દાહોદ / મહિલા આઇટીઆઇના બેઝિક કોસ્મેટોલોજી કોર્સને લીધે અનેક યુવતીઓ પગભર બની

Women ITIs Basic Cosmetology Course Many young women become pregnant

  • આ કોર્સ કરી યુવતીઓ પોતાનું બ્યુટી પાર્લર ખોલીને બિઝનેસ કરે છે
  • દર મહિને યુવતીઓને. ૪૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ મળે છે
  • અહીંથી મેળવેલું તાલીમનું પ્રમાણપત્ર વિદેશમાં પણ માન્ય છે

Divyabhaskar.com

Sep 09, 2019, 02:20 PM IST

યૂથ ઝોન ડેસ્ક: દાહોદ જિલ્લાની મહિલા આઇટીઆઇમાં ચલાવતા બેઝીક કોસ્મેટોલોજીના કોર્સમાં તમામ આધુનિક સુવિધાઓ અને સગવડ સાથે છાત્રાઓને થીયરી અને પ્રેકટીકલ સાથેની તાલીમ આપે છે. આ કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યા બાદ છાત્રાઓ પોતાનું સ્ટેટસ 'સેલ્ફ એમ્પલોયી' જણાવે છે, અને પોતાનું બ્યુટી પાર્લર ખોલીને બિઝનેસ કરી રહી છે. તો કેટલીક છાત્રાઓ કોર્સ બાદ સારા પગારની નોકરી મેળવીને કુંટુંબને સહાય કરી રહી છે.

યુવતીઓ અભ્યાસની સાથે આ કોર્સ કરીને કમાણી કરે છે
ઘણી છાત્રાઓ તો ભણતાં ભણતાં જ કમાણી શરૂ કરી દીધી છે. કૌટુંબિક જવાબદારીઓ નિભાવવાની સાથે જોબ-બિઝનેશ થી લઇને પાર્ટટાઇમ કામ કરીને પણ પગભર થઇ શકાતું હોય યુવતીઓનો આ માનીતો કોર્સ છે. છેલ્લા ૧૦ વર્ષથી ચાલતા આ કોર્સમાં હાલમાં ૬૫ છાત્રાઓ તાલીમ મેળવી રહી છે.

દર મહિને રૂ. ૪૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે
મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના બેઝિક કોસ્મેટોલોજીના કોર્સમાં આ ક્ષેત્રના તમામ આધુનિક પ્રવાહોથી છાત્રાઓને અવગત કરાવાય છે. અત્યાધુનિક સાધન સુવિધાઓથી સજ્જ વાતાનુકુલીત વર્ગખંડમાં છાત્રાઓને મેકઅપ, હેરસ્ટાઇલ, હેરકલર, ફેસીયલ, મેનીકયોર, પેડીકયોર જેવા પાશ્ચાત શૃંગાર ઉપરાંત ભારતીય પરંપરા મુજબના મહેંદી, બીંદી, નેઇલ આર્ટ, સાડી પરીધાન વગેરે શીખવવામાં આવે છે. નવી સદી સાથે તાલથી તાલ મીલાવીને ચાલી શકે તે માટે પર્સનાલીટી ડેવલપમેન્ટ અને કમ્યુનીકેશન સ્કીલનો પણ કોર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છાત્રાઓને આ કોર્સ માટેનાં મોંઘા મટીરીયલ અને સાધનો પણ રાજય સરકાર તરફથી નિઃશુલ્ક પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત તાલીમાર્થીઓને નિઃશુલ્ક બસ પાસ, સાયકલ, અને દર મહિને રૂ. ૪૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. અહીંથી મેળવેલું તાલીમનું પ્રમાણપત્ર વિદેશમાં પણ માન્ય છે.

'પરિવારને મદદ કરી રહી છું'
રાણાપુરની વિદ્યાર્થી સીતા નીમ્બેચીયાએ કહ્યું કે, તાલીમ પૂર્ણ કર્યા બાદ આર્થિક રીતે સ્વનિર્ભર બની છુ. કુંટુંબની આર્થિક સ્થિતી સારી નહતી પરંતુ આ કોર્સ કર્યા બાદ શરૂમાં સ્વતંત્ર રીતે અવસર પ્રસંગે ઓર્ડરો મેળવી સારી આવક મેળવી શકતી હતી. હાલમાં બ્યુટી પાર્લરમાં નોકરી કરી સાત હજારનો પગાર મેળવુ છુ અને કુંટુંબને મદદરૂપ થઇ રહી છું.

X
Women ITIs Basic Cosmetology Course Many young women become pregnant

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી