એજ્યુકેશન / એમ.એસ.યુનિ. સ્ટુડન્ટ નિધિએ સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર પર કર્યુ રિસર્ચ

divyabhaskar.com

May 13, 2019, 04:17 PM IST
MSUnie Student funding done on Street Child Vendor Research

  • રસ્તા પર વસ્તુ વેચતા બાળકો સ્કૂલે જતાં નથી પરંતુ રૂપિયાનો હિસાબ કરવામાં તેમની ગણતરી પાક્કી છે
  • બાળકોને સ્કિલ બેઝ એજ્યુકેશન ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ સ્કૂલે જઇને ભણવાની સાથે સ્કિલ પણ શીખી શકે તેમ છે

યુથ ઝોન ડેસ્કઃ મોલ, મલ્ટિપેલ્ક્ષ, હોટલો-રેસ્ટોરન્ટ, ખાણી- પીણીની લારીઓની પાસે લોકોને રમકડાં, કી-ચેન, સ્ટિકર સહિતની વસ્તુઓ ખરીદવા માટે આજીજી કરતાં સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર સ્કૂલે જતાં નથી પરંતુ રૂપિયાનો હિસાબ કરવામાં તેમની ગણતરી પાક્કી છે. એમ.એસ.યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીએ ચાઇલ્ડ વેન્ડર પર રિસર્ચ હાથ ધર્યું છે. જેમાં આવાં બાળકોને સ્કિલ બેઝ એજ્યુકેશન ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ સ્કૂલે જઇને ભણવાની સાથે સ્કિલ પણ શીખી શકે તેમ છે.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા સાઇડ પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરતાં સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર પર હોમ સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન વિભાગનાં પ્રો.અવની મણિયારના ગાઇડન્સમાં માસ્ટરની વિદ્યાર્થિની નિધિ સરદારે એક રિસર્ચ હાથ ધર્યુ હતું. જેમાં વડોદરા શહેરના ચકલી સર્કલ, ગેંડા સર્કલ, કાલા ઘોડા, સ્ટેશન, ફતેંગજ, સયાજીગંજ, નિઝામપુરા, કારેલીબાગ જેવા વિસ્તારોમાં રોડ પર વસ્તુઓ વેચતાં બાળકો સાથે વાત કરીને તેમની દૈનિક ક્રિયાથી લઇને તે શું કરે છે, તમામ બાબતો એકત્રિત કરી હતી. 80 જેટલાં બાળકોના ઇન્ટર્વ્યૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં 10 ટકા એમપીનાં અને 90 ટકા ગુજરાતનાં જ પરિવારો હતા. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે,`સરકાર ફ્રી એજ્યુકેશન આપે છે પરંતુ તેમના પરિવારને બે ટાઇમ ખાવાનું મળે તે માટે બાળકોને સ્કૂલ મોકલવામાં આવતાં નથી. જો આવાં બાળકોના વાલીઓને પણ કોઇ પ્રકારને ખાવાનું મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો કોઇ બાળકોને સ્કૂલે જવા મળે.'

સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર માટે અભિપ્રાય મોકલી શકાશે
હોમ સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન કોમ્યુનિકેશન વિભાગની વિદ્યાર્થિની નિધિ સરદારે વડોદરાનાં સ્ટ્રીટ ચાઇલ્ડ માટે શું કરવું જોઇએ તે માટે એક ઇ-મેઇલ આઇડી જનરેટ કરીને વડોદરાવાસીઓના અભિપ્રાય માંગ્યા છે. શહેરીજનો streetchildvedorsvadodara2018@gmail.comપર પોતાનો અભિપ્રાય જણાવી શકે છે.

X
MSUnie Student funding done on Street Child Vendor Research
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી