• Home
  • Youth Zone
  • Achievement
  • Ajinkya Kottar became the first Indian youth to take 18 patents, inspired by Sonam Wangchuk, famous for the film '3 Idiots'

સિદ્ધિ / અજિંક્ય કોત્તાવાર 18 પેટન્ટ લેનારો પ્રથમ ભારતીય યુવક બન્યો, ફિલ્મ '3 ઈડિયટ્સ'થી પ્રખ્યાત થયેલાં સોનમ વાંગચૂકમાંથી પ્રેરણા લીધી હતી

Ajinkya Kottar became the first Indian youth to take 18 patents, inspired by Sonam Wangchuk, famous for the film '3 Idiots'

  • નદીનું પાણી ઘરે લઇ જઇએ ત્યાં સુધીમાં તેને પીવાલાયક ફિલ્ટર બનાવ્યું છે
  • અઢી હજાર કન્સેપ્ટ શીખવતા ગણિતના 500 મોડલ બનાવ્યા 
     

divyabhaskar.com

May 13, 2019, 04:08 PM IST

નાગપુરઃ અજિંક્ય કોત્તાવારનો જન્મ નાગપુરમાં થયો હતો. તેનું મૂળ ગામ યવતમાલ જિલ્લાનું પાટનબોરી છે. પિતા રવીન્દ્ર પાટનબોરીમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા. માતા સ્કૂલમાં ટીચર હતી. અજિંક્યનો નવમા ધોરણ સુધીનો અભ્યાસ પાટનબોરીમાં થયો. આગળના અભ્યાસ માટે તે યવતમાલ આવી ગયો પણ સ્કૂલમાં મન નહોતું લાગતું. 'થ્રી ઇડિયટ્સ' ફિલ્મથી મશહૂર થયેલા સોનમ વાંગચુકનો વાઇરસ અજિંક્યની અંદર ઘૂસેલો હતો. એટલે જ તે સંશોધક બનવા ઇચ્છતો હતો. માતા-પિતાને ખબર પડી તો તેમણે ઠપકો આપ્યો કે પહેલાં ગ્રેજ્યુએશન કરી લે, પછી જે કરવું હોય તે કરજે. સારા માર્ક્સ લાવીશ તો નોકરી સારી મળશે. ધો.12 પછી અંજિક્યે મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું ત્યારે તેની દબાયેલી પ્રતિભાને પાંખો લાગી. 2013માં અજિંક્ય સેકન્ડ યરમાં 21 વર્ષનો હતો ત્યારે તેણે 'અ વેરિએબલ વોલ્યૂમ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલી' યંત્ર બનાવ્યું. તેને કોઇ કારમાં ફિટ કરવાથી તે જુદા-જુદા સીસીમાં બદલાઇ શકતી હતી. આ શોધ અંગે અજિંક્યે એક મોટી ભારતીય કાર ઉત્પાદક કંપનીનો સંપર્ક કર્યો તો તેમણે વખાણ કર્યા. પરંતુ સાથે એમ પણ કહ્યું કે કોમર્શિયલી આ પરવડે તેમ નથી.


2013માં આગળના અભ્યાસ માટે અજિંક્ય NIT સિલચરમાં ગયો. ત્યાં તે આસપાસના ગામવાસીઓને મળીને તેમની પરેશાનીઓ સમજવાં લાગ્યો. ત્યાં તેણે ચાની પત્તીઓમાંથી બાયોડીઝલ બનાવ્યું પણ કોલેજ મેનેજમેન્ટને તે ન ગમ્યું. કોલેજે કહ્યું કે અહીં આ બધું નહીં કરી શકો. તેથી તેણે કોલેજ જ છોડી દીધી. અંજિક્યને પુસ્તકો અને ડિગ્રીમાં રસ નહોતો. તે જ વર્ષે તેણે એક નવો પ્રયોગ કર્યો, જેમાં તેણે એક એવી કાર બનાવી જે ડીઝલ અને પેટ્રોલ બન્નેથી ચલાવી શકાતી હતી. પેટન્ટ કરાવીને મહિન્દ્રા કંપનીને બતાવી તો તેમણે એસ્ટિમેટ બનાવીને કહ્યું કે આ ટેક્નિક બહુ મોંઘી પડશે. જો કાર માર્કેટમાં ન ચાલી તો? 2015માં અજિંક્યે એન્જિનિયરિંગ પૂરું કર્યું અને તે સમયે તેણે વોટર ફિલ્ટર બનાવ્યું. આ વિશે તેણે વાત કરતાં જણાવ્યું કે, 'અમારા ગામમાં નદી છે પણ વોટર સપ્લાય સિસ્ટમ ન હોવાથી વાસણોમાં પાણી લાવવું પડતું હતું. મેં 200 લીટરના એક ડ્રમમાં ફિલ્ટર લગાવી તેને પૈડાંવાળી ગાડી પર ફિટ કરી દીધું. નદીનું પાણી ઘરે લાવતી વખતે રસ્તામાં ડ્રમ ફરતું હતું, જેના કારણે પાણી ઘરે પહોંચે ત્યાં સુધીમાં પીવાલાયક બને તેટલું ફિલ્ટર થઇ જતું હતું. ગામવાસીઓ ખુશ થયા.'


ત્યારબાદ અજિંક્યે બીજો એક પ્રોજેક્ટ શરૂ કર્યો. દેશમાં બનેલી બેટરીવાળી કાર એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ 120 કિ.મી. ચાલે છે. અજિંક્યે હાઇબ્રિડ ટેક્નિકનો ઉપયોગ કરીને સાબિત કર્યું કે બેટરી ખતમ થઇ ગયા બાદ તે જ કાર બે લિટર ફ્યુઅલમાં બીજા 160 કિ.મી. ચાલશે. મતલબ કે બેટરી અને બે લીટર ફ્યુઅલમાં 280 કિ.મી. ઇન્વેન્શન ઉમેરાયા બાદ ગાડી હવે ફ્યુઅલ અને બેટરીથી 300 કિ.મી. ચાલે છે. એક કાર કંપનીને અજિંક્યની પેટન્ટ ગમી ગઈ. હાલ અજિંક્ય એ કાર કંપની સાથે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે.


આ સમય દરમિયાન 12 શોધની પેટન્ટ પોતાના નામે કરાવીને અજિંક્ય 2016માં સોનમ વાંગચુકને મળવા લદાખ ગયો. તેમણે કહ્યું કે, તમારા ક્ષેત્રમાં પોતાના લોકો વચ્ચે કામ કરો, એ લોકોને તમારી જરૂર હશે. 26 વર્ષની ઉંમરે 18 શોધની આં.રા.પેટન્ટ અજિંક્યના નામે છે. આ ઉંમરે આવી સિદ્ધિ હાંસલ કરનારો અજિંક્ય પહેલો ભારતીય છે. અજિંક્ય થોડા સમય બાદ યવતમાલ જિલ્લાની સ્કૂલ-કોલેજોમાં ગ્રાઉન્ડ પર બાળકો સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા લાગ્યો. બીજી સંસ્થાઓએ પણ તેને આવું કરવાની મંજૂરી આપી. તેથી તેણે જુદા જુદા ક્ષેત્રે કામ કરતા લોકોની ટીમ બનાવી અને બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું. યવતમાલમાં આશરે 22 હજાર છાત્રોને અજિંક્ય ભણાવી ચૂક્યો છે.


2018માં અજિંક્યે 'જ્ઞાન ફાઉન્ડેશન'ની સ્થાપના કરી. જેમાં અજિંક્યે પાંચમાથી દસમા ધોરણ સુધીના અભ્યાસક્રમનું મોડેલ બનાવ્યું, જેથી બાળકો વાંચીને નહીં પણ જોઈને અને પ્રયોગો કરીને નિષ્ણાત બની શખે. શિક્ષણના સરળીકરણ માટે તેણે ચાર હજારથી વધુ પ્રોજેક્ટ બનાવ્યા. ગણિતને સરળ બનાવવા 500 નવા મોડેલ બનાવ્યા, જેનાથી 2,500 કોન્સેપ્ટ શીખી શકાય છે. વિજ્ઞાન, ભૂગોળ અને ઈતિહાસના પણ પ્રોજેક્ટ બનાવ્યા, જેમાં છાત્રોને જ્ઞાન સાથે ગમ્મત થિયરીના આધારે ભણાવ્યા. ડિસેમ્બર 2018માં યવતમાલમાં એક્ટિવિટી સેન્ટર શરૂ કર્યું. અજિંક્ય રાજ્યમાં આવા 12 સેન્ટર શરૂ કરવા ઈચ્છે છે. અહીં કામ કરતા વોલન્ટિયર્સને તે તાલીમ પણ આપે છે. જે પોતાના ગામમાં જઈને બાળકોને ભણાવશે.


પોતાની કેટલીક શોધો વિશે અજિંક્યે જણાવતાં કહ્યું કે, 'એડવાન્સ સોલર સિસ્ટમ પર કામ કરી રહ્યો છું. એજ્યુકેશન સિસ્ટમ- 4000 પ્રયોગ મોટા ભાગે સ્કૂલોમાં ઉપયોગી થઈ રહ્યા છે. 70 કિ.મી.થી વધુ માઈલેજ આપતી કાર પણ મેં બનાવી છે. તેના પર મહિન્દ્રા સાથે કામ કરી રહ્યો છું. 150 કિ.મી. પ્રતિ લિટરથી વધુ એવરેજ આપતું ટુ વ્હિલર બનાવ્યું છે. પોર્ટેબલ મોબાઈલ ચાર્જર, જે વ્હિકલ ચલાવતી વખતે હવાથી ચાર્જિંગ કરે છે. વોટર હાર્વેસ્ટિંગ, વ્હિકલ ટ્રેકિંગ & એક્સિડેન્ટલ સિસ્ટમથી ચોરાયેલી કાર પકડી શકાય છે. દુર્ઘટના થાય ત્યારે સ્વજનોને લોકેશન પણ મળી જાય છે.'

X
Ajinkya Kottar became the first Indian youth to take 18 patents, inspired by Sonam Wangchuk, famous for the film '3 Idiots'
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી