આત્મવિશ્વાસ / 15 વર્ષીય વિગ આર્ટિસ્ટ ટ્રીન્ટન લી, લોકો હેરાન કરતાં તેમ છતાં તેણે પોતાના પેશનને બિઝનેસમાં ફેરવ્યું

divyabhaskar.com

May 14, 2019, 06:59 PM IST
15 year old Trenton Lee turns his passion into business despite of bullying
15 year old Trenton Lee turns his passion into business despite of bullying
15 year old Trenton Lee turns his passion into business despite of bullying
X
15 year old Trenton Lee turns his passion into business despite of bullying
15 year old Trenton Lee turns his passion into business despite of bullying
15 year old Trenton Lee turns his passion into business despite of bullying

 • ટ્રીન્ટન લી ‘trenton luxe couture’નો ફાઉન્ડર
 • અમેરિકન રેપર કાર્ડી બી, એક્ટ્રેસ ટિશિના આર્નોલ્ડ સહિત હોલિવૂડની નામી હસ્તીઓ માટે વિગ બનાવી ચૂક્યો છે 

યુએસ: યુએસનો 15 વર્ષીય ટ્રીન્ટન લી વિગ આર્ટિસ્ટ છે. તે વિગ બનાવવાનું જાતે જ શીખ્યો છે. ટ્રીન્ટનને બાળપણથી જ વિગ બનાવવાનો શોખ હતો અને તેણે પોતાના પેશનને પ્રોફેશનમાં બદલી દીધું. તેણે ‘લક્સ બાય ટ્રીન્ટન લી’ (luxe by trenton lee)ની શરૂઆત કરી જેમાં તે વિગ બનાવીને વેચે છે. ટ્રીન્ટન હેર સ્ટાઇલિસ્ટ પણ છે. તે ‘trenton luxe couture’નો ફાઉન્ડર છે. ટ્રીન્ટન 2 વર્ષનો હતો ત્યારે ટોઈલેટ પેપરથી રમતો અને તેને વાળની જેમ ડિઝાઇન કરતો. તેણે પોતાના પેશનને ફોલો કર્યું અને 15 વર્ષની ઉંમરે ઘણી નામના મેળવી. ટ્રીન્ટન લી અમેરિકન રેપર કાર્ડી બી સહિત અનેક નામી હસ્તીઓ માટે પણ વિગ બનાવી ચૂક્યો છે.

વિગ આર્ટિસ્ટ ટ્રીન્ટન લી

લોકો મારતા છતાં પેશન ન છોડ્યું
1.

ટ્રીન્ટન લી કિન્ડર ગાર્ટનમાં હતો ત્યારથી લોકો તેને બુલી કરતા હતા. જેમ-જેમ તે મોટો થતો ગયો તેમ-તેમ લોકો તેના વિગ બનાવવાના પેશનને કારણે તેને હેરાન કરતા. સ્કૂલના વિદ્યાર્થી તેને મારતા. ટ્રીન્ટને જણાવ્યું કે, મેં બાળપણથી આનો સામનો કર્યો છે. લોકો તેને હેરાન કરતા છતાં તેણે પોતાનું પેશન ન છોડ્યું.

ટર્નિંગ પોઇન્ટ
2.

ટ્રીન્ટન લીને જયારે લોકો તેના પેશન બદલ ખૂબ મારતા ત્યારે તેની માતાએ ફેસબુક પર લોકોની મદદ માગી. ત્યારે અમેરિકન કોમેડિયન ‘સેડ્રિક ધ એન્ટરટેઈનરે’ તેને ઈન્સ્પિરેશનલ વીડિયો મેસેજ મોકલ્યો. તે વીડિયો જોઈને ટ્રીન્ટન ઘણો ઇન્સ્પાયર થયો અને તે વીડિયોને ટ્રીન્ટન તેની લાઇફનો ટર્નિંગ પોઇન્ટ ગણાવે છે. ત્યારબાદ તેણે પોતાના પેશનને વધુ દૃઢ રીતે ફોલો કરવાનું નક્કી કર્યું અને તેને બિઝનેસમાં કન્વર્ટ કર્યું.

જાતે શીખીને આગળ આવ્યો
3.

13 વર્ષની ઉંમરે તેણે પૈસા બચાવીને પહેલી વિગ ખરીદી હતી. તેણે તે વિગ પર કામ કરીને તેને નવો લુક આપ્યો. તે તેના ઘરના બેઝમેન્ટને સ્ટુડિયો બનાવીને તેમાં કામ કરે છે. 

પોપ્યુલારિટી
4.

ટ્રીન્ટન લી 200થી વધુ વિગ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ માટે બનાવી ચૂક્યો છે. તે ન્યૂ યોર્કની ‘બ્યુટીકોન’ ઇવેન્ટમાં આમંત્રિત થયો હતો જ્યાં તેણે તે વિગ કેમ બનાવે છે તે લોકોને દેખાડ્યું હતું. તે ટીવી પરના ઘણા શોમાં પણ આવી ચૂક્યો છે. ‘સ્ટીવ શો’માં પણ તે હાજરી આપી ચૂક્યો છે. અમેરિકન એક્ટ્રેસ ટિશિના આર્નોલ્ડે ખાસ વીડિયો બનાવીને ટ્રીન્ટન લીની વિગનાં વખાણ કર્યાં હતાં. અમેરિકન રેપર કાર્ડી બીએ પણ ટ્રીન્ટનની વિગ પહેરી હતી. હાલ ટ્રીન્ટનના ઇન્સ્ટાગ્રામ પર 24,000 હજારથી પણ વધુ ફોલોઅર્સ છે.

COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી