ભારતનું ગૌરવ / 17 સર્જરીવાળા પગ સાથે 24 વર્ષનો નિરંજન નોર્વેજીયન સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2019માં 5 ઇવેન્ટમાં 5 ગોલ્ડ મેડલ જીત્યો

This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
X
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway
This indian Para Swimmer Just Won 5 Gold Medals In Norway

  • માત્ર 6 વર્ષની ઉંમરમાં 16 કલાક ચાલેલી ત્રણ સર્જરી કરાવી હતી
  • જન્મથી તેની કરોડરજ્જુ યોગ્ય જગ્યાએ ન હોવાથી ડોક્ટરે સ્વિમિંગની સલાહ આપી હતી
  • હાલમાં જ તેનું નામ ફોર્બ્સ અન્ડર 30માં સામેલ થયું છે

Divyabhaskar.com

Jun 20, 2019, 11:40 AM IST

યૂથ ઝોન ડેસ્ક: હાલ દેશના લોકોની નજર ભારતની ક્રિકેટ ટીમ પર ટકેલી છે, વર્લ્ડ કપ 2019માં દેશની જનતાને ટીમ પાસે ઘણી અપેક્ષાઓ હોય તે સાવ સ્વાભાવિક વાત છે છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારતના પરફોર્મન્સને ઓછું આંકવાની ભૂલ કરવા જેવી નથી. એક બાજુ ક્રિકેટ ટીમનું જોરદાર પરફોર્મન્સ, તો બીજી તરફ  બેંગલુરુનો યુવક દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરીને આવ્યો છે. બેંગલુરુનો પેરા સ્વિમર નોર્વેજીયન સ્વિમિંગ ચૅમ્પિયનશિપમાં 5 ગોલ્ડ મેડલ જીતીને આવ્યો છે. 

નિરંજન મુકુંદન

1. 5 ઇવેન્ટ 5 ગોલ્ડ મેડલ

24 વર્ષનો નિરંજન મુકુંદને નોર્વેમાં 5 ઇવેન્ટમાં 5 ગોલ્ડ મેડલ જીતીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેણે 200m ઇન્ડિવિડ્યુઅયલ મેડલે, 200m બ્રેસ્ટસ્ટ્રોક, 100m  ફ્રીસ્ટાઇલ, 50m બટરફ્લાઇ, 50m બ્રેસ્ટસ્ટ્રોક સ્પર્ધામાં મેડલ જીત્યો છે. આ 5 મેડલની સાથે તેણે જીતેલા મેડલની કુલ સંખ્યા 50 થઈ ગઈ. હાલમાં જ તેનું નામ ફોર્બ્સ અન્ડર 30માં સામેલ થયું છે. 

2. મેડલ સુધી પહોંચવાનો કપરો રસ્તો

ચાલો આ વાત તો નિરંજનની સિદ્ધિની થઈ, પણ તમને જાણીને નવાઈ થશે કે તે એક નોર્મલ માણસની જેમ અંગ ધરાવતો નથી. તે જન્મ્યો ત્યારથી તેની કરોડરજ્જુ જે આકારમાં હોવી જોઈએ તેમ નથી. આ ખામીને કારણે ઘરે બેસી રહેવાને બદલે નિરંજને તેની સામે લડવાનું નક્કી કર્યું હતું. ડોક્ટરની સલાહને લીધે 8 વર્ષની ઉંમરમાં તેણે તરવાનું શરુ કરી દીધું. સમય જતા તેની સ્વિમિંગમાં સારી એવી ફાવટ આવી ગઈ અને તેમાં જ કરિયર બનાવવાનું નક્કી કરી લીધું.

3. 24 વર્ષની ઉંમરમાં 17 સર્જરી

નિરંજનને તેના પગના મસલ્સમાં પ્રોબ્લેમ હોવાને લીધે અત્યાર સુધી 17 સર્જરી કરાવી છે. આ 17 સર્જરીમાંથી 3 સર્જરી 16 કલાક સુધી ચાલી હતી અને તે સમયે નિરંજનની ઉંમર માત્ર 6 વર્ષ હતી. તે સર્જરીમાં આશરે 32 મેટલ રોડ તેના પગમાં ફિટ કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ તેની પગની મેજર સર્જરી થઇ હતી. આ સર્જરીમાં તે 2 મહિના સંપૂર્ણ પથારીવશ હતો. 

4. પ્રેક્ટિસ

નિરંજનની સ્ટોરીમાં એક વાત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ ઇજા કે સર્જરીના કારણે જ્યારે નિરંજન સ્વિમિંગની પ્રેક્ટિસ કરી શકતો નથી, ત્યારે તે પોતાને સ્વિમિંગ પૂલમાં ઈમેજીન કરે છે. તે ફિઝિકલી નહીં પણ મેન્ટલી પ્રેક્ટિસ કરે છે.  

5. અવોર્ડ

વર્ષ 2016માં કર્ણાટક સરકારે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જોરદાર પરફોર્મન્સ માટે નિરંજનને 'એકલવ્ય અવોર્ડ' આપીને સન્માનિત કર્યો હતો. આ સિવાય તેણે બર્લિનમાં યોજાયેલી પેરા સ્વિમિંગ ચૅમ્પિયનશિપ 2018માં 03:16:01 ટાઈમમાં સ્વિમિંગ પૂરું કરવાનો એશિયન રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. 
 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી