• Home
  • Youth Zone
  • Interesting
  • Not only in the classroom, but also on e learning platforms like the non academy, the Guru disciple relationship is loving: Munjal

ઈનોવેટિવ ટીચર / ક્લાસ રૂમમાં જ નહીં, અન-એકેડમી જેવાં ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર પણ ગુરુ-શિષ્યનો સંબંધ પ્રેમાળ બને છે: મુંજાલ

Not only in the classroom, but also on e-learning platforms like the non-academy, the Guru-disciple relationship is loving: Munjal

આ ટીચર્સ ભણાવવાની પદ્ધતિ અંગે કરી રહ્યા છે નવા પ્રયોગ
અન એકેડમીના કો- ફાઉન્ડર ગૌરવ મુંજાલ અને રોમન સેની

Divyabhaskar.com

Sep 05, 2019, 01:58 PM IST

યૂથ ઝોન ડેસ્ક. દેશના સૌથી મોટા એજ્યુકેશન પ્લેટફોર્મ ચલાવનાર કંપની 'અન-એકેડમી'ના કો-ફાઉન્ડર ગૌરવ મુંજાલ જણાવી રહ્યા છે ઈ-લર્નિંગ એપમાં પણ ગુરુ-શિષ્ય વચ્ચે સ્થપાય છે ભાવનાત્મક સંબંધો. આ એપને દરેક મહિને 16.5 કરોડ વ્યૂઝ મળે છે. મેં મુંબઈમાં નારસીમુંજી ઈન્સ્ટિ.માંથી એન્જિનિયરિંગ કરી. કમ્પ્યુટર સાયન્સમાં મને પહેલાંથીજ રસ હતો, પરંતુ ફર્સ્ટ યરથી હું ઓનલાઈન જ ભણ્યો. મેં સ્ટેનફોર્ડ યુનિ.ના પ્રો. મેહરાન સામના ઓનલાઈન ક્લાસ જોઈન કર્યા. મને ભણવામાં મજા પડતી. ભણતર પૂરું કર્યા બાદ જ્યારે હું સાનફ્રાન્સિસ્કો ગયો ત્યારે મેં સામી સરને મેસેજ કર્યો અને જણાવ્યું કે મને તમે ભણાવ્યો છે.

ત્યાર બાદ અમે 15 મિનિટ માટે મળ્યા અને આજે પણ એકબીજા સાથે સંકળાયેલા છીએ. જો એક ત્રણ કલાકની ફિલ્મ જોઈને આપણે ભાવુક થઈ જતા હોઈએ અને ફિલ્મ સાથે જોડાઈ જતા હોઈએ, તો ઓનલાઈન લાઈવ ક્લાસ દ્વારા પણ વિદ્યાર્થી પોતાના ગુરુ સાથે જોડાઈ શકે છે. જ્યારે શિક્ષક સ્ટોરી માધ્યમે સમજાવી રહ્યો હોય ત્યારે એવું જરૂરી નથી કે તે તમારી સામે જ હોય. મને જયપુરમાં ઝેવિયર સ્કૂલમાં ભણતી વખતે સુમિત ચૌહાણ સર, યોગેશ ભટનાગર સર અને ફાધર જોસ જેકબ સર પાસેથી પ્રેરણા મળી. મુંજાલ અને કો-ફાઉન્ડર રોમન સેનીની કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મને દર મહિને 16.5 કરોડ વ્યૂઝ મળે છે. છાત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર યુવાનોની સંખ્યા તેમાં સર્વાધિક છે.

'હું જ્યારે સ્કૂલમાં હતો ત્યારે સુમિત ચૌહાણ સરે મને પ્રોત્સાહન પૂરું પાડ્યું. મેં 2007માં પહેલીવાર કોલેજની વેબસાઈટ બનાવી હતી. સુમિત સરે ઘણી પ્રેરણાત્મક વાતો કરતા હતા, જેના કારણે અમે આજે અહીં સુધી પહોંચી શક્યા છીએ. મને લાગે છે કે જો કંઈક અલગ કરવું હોય તો એની પાછળ જરૂર પડી જજો અને એવા શિક્ષકોને હંમેશા શોધતા રહેજો જેઓ તમને માર્ગદર્શન આપતા રહે'.

હવે શિક્ષણ માત્ર ચાર દિવાલ સુધી સીમિત નથી રહ્યું, બલકે વિશ્વના કોઈ પણ ખૂણે ભણાવી રહેલા શિક્ષક પાસેથી વિશ્વમાં કોઈ પણ ખૂણે બેઠેલો વિદ્યાર્થી ભણી શકે છે. અમારી કંપનીમાં પણ સમગ્ર દેશમાં ફેલાયેલી અમારી 1400 લાઈવ ક્લાસમાં 500 શિક્ષકો ઓનલાઈન ભણાવે છે. વર્તમાનમાં લગભગ 55 હજાર વિદ્યાર્થી પેઈડ કન્ટેન્ટનો લાભ મેળવી રહ્યા છે. સાઈટ ઉપર વિભિન્ન વિષયો પરના 10 લાખ વીડિયો પણ છે.

વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે એક સંબંધ બની જાય છે. જ્યારે સ્ટૂડન્ટસ પ્રશ્નો કરે છે, મેલ કરે છે અને સતત કોમ્યુનિકેશન કરે છે ત્યારે એ સંબંધમાં એકમેક પ્રત્યે સન્માન અને ઘનિષ્ટતા વધે છે. અમારા ત્યાં રેન્ડમલી સ્ટૂડન્ટ્સ સાથે વાતચીત કરે છે. મને નથી લાગતું કે ઓનલાઈન ભણતરને કારણે ગુરુ-શિષ્યના સંબંધોમાં કોઈ જ ફેર પડે છે.

X
Not only in the classroom, but also on e-learning platforms like the non-academy, the Guru-disciple relationship is loving: Munjal
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી