વુમન એમ્પાવરમેન્ટ / 100% નેચરલ સેનેટરી નેપકીન બનાવતી કંપની ‘કારમેસી’ની સ્થાપક 26 વર્ષીય તન્વી જોહરી

26-year-old Tanvi Johri, founder of 100% natural sanitary napkin company'Carmessi'
26-year-old Tanvi Johri, founder of 100% natural sanitary napkin company'Carmessi'
X
26-year-old Tanvi Johri, founder of 100% natural sanitary napkin company'Carmessi'
26-year-old Tanvi Johri, founder of 100% natural sanitary napkin company'Carmessi'

  • તન્વીએ 25 વર્ષની ઉંમરે 2017માં ઈ-કોમર્સ કંપની ‘કારમેસી’ની સ્થાપના કરી હતી
  • તન્વી જોહરીનું નામ ફોર્બ્સ ઇન્ડિયાના 30 અન્ડર 30 લિસ્ટમાં પણ સામેલ થયું હતું

divyabhaskar.com

May 16, 2019, 08:49 AM IST

યુથ ડેસ્ક: ભારતમાં હજુ પણ લોકો માસિક સ્ત્રાવને લઈને ખુલીને વાત કરવામાં શરમ અનુભવે છે. અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘પેડમેન’ આવ્યા બાદ દેશમાં ઘણો સુધારો થયો છે પરંતુ, હજુ પણ જોઈએ એટલી અવેરનેસ નથી. મહિલાઓ મેન્સ્ટ્રુઅલ હાઇજીનને લઈને સજાગ હોતી નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તન્વી જોહરીએ ‘કારમેસી’ કંપનીની સ્થાપના કરી. તે કંપનીની CEO પણ છે. આ કંપની 100% નેચરલ સેનેટરી નેપકીન બનાવે છે. તેમાં કોઈ જ હાનિકારક સિન્થેટિક કે કેમિકલ નથી. દિલ્હી બેઝ આ ઈ-કોમર્સ કંપની સેફ અને હાઇજેનિક પેડ ઓફર કરે છે. તન્વી જોહરીનું નામ ફોર્બ્સ ઇન્ડિયાના 30 અન્ડર 30 લિસ્ટમાં પણ સામેલ થયું હતું.

‘કારમેસી’

1. ક્યાંથી વિચાર આવ્યો?

26 વર્ષીય તન્વી જોહરીએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 વર્ષથી તે પિરિઅડમાં થાય છે અને માર્કેટમાં મળતા પેડથી તેને એલર્જી અને રેશીશ થઇ જતા. ઉપરાંત પેડનો યોગ્ય રીતે નિકાલ કરવાની પણ લપ રહેતી. ભૂતકાળના અનુભવોને આધારે તેણે ઇન્ડસ્ટ્રી વિશે રિસર્ચ કરવાનું શરૂ કર્યું. ત્યારે તેને ખબર પડી કે સેનેટરી પેડ બ્રાન્ડ માટે પેડ બનાવવામાં કઈ સામગ્રી વપરાઈ છે તે જાહેર કરવું અનિવાર્ય નથી હોતું. તેને લાગ્યું કે તેની જેમ ઘણી બધી મહિલાઓ આ વાતથી અજાણ હશે કે તેઓ તેના સૌથી સેન્સિટિવ બોડી પાર્ટ માટે સિન્થેટિકનો ઉપયોગ કરે છે. બસ ત્યારે તેને થયું કે, તેણે આ માટે કંઈક કરવું જોઈએ. તેણે નક્કી કર્યું કે, મહિલાઓને એવી પ્રોડક્ટ પૂરી પાડવી જે તેની કેર કરે અને માત્ર એટલું જ નહીં તે તેમને એજ્યુકેટ કરે અને સમર્થ પણ બનાવે.

2. ‘કારમેસી’ની સ્થાપના

તન્વીએ 25 વર્ષની ઉંમરે 2017માં ઈ-કોમર્સ કંપની ‘કારમેસી’ની સ્થાપના કરી. ‘કારમેસી’ પ્રીમિયમ, સંપૂર્ણ નેચરલ પેડ ઓફર કરે છે જે તમામ નેચરલ ઇન્ગ્રીડિઅન્ટથી બનેલા છે. તેનું પેકીંગ એક સુંદર બોક્સમાં કરવામાં આવે છે. તેની સાથે ડિસ્પોસલ બેગ પણ આપવામાં આવે છે. ઉપરાંત કસ્ટમર તેની જરૂરિયાત મુજબ અલગ-અલગ સાઈઝના પેડ પસંદ કરી શકે છે. તેની ડિલિવરી પણ પિરિયડની ડેટ મુજબ કરાવી શકાય છે.

3. પડકારોનો સામનો

તન્વીએ દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી કેમેસ્ટ્રીની બેચલર ડિગ્રી લીધા બાદ માર્કેટિંગમાં MBA કર્યું હતું. તન્વીએ પોતાની કંપની શરૂ કરતાં પહેલાં માત્ર 9 મહિનાનો જ જોબનો અનુભવ લીધો હતો. તેણે તેના પ્રોફેશનલ કરિયરની શરૂઆત એક ઓનલાઇન ટ્રાવેલ સ્ટાર્ટઅપ સાથે કરી હતી. ત્યારબાદ તેણે 2017માં તો ખુદની કંપની શરૂ કરી દીધી. તેની પાસે બિઝનેસનો કોઈ જ અનુભવ ન હતો. તે એક તેના માટે પડકાર હતો. ઉપરાંત લોકો હજુ માસિકને લઈને એટલા બધા અવેર નથી, માટે તેમને આ વિશે જાગૃત કરવા તે પણ મોટો પડકાર હતો. 

4. કારમેસી પેડની ખાસિયત

કારમેસી પેડની ઉપરની શીટ કોર્નસ્ટાર્ચથી બનેલી છે જ્યારે વચ્ચેનું લેયર જે બ્લડને એબ્સોર્બ કરે છે તે બામ્બુ ફાઈબરથી બનેલું હોય છે. પેડનું નીચલું લેયર કોર્ન આધારિત બાયોપ્લાસ્ટિકનું બનેલું છે. આ દરેક વસ્તુ પેડને સંપૂર્ણપણે નેચરલ બનાવે છે. આ પેડ હાર્મફુલ સિન્થેટિક અને કેમિકલ વગરના છે.

5. કારમેસી નામ પાછળની સ્ટોરી

કારમેસી સ્પેનિશ શબ્દ છે જેનો અર્થ લાલ રંગ થાય છે. તન્વીનું કહેવું હતું કે, વર્ષોથી સેનેટરી પેડની જાહેરાતમાં બ્લુ રંગ જ બતાવવામાં આવે છે. અમે અમારા બ્રાન્ડ નામ સાથે લોકોની પિરિયડ સાથે જોડાયેલી મેન્ટાલિટીની બદલવા માગતા હતા.

6. કંપનીનો ગ્રોથ

‘કારમેસી’ હાલ દર મહિને 4000થી વધુ કસ્ટમરને સર્વિસ આપે છે. કંપની મહિને દર મહિને 30%નો ગ્રોથ કરી રહી છે. કંપનીના 10 પેડની શરૂઆતની પ્રાઇસ 349 રૂપિયા છે. કંપનીની વેબસાઈટ ઉપરાંત આ પેડ ‘Amazon, Flipkart, Nykaa અને Purplle’ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

7. ફ્યુચર પ્લાન

તન્વી સંપૂર્ણ નેચરલ પેડની સાથે માસિક દરમ્યાન જરૂર પડતી તમામ પ્રોડક્ટ ઓફર કરવા ઈચ્છે છે જે મહિલાઓની કેર કરી શકે. ઉપરાંત તેઓ પેડનું પેકેજિંગ પણ સંપૂર્ણપણે બાયોડિગ્રેડબલ બનાવવા માટે કામ કરી રહ્યા છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી