યુએન / 16 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ ક્લાઇમેટ સમિટમાં ભાગ લેવા 6000 કિમીનો સફર હોડીથી ખેડશે

Swedish teenage climate activist Greta Thunberg crosses the Atlantic in a racing boat for summit
X
Swedish teenage climate activist Greta Thunberg crosses the Atlantic in a racing boat for summit

  • કાર્બન ઉત્સર્જન ન થાય તે માટે ગ્રેટાએ હોડીમાં જવાનું નક્કી કર્યું છે
  • ગ્રેટાની આ યાત્રામાં તેના પિતા પણ સાથે રહેશે
  • ગ્રેટાને હોડીથી ન્યૂ યોર્ક પહોંચતા આશરે 2 અઠવાડિયાંનો સમય લાગશે
  • તેનાં  ઇન્સ્ટાગ્રામ પર 24 લાખ, ફેસબુક પર 10.21 લાખ અને ટ્વિટર પર 8.31 લાખ ફોલોઅર્સ છે

Divyabhaskar.com

Aug 06, 2019, 03:20 PM IST

યૂથ ઝોન ડેસ્ક: સ્વિડનની 16 વર્ષીય ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ ફરી એકવાર તેના કામને લઈને ચર્ચામાં આવી ગઈ છે. 23 સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની ક્લાઈમેટ સમિટ યોજાવાની છે, આ સમિટમાં ગ્રેટા કંઈક ખાસ કરવાની છે. તે સમિટમાં ભાગ લેવા કોઈ પ્લેનને બદલે પ્રદૂષણ ન કરે તેવી હોડીમાં સફર કરવાની છે. કાર્બન ઉત્સર્જનને રોકવા માટે તેણે આ નિર્ણય લીધો છે. 

'મારા માટે આ એક મોટું ચેલેન્જ છે'
ગ્રેટા રેસિંગ યૉટ મેલેજિયા-2માં બ્રિટનથી ન્યૂયોર્ક જવા રવાના થશે. ગ્રેટા થનબર્ગ બ્રિટનથી ન્યૂ યોર્કનો 6000 કિમી સફર હોડીથી ખેડશે. નાવિક ટીમના પ્રમુખ બોરિસે કહ્યું કે, અમારો આ પ્રવાસ અમારા બધા માટે પરીક્ષાથી ભરેલો છે. ગ્રેટા પર્યાવરણ પ્રત્યે દુનિયાને પોતાની પ્રતિબદ્ધતા બતાવવા માગે છે, આ જ કારણે તેણે બોટથી જવાનું નક્કી કર્યું છે.આ પ્રવાસ મામલે ગ્રેટાએ કહ્યું કે, મારા માટે આ એક મોટું ચેલેન્જ છે. નોર્થ અમેરિકા સુધી બોટમાં જવું તે અશક્ય છે. હું ખુશ છું કે મારી સાથે મને મદદ કરવા માટે ગણી ન શકાય તેટલા લોકોનો સાથ છે. 

'ગ્રેટા અને તેની ટીમ વૅક્યૂમ પેક્ડ જમવાનું જમશે'
ગ્રેટાને હોડીથી ન્યૂ યોર્ક પહોંચતા આશરે 2 અઠવાડિયાંનો સમય લાગશે. ગ્રેટાના પિતા બોટમાં તેની સાથે રહેશે. બોટની ડિઝાઇન ઘણી સરળ રાખવામાં આવી છે. મુખ્ય વાત એ છે કે, ગ્રેટાની બોટની એક ટકા પણ કાર્બન ઉત્સર્જન નહીં થાય. ગ્રેટાની હોડીમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર પેનલ અને અંડરવોટર ટર્બાઇન હશે. યૉટમાં કિચન, એસી અને ફ્રિજ જેવી સુવિધા નહીં હોય, સફર દરમિયાન ગ્રેટા અને તેની ટીમ વૅક્યૂમ પેક્ડ જમવાનું જમશે.

ક્લાઈમેટ એક્ટિવિસ્ટ 16 વર્ષીય ગ્રેટાની અત્યાર સુધીની જર્ની ઘણી ઈન્ટેસ્ટિંગ છે. દુનિયાભરના લોકોનું ધ્યાન ખેંચનારી ગ્રેટાની સિદ્ધિ પર નજર ફેરવીએ.... 

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ

1. શરુઆત

આજથી નવ મહિના પહેલાં ગ્રેટાને સાંભળવા માટે કોઈ ઓડિયન્સ નહોતી. સ્વિડિશ પાર્લમન્ટની બહાર તે એકલી KLIMATET (સ્કૂલ સ્ટ્રાઇક ફોર ક્લાઈમેટ ચેન્જ)નું સાઈનબોર્ડ હાથમાં લઈને બેઠી હતી.  તે 11 વર્ષની હતી ત્યારે તે ક્લાઇમેટ ચેન્જ વિશે સ્કૂલમાં ભણી હતી. દુનિયાને ક્લાઇમેટ ચેન્જની ચિંતા શા માટે નથી તે વિચારીને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યારબાદ આ ટોપિકને ઇગ્નોર કરવાનું નક્કી કર્યું, પણ તે વધુ સમય તેનાથી દૂર ન રહી શકી. તેણે સ્કૂલના વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ચેન્જ વિશે સમજાવ્યું અને ત્યારબાદ ધીમે-ધીમે સ્ટુડન્ટ્સના સપોર્ટથી સ્ટ્રાઇક કરવાનું શરુ કર્યું. 

2. હાર્ડ વર્ક

ગ્રેટાનું માનવું છે કે, કાલે ઊઠીને આપણું કોઈ ભવિષ્ય જ નહીં હોય, તો મારા શાળાએ જવાનો કોઈ મતલબ નથી. આટલી નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને સમજાવવા તેના માટે ઘણું કઠિન હતું.હિંમત હાર્યા આગળ વધી રહેલી ગ્રેટા માટે દુનિયાભરના વિદ્યાર્થીઓએ હાથ વધાવ્યો. તેણે દર શુક્રવારે સ્કૂલ વર્ક સ્ટ્રાઇક શરુ કરી. આ દિવસે તે સ્કૂલ સ્ટુડન્ટ્સ સાથે હાથમાં પોસ્ટર લઈને શાંતિથી રસ્તા પર ઊભી રહે છે. તેણે કહ્યું કે, હું ક્યારેય સ્કૂલમાં મારા મિત્રો ક્લાસરૂમમાં વાત નહોતી કરતી, પરંતુ આજે હું આખી દુનિયા સામે બોલી રહી છું.

3. ફોલોઅર્સ

ગ્રેટાના  ઇન્સ્ટાગ્રામ પર 24 લાખ, ફેસબુક પર 10.21 લાખ અને ટ્વિટર પર 8.31 લાખ ફોલોઅર્સ છે.  તે તેના અકાઉન્ટ પર અવારનવાર #FridaysForFuture અને
#climatestrike હેશટેગ મારીને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ગ્રેટા તેના વિચાર વિશે કહે છે કે, બધાથી અલગ હોવું તે મારી નબળાઈ નથી. હું ટોળા કરતાં અલગ છું તે જ મારી તાકાત છે. 

4. TEDx ટોક

વર્ષ 2018માં 24 નવેમ્બરના રોજ TEDx સ્ટોકહોમમાં તેણે ક્લાઈમેટ ચેન્જ વિશે પ્રભાવશાળી સ્પીચ આપી હતી. તેણે કહ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ માટે યંગ લોકોએ વિચારવાની જરૂર છે. આપણે જે વાતને સામાન્ય રીતે લઈએ છીએ તેનાથી જ ભાવિ ખતરામાં છે. ક્લાઇમેટ ચેન્જનું આપણા સૌની વચ્ચે સતત વકરી રહ્યું છે, તેમ છતાં તે કોઈ ન્યૂઝ ચેનલની હેડલાઈન કેમ નથી બનતું! આપણે દુનિયામાં માત્ર નિયમો લાવીને તેને બદલી શકતા નથી. તેના માટે કંઈક કરીને બતાવવું પડે છે.

5. ટાર્ગેટ

સ્ટ્રાઇક પાછળ ગ્રેટાનો ધ્યેય છે કે, સ્વિડન સરકાર પેરિસ સાથે કરેલા એગ્રીમેન્ટનો નિકાલ કરે. આ નિર્ણયથી દેશમાં કારખાનાંઓને લીધે વધતા ગ્લોબલ ટેમ્પરેચરને લિમિટ કરી શકાશે.સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રેટાને દુનિયાભરના સ્ટુડન્ટ્સ સહિત બીજા પર્યાવરણ એક્ટિવિસ્ટનો સપોર્ટ પણ મળી રહ્યો છે. નાનકડી ઉંમરમાં ગ્રેટા જે કામ કરી રહી છે તે બદલ બધા તેનાં વખાણ કરી રહ્યાં છે. આ વખાણમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નામ પણ સામેલ છે. 

6. અવોર્ડ

સ્ટોકહોમના એક્ટિવિટી સેન્ટર ફોર યંગ પીપલ 'ફ્રાયશુસેટે' ગ્રેટાને 'યંગ રોલ મોડલ ઓફ ધ યર'નો એવોર્ડ ડિસેમ્બર, 2018માં આપ્યો હતો. એવોર્ડની સાથે તેને સ્કોલરશિપ પણ મળી હતી.ટાઈમ મેગેઝીનના વર્ષ 2018ના દુનિયાના 25 સૌથી વધારે પ્રભાવશાળી ટીનેજરમાં તેનું નામ સામેલ હતું. 'ઇન્ટરનેશનલ વુમન્સ ડે'ના દિવસે સ્વિડનમાં તેને 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વુમન ઓફ ધ યર'નું બિરુદ મળ્યું હતું.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી