સિદ્ધિ / 20 વર્ષના ચિન્મય પ્રભુએ પાણીની અંદર 1.48 મિનિટમાં 9 ક્યૂબ સોલ્વ કર્યા, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો

20 year old Chinmay Prabhu solved 9 cubes in 1.48 minutes inside the water, Guinness World Record

  • ચિન્મયે જણાવ્યું કે તેણે 5 વર્ષ પહેલાં જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી, આ સફળતાથી ખુશ છું
  • પિતાએ કહ્યું - મેં તો માત્ર પ્રોત્સાહન આપ્યું હતું, બાકી તેની મહેનતનું ફળ છે
     

divyabhaskar.com

May 20, 2019, 01:36 PM IST

મુંબઈઃ મુંબઈના રહેવાસી ચિન્મય પ્રભુએ પાણીની અંદર 9 પિરામિડ્સ (પિરામિડ આકારના રૂબિક ક્યૂબ્સ) સોલ્વ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી લીધું છે. આ સફળતાની ખુશી વ્યક્ત કરતાં ચિન્મયે જણાવ્યું કે, 'મને ક્યૂબિંગ અને સ્વિમિંગ કરવાનો શોખ છે. બસ અહીંથી જ મને કંઈક નવું કરવાનો વિચાર મનમાં આવ્યો. મેં વિચાર્યું કે આ બંનેને મિક્સ કરીને કંઇક નવું બનાવી શકાય. મેં ગિનીસ બુકને આ વિશે પૂછ્યું કે આ પ્રકારનો કોઈ રેકોર્ડ પહેલાં બન્યો છે કે નહીં. તેમનો જવાબ ન આવતાં મેં આ રેકોર્ડ બનાવવા માટે મહેનત કરવાનું શરૂ કરી દીધું.'


પાંચ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યો હતો
મીડિયા સાથે વાત કરતાં ચિન્મયે જણાવ્યું કે, 'મેં પાંચ વર્ષ પહેલાં જ પાણીની અંદર રહેવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી. પછી ધીમે-ધીમે પાણીની અંદર શ્વાસ રોકવાનો સમય વધાર્યો. હું પહેલાં 30થી 35 સેકન્ડ સુધી જ પાણીમાં શ્વાસ રોકી શકતો હતો. પરંતુ પછી 1 મિનિટ 50 સેકન્ડ સુધી પાણીમાં શ્વાસ રોકવામાં સફળ થયો અને મને આ સિદ્ધિ મળી. મેં પહેલાં વિચાર્યું હતું કે જો હું ચાર કે પાંચ રૂબિક ક્યૂબ સોલ્વ કરીશ તો કોઇ દિવસ મારો આ રેકોર્ડ તૂટી જશે. એટલે મેં 9 રૂબિક સોલ્વ કર્યાં.'


હવે કોચિંગ આપે છે
ચિન્મય હવે પોતાનામાં રહેલું ટેલેન્ટ બીજા લોકોને પણ શીખવાડે છે. તેણે સ્વિમિંગની અંદર રૂબિક ક્યૂબ સોલ્વ કરવાનું કોચિંગ આપવાનું શરૂ કરી દીધું છે. જોકે, આ સાથે ભણવાનું મેનેજ કરવાનું હોવાથી તે વીકેન્ડમાં ક્લાસ ચલાવે છે. ચિન્મયનો સૌથી નાનો વિદ્યાર્થી 4 વર્ષનો છોકરો છે. ચિન્મયના પિતા પ્રદીપ પ્રભુનું કહેવું છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યું કે ચિન્મય આટલી નાની ઉંમરે આવો કોઈ રેકોર્ડ બનાવી શકશે. જ્યારે તેણે ક્યૂબિંગ શરૂ કર્યું હતું તો તેમણે માત્ર ચિન્મયને તેમાં આગળ વધવા પ્રોત્સાહન આપ્યું હતું.

X
20 year old Chinmay Prabhu solved 9 cubes in 1.48 minutes inside the water, Guinness World Record
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી