પ્રેરણા / ફેસબુક પેજ 'હ્યુમન્સ ઓફ બોમ્બે'ના 13 લાખ ફોલોઅર, લોકોના જીવનના પ્રેરક કિસ્સાઓ કહેવા 2014માં કરિશ્મા મહેતાએ પહેલ કરી હતી

Karisma Mehta took initiative in 2014 and started facebook page called 'Humans of Bombay' to share inspiring stories

  • સામાન્ય લોકોની હકારાત્મક જીવનગાથા અને અનુભવોને દુનિયા સાથે શેર કરવા માટે 2014માં શરૂઆત થઈ હતી
  • 10 લાખથી વધુ લોકો આ પ્લેટફોર્મ પર રહેલી સંઘર્ષગાથાઓ વાંચી ચૂક્યાં છે
     

divyabhaskar.com

May 14, 2019, 05:33 PM IST

મુંબઈઃ દિલ્હીના એક દંપતિ કવિતા અને હિમાંશુએ ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત બાળકોને દત્તક લીધા છે. 'હ્યુમન્સ ઓફ બોમ્બે' ફેસબુક પેજ પર આવેલી આ કહાનીની ખૂબ ચર્ચા છે. આ પહેલાં એક માતા અને સાત વર્ષની પુત્રીના સંઘર્ષની કહાની હોય કે પછી તાજ હુમલા વખતે હોટેલ બહાર નીકળનારા શખસનો અનુભવ. આવી સેંકડો પ્રેરક કહાનીઓ આ પ્લેટફોર્મ પર પાંચ વર્ષમાં અનેકવાર શેર થઈ ચૂકી છે. આ પ્લેટફોર્મ સાથે આશરે 13 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે. 2014માં શરૂ થયેલી આ સફર વિશે જાણીએ ગ્રુપની ફાઉન્ડર કરિશ્મા મહેતા પાસેથી...


'હું 'હ્યુમન્સ ઓફ ન્યૂ યોર્ક'ની ફોલોઅર છું. મને હંમેશાં એવું લાગતું કે, મુંબઈમાં પણ આવું એક પ્લેટફોર્મ હોવું જોઈએ, પરંતુ પડકાર એ પ્રકારના કન્ટેન્ટનો હતો, જે વાંચીને લોકોને કંઈક અહેસાસ થાય. મેં નોટિંઘમ યુનિવર્સિટીમાંથી ઈન્ડસ્ટ્રિયલ ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યા પછી છ મહિનાનો બ્રેક લીધો હતો. આ દરમિયાન હું ફોટોગ્રાફર મિત્ર સાથે મુંબઈના મરીન ડ્રાઈવ પર ફોટોગ્રાફી કરવા ગઈ હતી. મેં લોકો સાથે વાતચીત કરી, પરંતુ ફોટો ક્લિક કરાવવા કોઈ તૈયાર ન થયું. દસેક લોકોએ ના પાડ્યા પછી એક વૃદ્ધા વાત કરવા તૈયાર થયા. મને લાગ્યું કે, આવા પ્રયાસ સતત થવા જોઈએ.


એક અઠવાડિયા પછી ફેસબુક પર મેં એક પેજ લોન્ચ કર્યું. સ્ટોરી લેતા પહેલાં અમે ખૂબ રિસર્ચ કરતા. અમે એવા લોકોને શોધતા હતા, જેમની પાસે કહેવા માટે કોઈ રસપ્રદ કહાની હોય. અમે તેમનો સંપર્ક કરીને તેમની કહાની શેર કરવાની અપીલ કરતા. બહુ જ બધા ઈ-મેઇલ આવતા. તેમાંથી પણ કહાનીઓ મળતી. લગ્ન, સંબંધો તૂટવા, ડ્રગ્સનું વ્યસન જેવા વિષયો પર વાત કરવા બહુ હિંમત જોઈએ. બહુ જ બધા લોકો ઈચ્છતા કે તેમની કહાનીઓ લોકો સાંભળે, પરંતુ વિડંબના એ છે કે, આ વાતો દરેક લોકો સાંભળવા નથી માંગતા.
અમે દરેક કહાનીમાં સંવેદનશીલતા અને સન્માનનું ધ્યાન રાખીએ છીએ અને એ સુનિશ્ચિત કરીએ છીએ કે, દરેક વ્યક્તિની વાત સાંભળવામાં આવે. વ્યક્તિ સાથે વાત કરતા પહેલાં અમે તેના વિશે માહિતી મેળવીએ છીએ. સોશિયલ વર્લ્ડમાં અમારી પહેલી સ્ટોરી, કે જેની સૌથી વધુ ચર્ચા થઈ, તે અનિલ કપૂર સાથે થયેલી વાતચીત હતી. તેમણે એવી વાતો કરી હતી, જે પહેલાં ક્યારેય કહેવાઈ ન હતી. લોકોને તે પસંદ આવી. એ ઈન્ટરવ્યૂ મારા દિલની પણ બહુ નજીક છે.


વડાપ્રધાન મોદીના ઈન્ટરવ્યૂનો હેતુ ફક્ત એટલો જ હતો કે દેશના ઉચ્ચ હોદ્દે બેઠેલા માણસ વિશે લોકોને ખબર પડે. 'હ્યુમન્સ ઓફ બોમ્બે' આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે. અમારા સાથીદારો દિલ્હી, પૂણે, બેંગલુરુ, ચેન્નાઈ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ છે. અમારી સ્ટોરી બેંક વ્યાપક છે. અમે આ કહાનીઓ પર બીજું પુસ્તક પણ લાવી રહ્યા છીએ.'

X
Karisma Mehta took initiative in 2014 and started facebook page called 'Humans of Bombay' to share inspiring stories
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી