સિદ્ધિ / છ વર્ષીય સાઉથ કોરિયન યુ ટ્યુબર બોરમ, 55 કરોડ રૂપિયાની પ્રોપર્ટીની માલિક

Six-year-old South Korean YouTuber Boram is owner of 55 million

Divyabhaskar.com

Jul 26, 2019, 06:29 PM IST

યુથ ઝોન ડેસ્ક: હાલના સમયમાં યુ ટ્યુબનો ઘણો ટ્રેન્ડ છે. લોકો યુ ટ્યુબર બનીને પૈસા કમાતા હોય છે. ઘણા યુ ટ્યુબર પોતાની ચેનલના વીડિયોને કારણે કરોડોપતિ પણ બની ગયા છે. આ લિસ્ટમાં સાઉથ કોરિયાની યુ ટ્યુબર બોરમ પણ સામેલ છે. પરંતુ અહીં મજાની વાત એ છે કે આ યુ ટ્યુબર માત્ર છ જ વર્ષની છે. આટલી નાની ઉંમરે બોરમે હાલમાં જ સોલમાં એક પ્રોપર્ટી ખરીદી છે. ગંગનમના સોલ સબર્બમાં તેણે પાંચ માળની એક આલીશાન પ્રોપર્ટી ખરીદી છે જેની કિંમત અંદાજે 55,12,44,000 રૂપિયા છે.

કરોડોની માલિક
પબ્લિક રિયલ એસ્ટેટ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ મુજબ આ પ્રોપર્ટી બોરમ ફેમિલી કંપનીએ ખરીદેલી છે. આ કંપની બોરમનાં માતાપિતાએ બનાવી છે. આ પાંચ માળની કરોડો રૂપિયાની બિલ્ડીંગ સાઉથ કોરિયાની કેપિટલ સિટી સોલના વૈભવી વિસ્તારમાં આવેલ છે.

યુ ટ્યુબર
6 વર્ષની બોરમ બે યુ ટ્યુબ ચેનલ ચલાવે છે. એક ટોય રિવ્યૂ ચેનલ અને બીજી વીડિયો બ્લોગ ચેનલ. ટોય રિવ્યૂ ચેનલના 13.6 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે જ્યારે બીજી યુ ટ્યુબ ચેનલ પર 17.6 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. તેના અમુક વીડિયોને 375 મિલિયન ઉપરના વ્યૂઝ મળ્યા છે.

વિવાદ
બોરમ જે પ્રકારનું કન્ટેન્ટ અપલોડ કરે છે તેને કારણે વિવાદ પણ સર્જાયો હતો. 2017માં એક બિન સરકારી સંસ્થા ‘સેવ ધ ચિલ્ડ્રન’ને સાઉથ કોરિયાના નાગરિકોએ ફરિયાદ કરી. લોકોનું કહેવું હતું કે, બોરમના વીડિયો બાળકોના વિકાસ પર નકારાત્મક અસર પાડી શકે છે. તેઓ ખાસ એવા વીડિયોનો વિરોધ કરી રહ્યા હતા જેમાં બોરમ તેના પિતાના વોલેટમાંથી પૈસા ચોરી લે છે, રસ્તા પર ગાડી ડ્રાઇવ કરે છે.

અમુક વીડિયો ડીલીટ કર્યા
સેવ ધ ચિલ્ડ્રન સંસ્થાએ અમુક વિવાદાસ્પદ વીડિયો વિશે પોલીસને જણાવ્યું. સોલ ફેમિલી કોર્ટે બોરમનાં માતાપિતાને આદેશ આપ્યો કે ચાઈલ્ડ અબ્યુઝ અટકવવા જે કાઉન્સેલિંગનો કોર્સ છે એને તેઓ પૂરો કરે. ત્યારબાદ વિવાદાસ્પદ વીડિયોને યુ ટ્યુબ ચેનલ પરથી હટાવી દેવાયા છે.

X
Six-year-old South Korean YouTuber Boram is owner of 55 million
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી