કચ્છ ડબલ મર્ડર ભાગ-2 / માતા-પિતાએ બાળકોને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપી

DivyaBhaskar.com

May 14, 2019, 12:06 AM IST
crime story: kutchh double murder case part-2

  • બાળકોને બહારગામ ભણવા મૂક્યા છે તેવો માતા-પિતાએ ખુલાસો કર્યા હતો
  • 8-12 વર્ષના બાળકોથી એવી શું ભૂલ થઇ કે માતા-પિતાએ બન્નેને મારી નાખ્યા? 

રાજકોટ: માનવ ખોપડી જોતા બનાવ પાંચ, પંદર દિવસ નહીં પરંતુ બે-ચાર મહિના પહેલાનો હોવાનો પીએસઆઇએ અનુભવ પરથી અંદાજ કાઢ્યો હતો. સ્થળ પરથી જે કંઇ કંકાલ અને પેન્ટ-શર્ટ તથા ગરમ કપડા મળ્યાએ પંચનામુ કરીને કબ્જે કર્યા હતા. એફએસએલ અધિકારીએ ખોપડી 10 થી 12 વર્ષના બાળકનું હોવાનો અભિપ્રાય આપ્યો હતો. વિશેષ તપાસ માટે ખોપડીને ફોરેન્સીક લેબરોટરીમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પીએસઆઇ જાડેજાએ આસપાસના હયાબ, નાડપા ગામમાંથી લાપત્તા હોય એવા બાળકો વિશે માહિતી એકત્ર કરવા સાથે બાતમીદારોને પણ કામ પર લગાવી દીધા હતા. બે દિવસ સુધી પોલીસને કોઇ કડી મળતી ન હતી.

માતા-પિતાએ ખુલાસા કર્યા

આ દરમિયાન સુલેમાનને જ માહિતી મળી હતી કે મૂળ અમદાવાદના ધોળકાના વતની અને હાલ નાડાપા ગામમાં તળાવ પાસે રહેતા શ્રમજીવી શામજી ભીખાભાઇ વાઘેલા (વાલ્મીકી)નો 8 વર્ષનો પુત્ર મુકેશ અને 12 વર્ષની પુત્રી આરતી છેલ્લા પાંચ માસથી ગાયબ છે. આ અંગે શામજીના પડોશીઓ પાસેથી જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. શામજીના પડોશીઓએ એવી માહિતી આપી હતી કે જ્યારે જ્યારે બાળકો વિશે શામજીને પૂછ્યું હતું ત્યારે એ બન્ને સંતાનને અભ્યાસ માટે બહારગામ મોકલ્યા છે તેવો ખુલાસો કરતો હતો.

શું ભૂલ થઈ કે માતા-પિતાએ બંનેની હત્યા કરી?

આ માહિતી મળતા જ પીએસઆઇ આર.જી. જાડેજાએ પૂછપરછ માટે શામજી અને તેની પત્ની જ્યોતીને પૂછપરછ માટે પોલીસ મથકે બોલાવી લીધા હતા. કલાકો સુધી પૂછપરછ ચાલી હતી. દંપતીએ પહેલાં તો બાળકોને અભ્યાસ માટે બહારગામ મોકલ્યા છે એ વાતને વળગી રહ્યા પરંતુ પોલીસે બન્ને બાળકો કયા શહેરમાં ભણવા મૂક્યો, કોઇ સગાને ત્યાં રહીને અભ્યાસ કરે છે કે હોસ્ટેલમાં મૂક્યા છે? તેવા પ્રશ્નોનો મારો ચલાવતા દંપતી ભાંગી પડ્યું હતું અને બન્ને બાળકને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપી હતી.નિ:સંતાન દંપતી સંતાન પ્રાપ્તી માટે ઝૂરતા હોય છે. ત્યારે આ દંપતીએ પુત્ર અને પુત્રીની હત્યા શા માટે કરી? એ રહસ્ય ભેદવા બન્નેની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી 8 અને 12 વર્ષના બાળકની એવી તો શું ભૂલ થઇ કે માતા-પિતાએ બન્નેને મારી નાખ્યા?

(આવતી કાલે કચ્છ ડબલ મર્ડર ભાગ-3માં વાંચો, બીજી પત્નીને ખુશ કરવા પતિએ પહેલી પત્નીના 2 સંતાનની હત્યા કરી)

X
crime story: kutchh double murder case part-2
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી