ઇન્ટરેસ્ટિંગ / વાંચો, પેરિસના છેલ્લા છાપું વેચનાર ફેરિયા 65 વર્ષીય અકબર અલીની રસપ્રદ વાતો

Read, the interesting story of 65-year-old Akbar Ali, a Parisian print dealer
Read, the interesting story of 65-year-old Akbar Ali, a Parisian print dealer

  • મૂળ પાકિસ્તાની અકબર અલી 47 વર્ષથી પેરિસના રસ્તા પર છાપું વેચે છે
  • તેઓ 7 દિવસ કામ કરે છે, રજા લેવાનું ક્યારેય વિચારતા નથી
  • લોકોને આકર્ષવા ખોટી હેડલાઈનની બૂમો પાડીને લોકોનું દિલ જીતી લે છે
  • અલીએ અત્યાર સુધી પોતાની જિંદગી પર 2 બુક લખી છે

Divyabhaskar.com

Oct 22, 2019, 11:16 AM IST

યૂથ ઝોન્ડ ડેસ્ક: એક સમય એવો પણ હતો કે, જ્યારે લોકોની સવાર છાપું વાંચે નહીં ત્યાં સુધી પડતી નહોતી. જો કે,આ આજે પણ આ કેટેગરીમાં આવે તેવા ઘણા લોકો દુનિયામાં છે. ટેક્નોલોજીને કારણે ઘણા લોકો સમાચાર તેમના સ્માર્ટફોનમાં જ વાંચવાનું પસંદ કરે છે. ફ્રાન્સમાં પેરિસ શહેરમાં 65 વર્ષીય અકબર અલી રોજ સવારે છાપું વેચવાનું ચૂકતા નથી, તેઓ શહેરના છેલ્લા છાપું વેચનાર ફેરિયા છે.

47 વર્ષથી છાપું વેચે છે
મૂળ પાકિસ્તાની એવા અકબર અલી છેલ્લા 47 વર્ષથી લે મોન્ડ નામનું ન્યૂઝ પેપર વેચી રહ્યા છે. તેઓ છાપું વેચવા માટે પોતાની ખોટા સમાચાર બોલે સીજે, અમે મજાકિયા અંદાજમાં અલગ-અલગ અવાજ કાઢે છે. રસ્તા પર સાઇકલ લઈને છાપું વેચનારા તેઓ એકમાત્ર પેરિસના ફેરિયા છે.

અકબર અલી એક પણ દિવસ રજા લેતા નથી
47 વર્ષથી એક જ કામ કરી રહેલા અકબર અલીએ જણાવ્યું કે, હું અઠવાડિયાંના 7 દિવસ કામ કરું છું. રવિવારે પણ ચૂક્યા વગર છાપું વેચું છું. પેરિસના લોકો મારી સાઇકલનો સ્વજ અને મારી હેડલાઈન બોલવાની છટાથી મને ઓળખી લે છે. આટલા વર્ષોથી પેરિસના લોકો સાથે રહીને હું પણ તેમની જિંદગીનો એક ભાગ બની ગયો છું.

ગ્રાહકોને આકર્ષવા માટે ખોટા સમાચારની બૂમો પાડે છે
અલી પોતાના કામને લઈએં અન્ય ફેરિયાથી અલગ પડે છે. તેઓ ઘણીવાર ગ્રાહકોને આકર્ષવા માટે ખોટી હેડલાઈનની જોર-જોરથી બૂમો પાડે છે, આ લાઈનો એટલી હદે આકર્ષક હોય છે કે રસ્તા પર ચાલતી કોઈ પણ વ્યક્તિ તેમની પાસેથી છાપું ખરીદવા ઊભી રહી જાય છે. જો કે, ખોટી હેડલાઈન બોલવા પર આજ સુધી તેમને કોઈ તકલીફ પડી નથી. એક વાર અમેરિકામાં વ્હાઇટ હાઉસમાં નોકરી કરતી મોનીકા લેવિન્સ્કી અને પૂર્વ રાષ્ટ્રપતિ ક્લિન્ટનના અફેરના સમાચાર મીડિયામાં આવ્યા હતા, ત્યારે અલીએ મોનિકા ક્લિન્ટનના જોડિયાં બાળકોને જન્મ આપવાની છે તેવી હેડલાઈન બોલીને છાપા વેચ્યા હતા. એક વખત તેમણે આવી જ ખોટી અફવા ઉડાવીને 500 કોપી વેચી દીધી હતી.

છાપું વેચવાનું કામ ક્યારેય છોડ્યું નહીં
અલી હાલ દિવસમાં માત્ર 50 કોપી જ વેચી શકે છે, એક સમય હતો ત્યારે તેઓ 250 કોપી વેચતા હતા. કોપીની સંખ્યા ઓછી થઈ ગઈ તો પણ કામ ન છોડવા પર અલીએ કહ્યું કે, ન્યૂઝ પેપર વેચવાને લીધે મેં ગણા નેતા, લેખકો અને ચર્ચિત લોકોને મિત્રો બનાવ્યા છે. તે લોકો મને નામથી ઓળખે છે અને ચા-કોફી પીવા માટે પણ આમંત્રણ આપે છે. પેરિસના રસ્તા પર છાપું વેચનાર હું છેલ્લો ફેરિયો છું, આથી મેં આ કામ ક્યારેય છોડવાનું વિચાર્યું જ નથી.

મુસ્લિમ હોવાને કારણે અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી
અલીનો જન્મ પાકિસ્તાનના રાવલપિંડીમાં થયો હતો. તેઓ પાકિસ્તાનમાં પત્ની અને 5 દીકરા સાથે રહેતા હતા. ત્યારબાર વર્ષ 1972માં ટુરિસ્ટ વિઝા દ્વારા ફ્રાન્સ આવ્યા હતા અને એ પછી અહીં જ વસી ગયા. તેમેં પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી હતી, પણ ઘણા સારા લોકો પણ હતા જેમણે તેમની મદદ કરી

અલીએ બુક લખી છે
અલીએ કહ્યું કે,પાકિસ્તાનમાં મારી 92 વર્ષીય માતા રહે છે, જેમને હું ક્યારેક મળવા જાઉં છું. અલીએ બુક પણ લખી છે. તેનું ટાઇટલ 'I Make the World Laugh, but the World Makes me Cry ' છે. આ બુકમાં તેમની આત્મકથા છે, જેમાં તેમણે કરેલા સંઘર્ષોની વાત લખી છે. બીજી બુકનું ટાઇટલ' The Fabulous Story of a Vendor of Newspapers who Conquered the World' છે.

65 વર્ષીય અકબર અલીના સવારના ન્યૂઝપપેરની આજે પણ ઘણા લોકો આતુરતાપૂર્વક રાહ જોવે છે અને અલી તેમના અંતિમ શ્વાસ સુધી આ કામ ચાલુ રાખશે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.

X
Read, the interesting story of 65-year-old Akbar Ali, a Parisian print dealer
Read, the interesting story of 65-year-old Akbar Ali, a Parisian print dealer

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી