સંશોધન / પારુલ યુનિ.ના વિદ્યાર્થીઓએ નવું મોડલ બનાવ્યું, સિગ્નલ પરનાં સેન્સર એમ્બ્યુલન્સને રસ્તો આપવા સિગ્નલ ગ્રીન કરી દે છે

Parul Uni's students create a new model, signal sensor turns green signal to ambulance

Divyabhaskar.com

Jun 11, 2019, 06:41 PM IST

વડોદરાઃ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. તેનો સૌથી મોટો ગેરફાયદો એમ્બ્યુલન્સને થી રહ્યો છે. અનેક લોકોનાં જીવન બચાવતી એમ્બ્યુલન્સને તે સમયે ટ્રાફિકમાંથી નીકળવાની જગ્યા નથી મળતી અને દર્દીને સમયસર હોસ્પિટલ ન પહોંચાડી શકવાને કારણે ક્યારેક દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. પરંતુ હવે આ સમસ્યાનો પારુલ યુનિ.ના કમ્પ્યૂટર એન્જિ.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ઉકેલ શોધી નાખ્યો છે. રાજ સૈજા અને ધ્રુવ કાળેએ પ્રો. અંકિતા ગાંધીના માર્ગદર્શનમાં ટ્રાફિકની સમસ્યા ઉકેલતો પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં સિગ્નલ પરનાં સેન્સર એમ્બ્યુલન્સને રસ્તો આપવા સિગ્નલ ગ્રીન કરી દે છે.


ટ્રાફિકની સમસ્યાને કારણે એમ્બ્યુલન્સ જેવા ઇમર્જન્સી વાહનો પર અસર પડે છે. જેથી વિદ્યાર્થીઓ દ્વારા તેની પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ટ્રાફિક ડેન્સિટી કંટ્રોલ પર અલ્ટ્રાસોનિક સેન્સર્સનો ઉપયોગ કરાયો છે. સેન્સર્સ વાહનોની સંખ્યા ગણી કતારનું અંતર જાણે છે અને સિગ્નલનો સમય ટ્રાફિકની લંબાઈ અનુસાર ગોઠવે છે. બીજા ભાગમાં, એમ્બ્યુલન્સને આવતી સમસ્યાઓ પર કેન્દ્રિત કરાયું છે. RFID સેન્સરની મદદથી એમ્બ્યુલન્સની આવતી લેનને ગ્રીન સિગ્નલ આપવામાં આવે છે અને એમ્બ્યુલન્સ માટે રસ્તો ખાલી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના આ પ્રોજેક્ટને જો અમલમાં મૂકવામાં આવે તો અનેક વ્યક્તિઓનું જીવન બચાવી શકાશે.

X
Parul Uni's students create a new model, signal sensor turns green signal to ambulance

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી