ્સામાં શ્રેષ્ઠ ઊતરી શકે. 'વેકફિટ'ના પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ બેંગલુરુમાં થાય છે અને જાતિય તપાસ યુરોપમાં કરવામાં આવે છે. પ્રોડક્ટ્સ બનાવવામાં વપરાતાં કેમિકલ્સ ગ્રીનગાર્ડ સંસ્થામાંથી પ્રમાણિત કરવામાં આવે છે.


છેલ્લા 3 વર્ષમાં આ સ્ટાર્ટઅપ 114 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યું છે. સ્ટાર્ટઅપ શરૂ કર્યાના પહેલાં જ વર્ષે તેણે 6.7 કરોડની કમાણી કરી લીધી હતી અને બીજા વર્ષે આવકનો આંકડો 27.6 કરોડ પહોંચી ગયો હતો. હાલ 'વેકફિટ'ની માસિક આવક 8થી 9 કરોડ રૂપિયા છે. 'વેકફિટે' અત્યાર સુધી દેશભરમાં 30,000થી વધુ પિનકોડ્સમાં આશરે 4.5 લાખ યુનિટ્સ વેચ્યાં છે. આ સ્ટાર્ટઅપના હાલ પુણે, મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદમાં વેરહાઉસ છે.

X
'Wakefit' is working on sleep solution for sleeping peacefully. Took 114 crores in 3 years
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી