હરિયાણા / 19 વર્ષનો ભારતીય યુ ટ્યુબર અજેય નાગર ટાઈમ મેગેઝીનના ટોપ 10 'નેક્સ્ટ જનરેશન લીડર્સ'માં સામેલ

With Nearly 7 Million Subscribers, Indian YouTuber CarryMinati Among TIME Magazine's Next Generation Leaders

X

  • અજેયની 'કેરી મિનાટી' યુટ્યુબ ચેનલના 68 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે
  • હોલિવૂડ સેલિબ્રિટી ટોમ ક્રુઝ અને હેન્રી કેવેલના ઇન્ટરવ્યૂ પણ લઇ ચૂક્યો છે
  • હિંદી ભાષામાં જ વીડિયો બનાવે છે 

divyabhaskar.com

May 18, 2019, 01:27 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ ગયા અઠવાડિયે અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને નરેન્દ્ર મોદીને કવર પેજ પર ચમકાવ્યા હતા. એમને ‘ઈન્ડિયાઝ ડિવાઈડર ઈન ચીફ’ કહેતાં ભારે વિવાદ પણ થયો હતો. હવે ત્યાર પછીના અંકમાં આ જ ટાઈમ મેગેઝિને ટોપ 10 ‘નેક્સ્ટ જનરેશન લીડર્સ'નું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં એક ભારતીય યુ ટ્યુબર અજેય નાગર પણ સામેલ છે. મેગેઝીને આ લિસ્ટ દુનિયાના અમુક ટેલેન્ટેડ યંગસ્ટરની આવડતને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. 

અજેય નાગર

1. શરુઆત

હરિયાણાના ફરીદાબાદ શહેરનો રહેવાસી અજેય નાગર 'કેરી મિનાટી' નામથી યુટ્યુબ ચેનલ ચલાવે છે. 68 લાખથી પણ વધુ ફોલોઅર્સ ધરાવતી આ યુટ્યુબ ચેનલ પર તે હિંદી ભાષામાં હળવા વીડિયોઝ મૂકે છે. અજેયે આ ચેનલ પર પ્રથમ વીડિયો માત્ર 10 વર્ષની ઉંમરે પોસ્ટ કર્યો હતો. યુ ટ્યુબ સિવાય તે ફેસબુક અને ટિકટોક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોતાના વીડિયો પોસ્ટ કરતો રહે છે. 

2. હરીફાઈ

આ વર્ષે જાન્યુઆરી મહિનામાં તે વધારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેણે પોતાના વીડિયોથી સ્વિડિશ યુ ટ્યુબર ફેલિક્સ ક્જેલબર્ગની ‘પ્યુડાઈપાઈ’(pewdiepie)ચેનલનું અપમાન કર્યું હતું. વીડિયોનું નામ 'બાય પ્યુડાઈપાઈ' હતું, જેમાં તેણે હિંદી ભાષામાં રેપ સોન્ગ ગાયું હતું. વીડિયોમાં તે કહેવા માગતો હતો કે, એક દિવસ દુનિયા પર ભારત દેશ રાજ કરશે. યુ ટ્યુબ પર પ્યુડાઈપાઈ 'ટી-સિરીઝ' પછીની બીજા નંબરની સૌથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ છે. દુનિયાની દરેક યુ ટ્યુબ ચેનલ 'ટી-સિરીઝ' અને 'પ્યુડાઈપાઈ'ને ટક્કર આપવા માટે મથી રહી છે, તેવામાં અજેયના વીડિયો ઘણી વખત બંને ચેનલને ચેલેન્જ આપી ચૂક્યા છે.

3. હિંદી ભાષા પ્રત્યે પ્રેમ

ટાઈમ મેગેઝીને અજેય વિશે કહ્યું કે, આખી દુનિયામાં મહિનાના 265 મિલિયન યુઝર્સ સાથે ભારતમાં સૌથી વધારે યુ ટ્યુબ ઓડિયન્સ છે. અજેય આ પ્લેટફોર્મ પર દેશનો 'મોસ્ટ પોપ્યુલર રાઇઝિંગ સ્ટાર' છે. રસપ્રદ વાત તો એ છે કે, ભારતની 22 ઓફિશિયલ ભાષામાંની એક એટલે કે હિંદી ભાષામાં જ અજેય વીડિયો પોસ્ટ કરે છે. ભારતની અડધી વસ્તીથી વધારે લોકો હિન્દી બોલે છે અને સમજી શકે છે. તેમ છતાં દુનિયામાં બીજા નંબરની સૌથી વધારે અંગ્રેજી ભાષા બોલતો દેશ ભારત છે. 
 
4. અજેયનો મેસેજ

વર્ષ 2018માં ભારતમાં 'મિશન:ઇમ્પોસિબલ-ફોલઆઉટ' ફિલ્મને પ્રમોટ કરવા માટે તેણે  હોલિવૂડ સેલિબ્રિટી ટોમ ક્રુઝ અને હેન્રી કેવેલનું ઇન્ટરવ્યૂ લીધો હતો. ભવિષ્યમાં અજેય અંગ્રેજી ભાષાના વીડિયોમાં સ્વીચ કરવા નથી માગતો તેનું માનવું છે કે, મારી પોપ્યુલારિટી એટલા માટે છે, કારણ કે હું  મારાં મૂળિયાં અને ભાષા સાથે સંકળાયેલો છું. વેસ્ટર્ન લોકોને સારું લાગે તે માટે હું મારાં કામ કે મારી જાતને બદલતો નથી કરતો. લોકોને મારો મેસેજ છે કે, તમે જેવા છો તેવા જ રહો. જો તમે કોઈ બીજાના જેવા બનવાનો પ્રયત્ન કરશો તો તમને કોઈ સ્વીકારશે નહીં.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી