• Home
  • Youth Zone
  • Interesting
  • Two friends started 'Revive Auto' startup, providing good service to the customer if the car has dents and scratches

સ્ટાર્ટઅપ / બે મિત્રોએ 'રિવાઇવ ઓટો' સ્ટાર્ટઅપ શરૂ કર્યું, કારમાં ડેન્ટ અને સ્ક્રેચ પડે તો ગ્રાહકને ઓછા પૈસામાં સારી સર્વિસ આપે છે

Two friends started 'Revive Auto' startup, providing good service to the customer if the car has dents and scratches

Divyabhaskar.com

Nov 07, 2019, 01:20 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ જો આપણી કાર પર નાનો ડેન્ટ અથવા સ્ક્રેચ પણ પડે તો આપણો જીવ બળી જાય છે અને કાર જ્યારે નવી હોય ત્યારે તો વધારે દુઃખ થાય છે. ગાડીમાં પડેલો ડેન્ટ અથવા સ્ક્રેચ દેખાવમાં ભલે નાનો હોય પરંતુ તે આખી ગાડીનો દેખાવ બગાડી નાખે છે.
ગ્રાહક તરીકે કોઇપણ વ્યક્તિ આવા નાના ડેન્ટ્સ અને સ્ક્રેચેસિઝથી કારને દૂર જ રાખવા માગે છે કારણ કે, જો આ ડેન્ટ સુધારવા માટે કારને કંપનીના શોરૂમ અથવા સર્વિસ સેન્ટર પર કારને લઈ જવામાં આવે તો મોટા ખાડામાં ઉતરી જવાય છે. શોરૂમવાળા નાનો ડેન્ટ ઠીક કરવા માટે હજારો રૂપિયા લઈ લે છે. જો ગ્રાહકો ડેન્ટ અથવા પેઇન્ટને ઠીક કરાવવા માટે શોરૂમને બદલે રસ્તાના કોઈ લોકલ શોપ અથવા ગેરેજમાં જાય તો માલની ગુણવત્તા પ્રત્યે સંદેહ રહે છે.

ગ્રાહકની આ બંને સમસ્યાઓના સમાધાન માટે હરિયાણાના બે મિત્રો બે મિત્રો અતિશાય જૈન અને શિખર દુબેએ એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. જેને 'રિવાઇવ ઓટો' નામ આપવામાં આવ્યું છે, જ્યાં કારની બોડી પર પડેલા નાના ડેન્ટ અથવા સ્ક્રેચને કારનો દેખાવ બગાડ્યા વગર ઠીક કરવામાં આવે છે. અતિશય જૈને પોતાનાં સ્ટાર્ટઅપ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, 'અત્યારે અમારી પાસે એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે અમે એકસાથે 250 કાર્સનું ડેન્ટિંગ-પેઇન્ટિંગ કરી શકીએ છીએ. અમારી પાસે દિલ્હી-એનસીઆરમાં 16 ફ્રેન્ચાઇઝી છે. જેમાં દિલ્હી ઉપરાંત ગુરુગ્રામ, નોઈડા, ગ્રેટર નોઇડા, ગાઝિયાબાદ જેવા સ્થળો સામેલ છે. આ સિવાય, જો ગ્રાહક અમારી પાસે આવવા ન માગતા હોય તો તે મોબાઈલ એપ્લિકેશન દ્વારા અમને તેના ઘરે બોલાવી શકે છે. અમે અમારી મિની વર્કશોપ તેના ઘરે લઈ જઈએ છીએ અને 3 કલાકમાં તેની કાર રિપેર કરી નાખીએ છીએ.' તેણે સ્ટાર્ટઅપ શરૂ કરવા વિશે વધુ જણાવતા કહ્યું, 'અમારો ફેમિલી બિઝનેસ કાર અને ઓટો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હતો. ઘણાં વર્ષોથી હું જોતો હતો કે કારની ડેન્ટિંગ અને પેઇન્ટિંગને ઠીક કરવા માટેની પદ્ધતિઓ અને મશીનોમાં કોઈ ફેરફાર થયો નથી. બસ ત્યાંથી જ મેં આ સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું.'

અતિશયે IIT દિલ્હી અને IIM બેંગલુરુમાંથી અભ્યાસ કર્યો છે. તેનો ધ્યેય રિવાઇવ ઓટોને ભારતભરમાં ફેલાવવાનો છે. રિવાઇવ ઓટો રિપેરિંગનું કામ સરળ બનાવવા માટે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. કંપની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સિસ્ટમનો ઉપયોગ કરવા પર પણ વિચારણા કરી રહી છે. આ હેઠળ, ગ્રાહકો કારની એપ્લિકેશન પર તેમના ડેન્ટ, પેઇન્ટ અથવા સ્ક્રેચનો ફોટો મૂકીને ખર્ચની અંદાજિત કિંમત જાણી શકશે.

રિવાઇવ ઓટો સ્ટાર્ટઅપની સૌથી ખાસ વાત એ છે કે,તમારી કાર 24 કલાક ઠીક કરી આપવામાં આવે છે. અત્યારે કંપનીમાં પેઇન્ટ રિપેર, ડેન્ટિંગ અને પેઇન્ટિંગ વર્ક, કારને પેઇન્ટ, કારની બહાર અને અંદરની સજાવટ કરવાની સર્વિસ આપવામાં આવે છે. ડેન્ટ થયા પછી કાર માલિકોએ વાહનને શો-રૂમમાં લાવવા-લઈ જવાની, સર્વિસિંગના સમયે ગાડી વગર રહેવું, રીઅલ ટાઇમ લોકેશન ટ્રેકિંગ, 'કેટલું કામ થયું છે અને કેટલું બાકી છે?, રીઅલ ટાઇમ અપડેટ્સ વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે રિવાઇવ ઓટો સ્ટાર્ટઅપ ગ્રાહકોને આ બધી સુવિધાઓ આપે છે.

દાખલા તરીકે, જો તમે તમારી કાર અહીં ડેન્ટિંગ માટે આપી તો તમને કર્ટસી કારની સર્વિસ રૂપે જ્યાં સુધી તમારી ગાડી ઠીક ન થાય ત્યાં સુધી તમને બીજી કાર આપવામાં આવશે. આ ઉપરાંત, કંપનીની એપ પર તમને 24 કલાકમાં કાર પર થઇ રહેલાં કામનું નોટિફિકેશન પણ મળતું રહેશે. આ સ્ટાર્ટઅપની અન્ય પણ ઘણી ખાસિયતો છે. ક્વોલિટી અને ગ્રાહકોનો વિશ્વાસ બનાવી રાખવા માટે રિવાઇવ ઓટોમાં ઓટો બ્રાન્ડ્સના ઓરિજિનલ કલરનો પ્રયોગ કરવામાં આવે છે.

આ સિવાય, કંપનીના ભાવ ફિક્સ છે. તમે કંપનીની વેબસાઇટ પર જઇને તમારી કારને થયેલા ડેમેજનો અંદાજિત ખર્ચ ચકાસી શકો છો. તદુપરાંત, અહીં કામ કરનારા ટેક્નિશિયન અને મિકેનિક્સ પણ તેમનાં કાર્યમાં નિષ્ણાત છે. બે મિત્રો અતિશાય જૈન અને શિખર દુબેએ રિવાઇવ ઓટોને એક નાની મલ્ટિ કાર રિપેર વર્કશોપ તરીકે શરૂ કર્યું હતું. હવે આ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધારે કાર બોડી રિપેર સુવિધા આપનારા એક વિશાળ નેટવર્કમાં પરિવર્તિત થઈ છે.

X
Two friends started 'Revive Auto' startup, providing good service to the customer if the car has dents and scratches

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી