• Home
  • Youth Zone
  • Achievement
  • National Holder in the 100 meter race was a unique conflict struggle, once more the male hormone was suspended

સિદ્ધિ / 100 મીટર રેસમાં નેશનલ હોલ્ડર દુતી ચંદની અનોખી સંઘર્ષગાથા, એક સમયે પુરુષ હોર્મોનનું પ્રમાણ વધુ હોવાથી સસ્પેન્ડ થઈ હતી

National Holder in the 100 meter race was a unique conflict struggle, once more the male hormone was suspended

divyabhaskar.com

May 22, 2019, 06:31 PM IST

ઓડિશાઃ દોડનું નામ પડે તો આપણને પી.ટી.ઉષા યાદ આવે. પરંતુ પી.ટી.ઉષા બાદ દોડમાં પોતાનું નામ કરી બતાવ્યું હોય તો એ છે ઓડિશાની 23 વર્ષીય દુતી ચંદ. 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ હોલ્ડર દુતીએ ગત વર્ષે એટલે કે 2018માં જકાર્તામાં આયોજિત એશિયન ગેમ્સમાં ભારત માટે 100 મીટર અને 200 મીટર રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.


દુતી ચંદે વર્ષ 2013માં એશિયન ચેમ્પિયનશિપમાં 200 મીટરમાં બ્રોન્ઝ, 2017માં 100 મીટરમાં બ્રોન્ઝ, 2017 ચાર ગણી 100 મીટરમાં બ્રોન્ઝ અને 2019માં દોહામાં 200 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂકી છે. 100 મીટરમાં તેનું બેસ્ટ પ્રદર્શન 11.24 સેકન્ડ છે. જોકે, અત્યારે દુતી સમાચારોમાં એટલે આવી છે કારણ કે, તાજેતરમાં તેણે પોતાના સજાતીય સંબંધોનો જાહેરમાં સ્વીકાર કર્યો છે. પોતાનો હોમોસેક્સ્યુઅલ રિલેશન કબૂલ કરનારી તે પ્રથમ ભારતીય મહિલા એથ્લિટ બની છે.


દુતી ચંદે પોતાના પ્રેમનો એકરાર કરતાં કહ્યું કે, તે કેટલાંક વર્ષથી એક યુવતી સાથે સંબંધમાં છે. આ વિશે વધુ વાત કરતાં તેણે કહ્યું કે, 'મને કોઇ એવું મળી ગયું છે, જે મને પોતાનાથી પણ વધુ પ્રેમ કરે છે. મને એવું લાગે છે કે દરેક વ્યક્તિને આ વાતની આઝાદી હોવી જોઇએ કે તે કોની સાથે રહેવા માગે છે અને કોની સાથે પોતાનો સંબંધ બનાવવા માગે છે. મેં હંમેશાં એ લોકોનો સાથ આપ્યો છે, જે સમલૈંગિક સંબંધમાં રહેવા માગે છે.' પોતાની પાર્ટનર વિશે દુતીએ જણાવતાં કહ્યું કે, 'તે મારા ગામની 19 વર્ષની છોકરી છે અને છેલ્લાં પાંચ વર્ષથી અમે અમે રિલેશનમાં છીએ. તે ભુવનેશ્વરમાં કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે.'


દુતીનાં માતા-પિતા ઓડિશાના ચાકા ગોપાલપુર ગામમાં રહે છે. તેઓ વણકર છે. દુતી ચંદ હાલ ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી રહી છે. તે છેલ્લાં 10 વર્ષથી રેસિંગ કરી રહી છે. 2014માં કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન દુતીને ઈન્ટરનેશનલ એથ્લેટિક્સ અસોસિએશનની હાઈપરએન્ડ્રોજેનિસ્મ પોલિસી હેઠળ પુરુષ હોર્મોન ટેસ્ટોટેરોનનું વધારે પ્રમાણ મળવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવી હતી. દુતી ચંદના શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ કોઈપણ મહિલા એથ્લિટમાં માન્ય પ્રમાણ કરતાં વધારે છે. જોકે, એ સમયે તે હિંમત ન હારી અને તેણે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)માં પોતાનો કેસ લડ્યો અને આખરે CASએ તેને પોતાની કારકિર્દી ચાલુ રાખવાની મંજૂરી આપવી પડી. આ સમય દરમિયાન દુતી દોડની યોગ્ય તાલીમ નહોતી લઈ શકી. પરંતુ તેણે એક જ વર્ષની અંદર પોતાની અંદર રહેલું ટેલેન્ટ સાબિત કરી બતાવ્યું અને 100 મિટર રેસની નેશનલ ચેમ્પિયન હોલ્ડર બની ગઈ.

X
National Holder in the 100 meter race was a unique conflict struggle, once more the male hormone was suspended
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી