સેન્સેશન / લોકસભામાં ચોટદાર વક્તવ્ય થકી છવાઈ જનાર લદાખના યુવા સાંસદ ત્સેરિંગ નામગ્યાલને ઓળખી લો

Jamyang Tsering Namgyal, MP from Ladakh
Jamyang Tsering Namgyal, MP from Ladakh
X
Jamyang Tsering Namgyal, MP from Ladakh
Jamyang Tsering Namgyal, MP from Ladakh

Divyabhaskar.com

Aug 06, 2019, 09:15 PM IST

યુથ ઝોન ડેસ્ક: હાલ લોકસભા અને રાજ્યસભામાં આર્ટિકલ 370ને નાબૂદ કરવાના બિલની દેશની સૌથી મહત્ત્વપૂર્ણ ચર્ચા ચાલી રહી છે. તેમાં 6 ઓગસ્ટના રોજ લોકસભામાં લદાખના ભારતીય જનતા પાર્ટીના સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલે એક નિર્ભિક અને ટૂ ધ પોઇન્ટ સ્પીચ આપી. તેમની સ્પીચ બાદ તે ઇન્ટરનેટ પર ચારેકોર છવાઈ ગયા અને એટલું જ નહીં આ લખાઈ રહ્યું છે ત્યારે ટ્વિટર પર તે ટ્રેન્ડ પણ કરી રહ્યા છે. 34 વર્ષીય જામયાંગ ત્સેરિંગ લદાખને યુનિયન ટેરેટરી (કેન્દ્રશાસિત પ્રદેશ) બનાવવાની તરફેણમાં બોલ્યા હતા. દરેક મુદ્દા પર બંધારણની કલમ-370ના જમ્મુ કાશ્મીર અને લદાખના સપોર્ટર્સનો ઉલ્લેખ કરીને અત્યંત નિર્ભિકપણે કહ્યું કે, ‘જે લોકો કારગિલ, લદાખની વાત કરે છે તેમને ખબર પણ છે લદાખ વિશે કશું? હું છું લદાખનો, મને ગ્રાઉન્ડ રિયાલિટી ખબર છે, લોકોએ મને ચૂંટ્યો છે તમને નહીં.’ સવાલ એ છે કે ઇન્ટરનેટ પર અને લોકસભામાં છવાઈ જનાર આ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ કોણ છે? 

જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ

1. બેકગ્રાઉન્ડ

જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ જે JTN તરીકે જાણીતા છે તેમનો જન્મ 4 ઓગસ્ટના રોજ 1985માં થયો હતો. તેમનો જન્મ લેહના મઠો ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ સ્ટેનઝીન દોરજે અને માતાનું નામ ઇશેય પુટીત છે. તેમનાં પત્નીનું નામ સોનમ વાન્ગમો છે. તેમણે 12મું ધોરણ લેહની સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝમાં કર્યું હતું. ત્યારબાદ તેમણે જમ્મુ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યુ હતું.

2. પોલિટિકલ કરિયર

રાજકારણમાં ઝંપલાવ્યા પહેલાં તેઓ ઓલ લડાખ સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ હતા. તેમણે લડાખમાં યુનિવર્સિટી લાવવા માટે આંદોલનો પણ કર્યાં હતાં. બીજેપીમાં જોડાયા બાદ તેઓ લદાખના તત્કાલીન સાંસદ થુપસ્તાન ચેવાંગના પ્રાઇવેટ સેક્રેટરી પણ રહ્યા હતા. ત્યારબાદ 2015માં તેઓ ‘લદાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ (LAHDC)ની ચૂંટણીમાં ઊભા રહ્યા. આ LAHDC લદાખના લેહ ડિસ્ટ્રિક્ટને એડ્મિનિસ્ટ્રેટ કરે છે. આ કાઉન્સિલમાં 30 કાઉન્સિલર્સ હોય છે, જેમાં 26 સીધી રીતે ચૂંટાય છે અને 4 નોમિનેટેડ મેમ્બર્સ હોય છે. તેની એક્સિક્યુટિવ કમિટીમાં ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર (CEC) અને ચાર એક્સિક્યુટિવ કાઉન્સિલર્સ હોય છે.

2015માં તેમણે માર્ટસેલાંગ વિસ્તારથી LAHDCની ચૂંટણી લડી હતી, જેમાં તેઓ રેકોર્ડ માર્જિન સાથે જીત્યા હતા. કાઉન્સિલર બન્યા બાદ 2018માં તેઓ LAHDCના બિનહરીફ ચીફ એક્સિક્યુટિવ કાઉન્સિલર બન્યા હતા.

2019માં લોકસભાની ચૂંટણી માટે બીજેપીએ તેમનું નામ આગળ કર્યું હતું. મતગણતરી બાદ તેઓ વિજયી થયા અને લદાખ મતદારક્ષેત્રના 17મા સાંસદ બન્યા. તેઓ લોકસભામાં લદાખનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ લોકસભામાં જમ્મુ કશ્મીરનું પ્રતિનિધિત્વ કરતા બીજેપીના 3 સંસદ સભ્યોમાંના એક છે.

5. ઉંમર નાની પણ કામ પ્રત્યે કમિટેડ

અગાઉ જ્યારે તેઓ LAHDCના CEC બન્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, તેની પ્રાયોરિટી વ્યવસ્થિત રીતે સરકાર ચલાવવાની હશે અને તે જિલ્લાના વિકાસ માટે કાર્યરત રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ‘હું ઉંમર, શિક્ષણ અને રાજકારણના અનુભવની બાબતમાં ઘણો નાનો છું, છતાં હું લોકોની સેવા માટે કટિબદ્ધ છું. હું લોકોને કોઈપણ ભેદભાવ વગર સાથે રાખીને આગળ વધીશ.’ તેમણે લોકોને સપોર્ટ કરવા આગ્રહ કર્યો હતો, જેથી તે તેમની આશા પર ખરા ઊતરે અને લેહ જિલ્લાને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડે.

6. પ્રધાનમંત્રી સહિત મોટા રાજકારણીઓ તેની સ્પીચના ફેન

જામયાંગની મંગળવારની લોકસભા સ્પીચ બાદ તેઓ ફક્ત ત્યાં હાજર રાજકારણીઓની જ નહીં પરંતુ દેશના લોકોની પણ નજરમાં આવા ગયો છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત મોટા રાજકારણીઓ તેમની આજની સ્પીચનાં વખાણ સોશિયલ મીડિયા પર કરી રહ્યા છે. પીએમ મોદીએ તેમની સ્પીચનો વીડિયો શેર કરતાં લખ્યું કે, ‘મારો યુવા મિત્ર, જામયાંગ સેરિંગ નામગ્યાલ જે લદાખનો એમપી છે, તેણે આજે લોકસભામાં J&Kના મહત્ત્વના બિલની ચર્ચા દરમ્યાન આઉટસ્ટેન્ડિંગ સ્પીચ આપી છે. તેણે ચોટદાર રીતે લદાખના ભાઈઓ અને બહેનોની લાગણીને રજૂ કરી છે. આ સ્પીચ સાંભળવી જ જોઈએ.’

 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી