દિલ્હી / યુવકે રૂટિન જિંદગીમાં શિખામણ આપતી માતાનું ક્રિએટિવ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું, 6 દિવસમાં 10 હજાર ફોલોઅર્સ બન્યા

‘Mother with sign’ describes every desi mom and her never-ending advice
પ્રણવ સાપ્રા
પ્રણવ સાપ્રા
‘Mother with sign’ describes every desi mom and her never-ending advice
‘Mother with sign’ describes every desi mom and her never-ending advice

  • પ્રણવ સાપ્રા ઝોમેટોનો સિનિયર મેનેજર છે
  • પ્રણવ તેની માતાની શિખામણ પૂંઠાં પર લખીને માતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે
  • તેના ઇન્સ્ટાગ્રામ પર 95 હજાર ફોલોઅર્સ અને ટ્વિટર પર 26 હજાર ફોલોઅર્સ છે

Divyabhaskar.com

Jan 24, 2020, 01:30 PM IST

યૂથ ઝોન ડેસ્ક: ‘ભગવાન દરેક જગ્યાએ હોતો નથી,આ આથી તેણે માતાનું સર્જન કર્યું છે’-આ લાઈન સાંભળીને જ આપણે મોટા થયા છે. એક માતા માટે તેનું સંતાન ભલે ગમે તેટલા વર્ષનું હોય પણ તેનાં માટે તે હંમેશાં નાનું જ રહે છે. માતા તેના બાળકની ભલાઈ માટે તેને શિખામણ આપવાનું ક્યારેય છોડતી નથી. દિલ્હીના રહેવાસી પ્રણવ સાપ્રાએ માતાની શિખામણને લઈને તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી દીધું. આ અકાઉન્ટમાં પ્રણવની માતા સ્લોગન લખેલા પૂંઠાંને લઈને ઊભા છે. માત્ર 6 દિવસમાં માતાના અકાઉન્ટના 10 હજાર ફોલોઅર્સ થઈ ગયા છે. આ અકાઉન્ટનું નામ ‘મધર વિથ સાઈન’ છે.

‘લીલા શાકભાજી ખાવા જોઈએ’, ‘ઠંડીમાં પૂરતાં કપડાં પહેરવા જોઈએ’, ‘જો તમે ટાઈમ પર ઊંધી જશો તો, મમ્મી સવારે વહેલા નહીં ઉઠાડે’, ‘છેલ્લી વાર તમે ક્યારે હસ્યા હતા?’- આ બધી મમ્મીની સલાહ અંગ્રેજી ભાષામાં પૂંઠાં પર લખી છે. પ્રણવ ઝોમેટોનો સિનિયર મેનેજર છે. તે પોતે પણ ક્રિએટિવ રાઇટર છે. તે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વાક્ય ઘણું બધું કહી જાય તેવી લાઈન પોસ્ટ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રણવના 95 હજાર ફોલોઅર્સ અને ટ્વિટર પર 26 હજાર ફોલોઅર્સ છે.

chin1 or chintu, don't worry be happy 👍

A post shared by Pranav Sapra (@pranavsapra) on

સોશિયલ મીડિયા યુઝર્સને પ્રણવનો આઈડિયા ઘણો પસંદ આવ્યો છે. પ્રણવે જણાવ્યું કે, મારી માતા હંમેશાં મને સલાહ આપે છે, આથી આ સલાહને મેં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનું સ્વરૂપ આપી દીધું.

પ્રણવની માતાના અકાઉન્ટ પર એક નજર નાખીએ તો એક સમય માટે આપણને આપણી માતા સલાહ આપી રહી હોય તેવું જ લાગે છે.

X
‘Mother with sign’ describes every desi mom and her never-ending advice
પ્રણવ સાપ્રાપ્રણવ સાપ્રા
‘Mother with sign’ describes every desi mom and her never-ending advice
‘Mother with sign’ describes every desi mom and her never-ending advice
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી