• Home
  • Youth Zone
  • Achievement
  • 49-year-old Kami Rita surpassed Mount Everest for the 23rd time, the only mountaineer to reach the top of this time

સિદ્ધિ / 49 વર્ષીય કામી રિતાએ 23મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, આટલી વખત ટોચ પર પહોંચનારા એકમાત્ર પર્વતારોહક

divyabhaskar.com

May 16, 2019, 10:11 AM IST
49-year-old Kami Rita surpassed Mount Everest for the 23rd time, the only mountaineer to reach the top of this time

  • 24 વર્ષની ઉંમરમાં પ્રથમ પર્વતારોહણ કર્યું હતું

યૂથ ઝોન ડેસ્ક: બુધવારે નેપાળના પર્વતારોહણ કામી રિતાએ 23મી વખત માઉન્ટ એવરેસ્ટનું સફળતા પૂર્વક ચડાણ કર્યું છે. કામી દુનિયાની સૌથી ઊંચી ટોચ પર 23 વાર પહોચનારા એકમાત્ર વ્યક્તિ છે. 49 વર્ષીય કામી સોલુખુંબુ જિલ્લાના થામે ગામના રહેવાસી છે. વર્ષ 2018માં 16 મે ના રોજ તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો.

બેઝ કેમ્પના પદાધિકારીના જણાવ્યા અનુસાર, કામીએ મંગળવારે રાત્રે ચડાણ શરુ કર્યું હતું. બુધવાર એટલે કે 15 મે ના સવારે 7 વાગ્યા સુધીમાં તો તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા હતા. માત્ર માઉન્ટ એવરેસ્ટ જ નહીં, પણ તે સિવાય તેઓ કે-2, ચો-ઓયુ અને અન્નપૂર્ણા પર્વતને પણ સર કરી ચૂક્યા છે.

કામીએ તેમના જીવનકાળ દરમિયાન પ્રથમ પર્વતારોહણ માત્ર 24 વર્ષની ઉંમરમાં વર્ષ 1994માં કર્યું હતું. તે સમયે તેઓ બોલ્યા હતા કે, હું આ ટોચને 25 કે તેથી વધારે વખત સર કરવા માગુ છું. આ સીઝનમાં અત્યાર સુધી 1000 લોકો માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચી ગયા છે.

X
49-year-old Kami Rita surpassed Mount Everest for the 23rd time, the only mountaineer to reach the top of this time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી