ટેલેન્ટ / તમિલ નાડુનો 25 વર્ષીય કૈલાશ પેન્સિલની અણી પર કરન્ટ અફેર્સના ટોપિક કંડારે છે

Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil

  • 8 વર્ષમાં તેણે પેન્સિલ પર 235 આર્ટવર્ક તૈયાર કર્યા છે
  • કૈલાશ આ કોતરણી કરતી વખતે ક્યારેય બિલોરી કાચ વાપરતો નથી
  • તેણે આઈટી ફિલ્ડમાં એન્જિનિયરિંગ કર્યું છે

Divyabhaskar.com

Sep 14, 2019, 01:07 PM IST

યૂથ ઝોન ડેસ્ક: તમિલ નાડુના ચેન્નાઇ શહેરનો રહેવાસી કૈલાશ બાબુનું ટેલેન્ટ જોઈને સૌ કોઈને પ્રશ્ન થાય છે કે આ કેવી રીતે શક્ય છે! 25 વર્ષીય કૈલાશ પેન્સિલની અણીમાંથી મિનિએચર સ્કલ્પ્ચર બનાવે છે. કૈલાશે વર્ષ 2011માં બ્રાઝિલિયન આર્ટિસ્ટ ડેલ્ટન ઘેટ્ટીમાંથી પ્રેરણા લઈને આ રીતે આર્ટવર્ક કરવાનું શરુ કર્યું હતું.

એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ
કૈલાશને નાનપણથી જ પેન્સિલ પ્રત્યે ઘણો લગાવ છે. તેની પાસે હાલની તારીખમાં 1000 પેન્સિલનું કલેક્શન છે. તેણે આઈટી ફિલ્ડમાં એન્જિનિયરિંગનો અભ્યાસ તો પૂરો કરી દીધો પણ તેનો રસ માઈક્રો ફોટોગ્રાફીમાં હતો. કૈલાશે અત્યાર સુધી જેટલા પણ સ્કલ્પ્ચર બનાવ્યા છે , તેના માટે તેણે કોઈ ટ્રેનિંગ લીધી નથી. નાની વસ્તુઓને પણ તેને ઝીણવટપૂર્વક જોવાનું ચાલુ કર્યું અને ત્યારબાદ તે આબેહૂબ પ્રતિકૃતિ પેન્સિલની અણી પર બનાવે છે.

એક નાનકડી પેન્સિલની લીડ પર સામાજિક સમસ્યાને વાચા આપે છે
માત્ર દોઢ વર્ષની અંદર તેને આ કામમાં કુશળતા આવી ગઈ. કૈલાશે 0.7 mmનું સ્કલ્પ્ચર પણ બનાવ્યું છે. કૈલાશના કેસમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તેના સ્કલ્પ્ચરના ટોપિકની પસંદગીની છે. તે એવા ટોપિકને કંડારે છે કે હાલના સોશિયલ પ્રોબ્લમ છે. તેના નાનકડાં આર્ટવર્ક ઘણુંબધું કહી જાય છે. તેના આ પ્રોજેક્ટનું સૌથી પહેલું સ્કલ્પ્ચર 'પાણી બચાવો'ના ટોપિક પર હતું. આ ઉપરાંત તેણે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને વુમન સેફટી જેવા ટોપિકને પણ પેન્સિલની લીડ પર કંડાર્યા છે.

આઠ વર્ષમાં કૈલાશે 235 પેન્સિલની લીડની કોતરણી કરીને તેમાંથી સ્કલ્પ્ચર બનાવ્યા છે.

ક્યારેય બિલોરી કાચ વાપર્યો નથી
મિનિએચર આર્ટને તૈયાર કરવા માટે કૈલાશ રોજના 8-9 કલાક આ કામ પાછળ પસાર કરે છે. કૈલાશે કહ્યું કે, પેન્સિલની લીડમાંથી આર્ટ તૈયાર કરવા માટે શ્વાસ પર કન્ટ્રોલ કરવો અને સારી નજર હોવી ઘણી જરૂરી છે. આ આર્ટવર્ક તૈયાર કરવા માટે કૈલાશે ક્યારેય બિલોરી કાચ વાપર્યો નથી.

ભવિષ્યમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગે છે
કૈલાશનું અત્યાર સુધીનું સૌથી નાનું પેન્સિલ પર વર્ક 0.7 mmની ખુરશી છે. ભવિષ્યમાં કૈલાશ પોતાના આ ટેલેન્ટની મદદથી વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગે છે. છેલ્લા 2 વર્ષમાં તેણે 8થી 10 વર્કશોપ કરી છે અને તેણે તમિલ નાડુ, બેંગ્લોર અને હૈદરાબાદમાં એક્ઝિબિશનમાં પણ ભાગ લીધો છે. આવનારા વર્ષોમાં તે દેશની બીજી ઘણી સમસ્યા અને જાગૃકતાની બાબતોને પોતાના ટેલેન્ટની મદદથી પેન્સિલની અણી પર કંડારવા માગે છે.

X
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil
Kailash, a 25-year-old Tamil Nadu beats the subject of Current Affairs on the edge of a pencil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી