• Gujarati News
  • National
  • Maa Ki Daal Was Introduced By Machindra Kasture Who Became The First Chef For The President Of India In The Rashtrapati Bhavan

પીએમ મોદીના શપથ સમારોહમાં 'મા કી દાલ' વાનગી બનાવનારા પૂર્વ એક્ઝિક્યુટિવ શેફ મછિન્દ્ર કસ્તૂરીની રસપ્રદ સ્ટોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 'મા કી દાલ' વાનગી બનાવતા કુલ 48 કલાક લાગ્યા
  • શેફ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખર્જીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યરત હતા

યૂથ ઝોન ડેસ્ક: નરેન્દ્ર મોદીએ 30 મેના રોજ બીજી વખત દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં દેશના આ ભવ્ય સમારોહમાં આશરે 7000 મહેમાનો માટે સ્વાદિષ્ટ શાકાહારી અને માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. ભારતમાં ભોજનની અનેક વિવિધતા છે તેમાં કોઈ નવાઈ નથી, આ ભિન્નતાની એક ઝલક ડિનર લિસ્ટમાં જોવા મળી હતી. બધી વાનગીઓમાંથી 'મા કી દાલ'એ ઉપસ્થિત મહેમાનોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સ્પેશિયલ વાનગીને રાષ્ટ્રપતિ ભવનના પ્રથમ શેફ મછિંદ્ર કસ્તૂરીએ બનાવી હતી. દાળની જેમ મછિન્દ્ર શેફની સ્ટોરી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. 

શેફ મછિન્દ્રને મહેમાનો માટે 'મા કી દાલ' બનાવતા કુલ 48 કલાક લાગ્યા હતા, એટલે કે આ રેસિપી બનવાનું કામ મંગળવારની રાતથી જ શરુ થઈ ગયું હતું.
 

1) શેફ મછિંદ્ર કસ્તૂરી

57 વર્ષીય મછિન્દ્રનો જન્મ  મહારાષ્ટ્રના પૂણે શહેરમાં થયો હતો. નાનપણથી જ તેમને રસોઈ શીખવાનો ઘણો શોખ હતો. વર્ષ 1983માં મુંબઈની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ અને કેટરિંગ ટેક્નોલોજી કોલેજમાં હોટલ મેનેજમેન્ટ કોર્સમાં ડિપ્લાોમા પૂરૂં કર્યુ હતું. ત્યારબાદ મછિન્દ્રે  મુંબઈ, પટના, દિલ્હી, ઔરંગાબાદ અને શ્રીનગરની રેસ્ટોરાંમાં શેફ તરીકે કામ કર્યુ હતું. મછિન્દ્રને શેફ બનવાની પ્રેરણા તેમની માતા તરફથી મળી હતી.

મછિન્દ્ર કસ્તૂરી રાષ્ટ્રપતિ ભવનના પ્રથમ એક્ઝિક્યુટિવ શેફ હતા. હાલ તેમની જગ્યા શેફ મોન્ટુ સૈનીએ લીધી છે. વર્ષ 2007માં મછિન્દ્રને રાષ્ટ્રપતિભવનના શેફ બનવાનો પ્રસ્તાવ આવ્યો હતો. અમુક ઓફિશિયલ ટેસ્ટને પાસ કર્યા બાદ તેઓ એક્ઝિક્યુટિવ શેફ બન્યા હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ અને પ્રણવ મુખર્જીના સમયગાળા દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં એક્ઝિક્યુટિવ શેફ તરીકે કાર્યરત હતા. તેમની અમુક સ્પેશિયલ વાનગીઓ દુનિયાભરમાં ફેમસ છે, જેમાં પાઈનેપલ હલવો, સીતાફળ હલવો, મટન રાન, રેસીના દાળ (મા કી દાલ), અંજીર પનીર અને અંજીર કોફ્તા સામેલ છે.

મછિન્દ્રે રાષ્ટ્રપતિ ભવનની વાનગી વિશે કહ્યું હતું કે, સામાન્ય દિવસોમાં તો રસોઈ બનાવવી એ નોર્મલ કામ જેવું જ  હોય છે, પણ જ્યારે કોઈ વિદેશથી મહેમાન આવ્યા હોય, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી, અવોર્ડ ફંકશન અને શપથ વિધિમાં કામનો ભાર વધી જાય છે. મહેમાનોને રાષ્ટ્રપતિ ભવનમાં પીરસાયેલું ભોજન ભાવે તેની જવાબદારી શેફ અને તેમની ટીમ પર હોય છે. જો કે, આજ સુધી તેમની વાનગી વિશે કોઈ ફરિયાદ સામે આવી નથી.

અમેરિકાના પૂર્વ  પ્રેસિડન્ટ બરાક ઓબામાને મછિન્દ્ર ભારતના રાષ્ટ્રપતિના એક્ઝિક્યુટિવ શેફ તરીકે મળ્યા, ત્યારે તેમણે ભારતની વાનગીને રેપ્રેઝન્ટ કરી હતી. આ વાનગીના ઓબામા સહિત તેમના મંત્રીઓએ ઘણા વખાણ કર્યા હતા. એટલું જ નહીં પણ, વર્ષ 2014માં તેઓ લંડનમાં એક પ્રાઇવેટ મીટિંગમાં રાણી એલિઝાબેથ દ્વિતીયને મળ્યા હતા, જ્યાં તેમણે ઇન્ડિયન ફૂડનો ટેસ્ટ ક્વીનને કરાવ્યો હતો. વર્ષ 2016માં મછિન્દ્ર કસ્તૂરીને બેસ્ટ શેફ ઓફ ઇન્ડિયાનો અવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...