• Home
  • Youth Zone
  • Achievement
  • 11 year old Sunny Pawar got the 'Best Child Actor' award for 'Chippa' in New York Indian Film Festival in 2019

સિદ્ધિ / મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા 11 વર્ષના સની પવારને 'ચિપ્પા' ફિલ્મ માટે 'બેસ્ટ ચાઈલ્ડ એક્ટર' એવોર્ડ મળ્યો

11 year old Sunny Pawar got the 'Best Child Actor' award for 'Chippa' in New York Indian Film Festival in 2019

  • આની પહેલાં સની પવાર ઇન્ટરનેશનલ ફિલ્મ' લાયન'માં કામ કરી ચૂક્યો છે
  • 19માં ન્યૂ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં એવોર્ડ મળ્યો
  • તેના પિતા મહારાષ્ટ્રમાં  સફાઈ કર્મચારી છે

divyabhaskar.com

May 16, 2019, 04:25 PM IST

યૂથ ઝોન ડેસ્ક: 19માં ન્યૂ યોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં 11 વર્ષના સની પવારને 'શ્રેષ્ઠ બાળ અભિનેતા'નો એવોર્ડ મળ્યો. સનીને આ એવોર્ડ 'ચિપ્પા' ફિલ્મ માટે મળ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર સફદાર રહેમાન છે.

સની મુંબઈના કુચી કુર્વી નગરની ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેના પિતા મહારાષ્ટ્રમાં સરકારી સફાઈ કર્મચારી છે. એવોર્ડ જીત્યા બાદ તેણે કહ્યું કે , હું મોટો થઈને સારો એક્ટર બનવા માગુ છું. રજનીકાંત મારા આદર્શ અભિનેતા છે. જો મને તક મળે તો તો બોલિવૂડ અને હોલિવૂડ અમે બંને ફિલ્મોમાં કામ કરવા ઇરછું છું.

ઓસ્ટ્રેલિયાના ડિરેક્ટર ગર્થ ડેવિસની સાથે સની 'લાયન' ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે. વર્ષ 2012માં આ ફિલ્મ આવી હતી. સનીની 'લાયન' ફિલ્મ ઓસ્કરમાં 'બેસ્ટ યંગ પરફોર્મર'ની કેટેગરીમાં નોમિનેટ થઈ હતી.આ ઉપરાંત તે નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ 'સેક્રેડ ગેમ્સ'માં પણ દેખાયો હતો. હાલ તે મરાઠી ફિલ્મ 'અ બ ક'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

'ચિપ્પા' ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં એવા બાળકની સ્ટોરી છે, જે કોલકાતાની ગલીઓમાં તેના ખોવાયેલા પિતાને શોધે છે. આ ફિલ્મ 90 મિનિટની છે.

X
11 year old Sunny Pawar got the 'Best Child Actor' award for 'Chippa' in New York Indian Film Festival in 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી