પસ્તી કી પાઠશાળા / 5 મહિનામાં 1 હજાર કિલો પસ્તી વેચીને યુવાનો 70 બાળકો ભણાવે છે

In the 5 months, 70 children of the youth sell 1 thousand kg of pigeons

'એક ખ્વાહિશ' ગ્રૂપના યુવાનો ઘરે ઘરે ફરી પસ્તી ઉઘરાવે છે જ્યારે તેમના આ અિભયાનને લોકો પણ આવકાર આપી મદદ કરી રહ્યાં છે 

divyabhaskar.com

May 13, 2019, 04:14 PM IST

યુથ ઝોન ડેસ્કઃ કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે વડોદરા શહેરના યુવાનોના ગ્રુપ દ્વારા 'પસ્તી કી પાઠશાળા' નામનું અભિયાન શરૂ કરાયું છે. યુવાનો આ પાઠશાળા ચલાવવા માટે ઘરે ઘરે જઈને પસ્તી ભેગી કરી તેના વેચાણ મારફતે બાળકો માટે નોટબુક, સ્ટડી મટીરીયલ, પેન-પેન્સીલ જેવી વસ્તુઓ ખરીદે છે. જ્યારે કોઈ નાગરીકને બાળકો માટે સ્ટડી મટીરીયલ આપવાની ઈચ્છા હોય તે તેઓ સામેથી આપી જાય છે. 'એક ખ્વાઈશ' નામનું આ ગ્રુપ હાલ 70 થી વધુ બાળકોને શિક્ષણ પ્રદાન કરે છે. ઉલ્લેખનિય છે કે, યુવાનો આ અભિયાન હેઠળ 5 મહિનામાં કુલ 1 હજાર કિલો પસ્તી ભેગી કરી ચુક્યાં છે.

એક ખ્વાઈશ ગ્રુપના સચીન ઠક્કરે વધુમાં જણાવ્યું કે,`1 જાન્યુઆરી 2019થી અમે પસ્તી કી પાઠશાલા નામનું અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનમાં પાછળનો ઉદ્દેશ્ય એક માત્ર બાળકોને શિક્ષિત કરાવવાનો હતો. આ અભિયાન અંતર્ગત અમે પસ્તી ભેગી કરી તેમાંથી બાળકો માટે સ્ટડી મટીરીયલ ખરીદવાનું નક્કી કર્યું. અમે ઘરે ઘરે જઈને લોકોને મળીને અમારી આ કોશીષ અંગે જણાવતા, આ અભિયાન અંગે સાંભળી લોકો પોતાના ઘરમાં ભેગી કરેલી પસ્તી અમને આપવા માંડ્યાં. આમ જાન્યુઆરી થી મે મહિનામાં કુલ 1 હજાર કિલો પસ્તી ભેગી કરી તેનું વેચાણ કરી ચુક્યાં છે. જોકે બીજી તરફ અમારા અભિયાન વિશે સોશીયલ મીડીયા થકી જાણી કેટલાય જાગૃત નાગરીકો સામે ચાલીને અમને પેન-પેન્સીલ, નોટબુકની મદદ કરી ચુક્યાં છે. લોકો દ્વારા પણ અમારા આ અિભયાનને ઘણો આવકાર મળ્યો છે. લોકો અમને સામે ચાલીને મદદ કરી રહ્યા છે. જેના કારણે અમે ગરીબ બાળકોને ભણાવવા માટેના આ અિભયાનમાં વધુને વધુ બાળકોને મદદ પહોંચાડી શકીએ છીએ.'

રોજિંદા કામમાંથી સમય કાઢી જવાબદારી ઉઠાવે છે
એક ખ્વાઈશ ગ્રુપ દ્વારા સોશીયલ મીડીયામાં પોતાના અભિયાન પસ્તી કી પાઠશાળા અંગે જાણકારી મુકતા અનેક શહેરીજનો આ અભિયાનમાં જોડાવા આગળ આવ્યાં છે. જ્યારે આ અભિયાનમાં જોડાયેલા યુવાનો પોતાના રોજીંદા કામમાંથી સમય કાઢીને સમાજ પ્રત્યેની પોતાની જવાબદારીઓ ઉઠાવી રહ્યાં છે.

X
In the 5 months, 70 children of the youth sell 1 thousand kg of pigeons
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી