સ્ટાર્ટઅપ / ભણીએ કે નોકરી કરીએ? માત્ર એક ક્લિક પર આ સમસ્યાનું સમાધાન MyMBACircle.com સ્ટાર્ટઅપ કરી રહ્યું છે

MyMBACircle.com startup started to solve problem of students

Divyabhaskar.com

Jun 10, 2019, 06:27 PM IST

અમેરિકાઃ દરેક વિદ્યાર્થીનું સપનું હોય કે ક્યાં તો કોલેજ પત્યા પછી આગળ ભણવા માટે તેને કોઈ ટોપ કોલેજમાં એડમિશન મળે અથવા તો કોઈ મોટી કંપનીમાં જોબ મળે. પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ એ વાત નક્કી નથી કરી શકતા કે તેમને હજી આગળ ભણવું જોઇએ કે પછી નોકરીમાં લાગી જવું જોઇએ. તેઓ જાણતા નથી કે તેમનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું. આવી પરિસ્થિતિમાં સાચા માર્ગદર્શનની જરૂર હોય છે. જે તમને આગળ શું કરવું એ સમજાવી શકે અને તમારી વાત સાંભળી સૌથી સારો નિર્ણય લેવામાં સહાયતા કરે.


આજના યુવાનોની આ સમસ્યા જોઇને અમેરિકાના શિકાગોમાં રહેતા નકુલ ગુપ્તાએ MyMBACircle.com સ્ટાર્ટઅપ શરૂ કર્યું. નકુલ આ વિશે વાત કરતાં જણાવે છે કે, 'અમારો ધ્યેય સૌથી મોટી અને સુલભ કારકિર્દી અને શૈક્ષણિક માર્ગદર્શન આપવા માટે પ્લેટફોર્મ બનાવવાનું છે, જે નોકરી અને ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓને સસ્તી મેન્ટરશિપ પ્રદાન કરી શકે.' આ પ્લેટફોર્મ પોતપોતાના ફીલ્ડના ટોચના માર્ગદર્શકોને એ અરજદારો સાથે જોડે છે જે ઉચ્ચ શિક્ષણ અને પોતાની કારકિર્દી વિશે વધુ માર્ગદર્શન મેળવવા ઈચ્છે છે, પરંતુ નેટવર્ક સારું ન હોવાના કારણે અને નાણાંના અભાવને કારણે યોગ્ય દિશા મેળવી નથી શકતા. અમારા મેન્ટર્સના લિસ્ટમાં વર્તમાન વિદ્યાર્થીઓ અને વિશ્વભરના ટોચના એમબીએના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ સામેલ છે.


વર્ષ 2018માં શિકાગો સ્થિત સ્થપાયેલું આ સ્ટાર્ટઅપ મહત્ત્વપૂર્ણ કન્ટેન્ટ ફ્રીમાં પ્રદાન કરે છે. તેમજ આ સિવાય સસ્તું અને તાત્કાલિક પર્સનલ કોચિંગ પણ આપે છે. MyMBACircle.com ભારત સહિત વિશ્વભરની મોટી યુનિવર્સિટીઓ અને કંપનીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ભારતમાં MyMBACircle.com લોકોને MBB (મેકકિન્સે એન્ડ કંપની, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને બેઇન એન્ડ કંપની)માં કન્સલ્ટિંગ જોબ અને ટેક જોબ અપાવવા સિવાય ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ વગેરે સંસ્થાઓમાં જવા માટે મદદ કરે છે. આ સ્ટાર્ટઅપનો દાવો છે કે તેની ટીમે અત્યાર સુધી લગભગ 300 ભારતીય ગ્રાહકોનું કાઉન્સેલિંગ કર્યું છે.


નકુલે બિઝનેસ સ્કૂલ જુઆન પાબ્લો ઈસ્ટર્ન અને કેટી ઓરોવેઝ સાથે પોતાના મિત્રો જોડે મળીને આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે પહેલાં બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ અને ડેલોઇટ વગેરે જેવી કન્સલ્ટિંગ ફર્મ્સમાં કામ કરી ચૂક્યાં હતાં અને ગૂગલ, વીમોક અને શિપબોબ વગેરે કંપનીમાં પ્રોડક્ટ મેનેજમેન્ટનું કામ સંભાળતા હતા. MyMBACircle.com શરૂ કર્યા પહેલાં નકુલે વિવિધ દેશોના કુલ 250 કેન્ડિડેટ્સને કોચિંગ આપ્યું છે, જેમાં ટોચની કંપનીઓ અને બી-સ્કૂલોમાં 15 લોકોને મોકલવામાં પણ સફળ રહ્યો છે. હાલ MyMBACircle.com સ્ટાર્ટઅપમાં 10 સભ્યોની ટીમ કામ કરે છે.


આ સ્ટાર્ટઅપ કેવી રીતે કામ કરે છે?
MyMBACircle.comના બે પ્રકારના કસ્ટમર્સ છે મેન્ટર્સ અને મેન્ટિઝ. આ પ્લેટફોર્મ એક ફ્રીમિયમ મોડલ પર ઓપરેટ થાય છે. કસ્ટમર્સ ફોન પર 15 મિનિટ સુધી મેન્ટર્સ સાથે વાત કરી શકે છે. આ પહેલાં સાઇન અપ દરમિયાન કસ્ટમર્સે રેઝ્યૂમ અને ઈ-મેઇલ આઈડી આપવાનું હોય છે. મેન્ટર્સ મદદ લેનારા વ્યક્તિની નોકરી મેળવવાની પ્રક્રિયાથી લઇને કોલેજમાં એડમિશન લેવાના દરેક સ્ટેપ માટે મદદ કરે છે. મદદ લેનારા દરેક કસ્ટમર્સને તેની મનપસંદ કંપનીઓ અને કોલેજોમાં જવા માટે મદદ કરવામાં આવે છે. મેન્ટર્સ કોઈ કાર્યક્રમની પસંદગી કરવામાં પણ પોતાના કસ્ટમર્સની મદદ કરી શકે છે અને તેને સમજાવી શકે છે કે વર્તમાન કાર્યક્રમ કેમ ઉપયોગી છે.


અડધો કલાકનાં કોચિંગ લેવા માટે વ્યક્તિગત માર્ગદર્શનની કિંમત 59 ડોલર રાખવામાં આવી છે, જેમાંથી મોટા ભાગની રકમ માર્ગદર્શકોને જાય છે. MyMBACircle.com GMAT ક્લબ, એપ્લિકન્ટ લેબ, કેસ ઇન્ટરવ્યૂ અને પ્રેપ્લાઉન્જ કંપનીઓ સાથે સ્પર્ધામાં છે. આ વિશે નકુલ કહે છે કે, 'અમે અમારા સ્પર્ધકો કરતા કંઇક અલગ રજૂ કરીએ છીએ, કારણ કે અમે આંતરરાષ્ટ્રીય અરજદારો માટે એક વિશેષ મેન્ટર્સના સમૂહના માધ્યમથી માર્ગદર્શન આપી શકાય તેની પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.'

X
MyMBACircle.com startup started to solve problem of students
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી