પ્રેરણા / ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ ફિલ્મ જે યુવા લેખિકાની જિંદગી પર બની છે, જાણો તે આઇશા ચૌધરી કોણ હતી

The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was

  • આઇશા ચૌધરીને ફેફસાંની જીવલેણ બીમારી હતી
  • 18 વર્ષની વયે તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું
  • 15 વર્ષની ઉંમરથી તે પોતાની સાથે ઓક્સિજન ટેન્ક રાખતી હતી
  • તે ભારત સિવાય વિદેશમાં પણ મોટિવેશન સ્પીચ આપતી હતી
     
Divyabhaskar.com

Sep 11, 2019, 10:22 AM IST

યૂથ ઝોન ડેસ્ક: પ્રિયંકા ચોપરાની અપકમિંગ ફિલ્મ 'ધ સ્કાય ઇઝ પિન્ક' હાલ ઘણી ચર્ચામાં છે. આ ફિલ્મ આઇશા ચૌધરીની જિંદગી પર આધારિત છે જેણે માત્ર 18 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું હતું. આઇશા ચૌધરી એક યુવા લેખક તથા મોટિવેશનલ સ્પીકર હતી જે ફેફસાંની જીવલેણ બીમારી સામે લડી રહી હતી.તેણે ‘માય લિટલ એપિફનીઝ’ બુક લખી છે, જે તેના મૃત્યુના થોડા સમય પહેલાં લોન્ચ થઇ હતી.

‘6 મહિનાની ઉંમરે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું’
આઇશાનો જન્મ 27 માર્ચ, 1996મા દિલ્હીમાં થયો હતો. વર્ષ 2013માં 17 વર્ષની ઉંમરે આઇશાએ ટેડ ટોક્સમાં સ્પીચ આપી હતી. તે સમયે તેણે કહ્યું હતું કે, મારી સ્ટોરી આ દુનિયાના દરેક વ્યક્તિની સ્ટોરી અલગ છે. હું જ્યારે 6 મહિનાની હતી ત્યારે મારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાંથી પસાર થવું પડ્યું હતું. આ ટ્રાન્સપ્લાસ્ટની આડઅસરને લીધે મારા શરીરમાં ફેફસાંની ગંભીર બીમારી પેસી ગઈ. આ બીમારીનું નામ છે પલ્મોનરી ફાઈબ્રોસિસ. મારા ફેફસાં હાલ 20 ટકા જ કાર્યરત છે.

મોતનો ડર શું કામ રાખવો?
તેણે કહ્યું કે, હું ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સ્કૂલે ગઈ હતી, તે પછીથી આજદિન સુધી મોટાભાગે હું બેડ પર સૂતી હોઉં છું. ઘણી વખત આખી રાત હું જાગ્યા કરું છું અને વિચારું છું કે, હું મરી જઈશ તો શું થશે? પણ પૃથ્વી જન્મેલા દરેક લોકોને એક દિવસ આ દુનિયા છોડીને જવાનું જ છે. આવનારા 100 વર્ષમાં હાલ જે લોકો અહીં હાજર છે તે લોકો નહીં હોય. વહેલા-મોડા દરેક લોકો મૃત્યુ પામવાના જ છે. આ મૃત્યુનો ડર શા માટે રાખવો? મારા માટે વધારે મહત્ત્વની વાત ખુશ થઈને જીવવું તે છે. ખુશ રહેવું તે આપણા હાથમાં છે. મને આટલી ગંભીર બીમારી છે તેમ છતાં હું ખુશ છું.

હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ દરમિયાન પણ તેનાં ફેસ પર સ્માઈલ હતી
આ બીમારીને લઈને પોતાના અન્ય અનુભવ વિશે આઇશાએ કહ્યું કે, આ વર્ષે મારી તબિયત સારી રહેતી નથી. મારી બીમારીને લઈને ઘણા બધા ટેસ્ટ કરવામાં આવે છે. એકવાર મને ઊંઘતી વખતે કેટલો ઓક્સિજન મળે છે તે ચેક કરવાનું હતું. આ ટેસ્ટમાં હું આખી વાયરોનાં બંચથી ઘેરાયેલી હતી. તેમ છતાં મેં એ સમયે પણ મારા ફેસ પર સ્માઈલ હતી.

'શ્વાસ લેવામાં તકલીફ છતાં માલદિવ્સમાં સ્વિમિંગ કર્યું હતું'
આઇશાની સારવાર માટે તેના પરિવારે કોઈકમી રાખી નહોતી. તે લોકો આઇશાને લઈને ઇંગ્લેન્ડ ગયા હતા. અહીં મેડિકલ ટેસ્ટ અને ખર્ચો પણ વધારે હતો. આખો દિવસ હોસ્પિટલમાં પસાર કર્યા પછી આઇશા અને તેનો ભાઈ લંડનમાં ફરતા હતા. આ સમયે તે બંનેના ફેસ પર સ્માઈલ હતી. તેણે કહ્યું કે, હું સારી મેમરી ક્રિએટ કરવામાં માનું છું. આયશા તેના પરિવાર સાથે ઉનાળામાં માલદિવ્સ ફરવા ગયા હતા. તેણે કહ્યું કે, અહીં મારી ફેમિલી સાથે વિતાવેલો સમય હું જ્યારે ભૂલી નહીં શકું. મારે ઘણી બધી એક્ટિવિટી કરવી હતી, પણ મારી હેલ્થ મને સાથ નહોતી આપતી. મને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી તેમ છતાં મેં મારા ભાઈ સાથે સ્વિમિંગ કર્યું હતું.

તેણે બે કૂતરા પાળ્યાં હતાં
આઇશા પેન્ટિંગની ઘણી શોખીન હતી. તેણે કહ્યું કે, આર્ટવર્ક મારા દિલની ઘણી નજીક છે. પેન્ટિંગ દ્વારા હું કોઈ પણ જગ્યા કે વસ્તુને એક્સપ્રેસ કરી શકું છું. પેન્ટિંગ કરતી વખતે હું મારી તકલીફોને ભૂલી જતી હતી. પેન્ટિંગ ઉપરાંત આયશાને કૂતરા પાળવાનો પણ શોખ હતો. તેણે બે કૂતરા પાળ્યા હતા. આઇશાના મતે કૂતરા પાસેથી આપણે ઘણું બધું શીખવા જેવું છે. તેણે કહ્યું કે, જિંદગીમાં ખુશ રહેવું ઘણું જરૂરી છે, તેના માટે તમે જેવા છો તે સ્વીકારવાની જરૂર છે. આ દરેક વાત આઇશાએ પુણેમાં ટેડએક્સ ટોકમાં કહી હતી.

આઇશા દુનિયાભરમાં મોટિવેશનલ સ્પીચ આપતી હતી
આઇશાની માતા અદિતી ચૌધરીએ પોતાની દીકરી વિશે કહ્યું કે, 15 વર્ષની ઉંમરથી જ તે પોતાની સાથે પોર્ટેબલ ઓક્સિજન રાખતી હતી. તે દુનિયાભરમાં મોટિવેશનલ સ્પીચ આપતી હતી, તે બદલ ડોક્ટરે અમને કહ્યું હતું કે, તેને કોઈ ઇન્ફેક્શન થઈ જશે તો તે વધુ જીવી નહીં શકે. પણ અમે આ ડર પર ક્યારેય ધ્યાન જ ન આપ્યું અને આખી દુનિયામાં દીકરીને ટ્રાવેલ કરાવ્યું હતું.

શોખ
આઇશાને પેન્ટિંગ અને રાઇટિંગ ઘણું ગમતું હતું. તેણે 5000 શબ્દોની ‘માય લિટલ એપિફનીઝ’ બુક લખી છે. આ બુકમાં તેણે પોતાની જર્નીને શબ્દોનું રૂપ આપ્યું છે. આઇશાની બુક જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં લોન્ચ થઇ, પણ તેના કલાકો પછી જ એટલે કે 24 જાન્યુઆરી, 2015માં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’
આઇશાનાં જીવન પર આધારિત ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શોનાલી બોઝના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મથી પ્રિયંકા ચોપરા ત્રણ વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહી છે. ફિલ્મમાં ઝાયરા વસીમ, ફરહાન અખ્તર, રોહિત શરફ પણ મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

X
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
The Sky Is Pink film which has been on the life of a young writer, know who Aisha Chaudhary was
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી