તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Indian origin Chef Kiran Verma Will Serve Namo Thali To Indian Prime Minister PM MODI With Gujarati Dishes After Howdy Modi Event

ભારતીય મૂળની શેફ કિરણ વર્મા ‘હાઉડી મોદી’ કાર્યક્રમ બાદ PM મોદીને ગુજરાતી વાનગીઓ સાથેની ‘નમો થાળી' પીરસશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
PM મોદી માટેની સ્પેશ્યલ થાળી જે કિરણે ફેસબુક પેજ પર શેર કરી હતી - Divya Bhaskar
PM મોદી માટેની સ્પેશ્યલ થાળી જે કિરણે ફેસબુક પેજ પર શેર કરી હતી
 • કિરણ PM મોદીને ‘નમો થાળી' અને ‘મીઠાઈ થાળી’ પીરસશે
 • ‘નમો થાળી’માં કિરણનાં રેસ્ટોરાંથી મેથીના થેપલાં, સમોસા સાથે ફુદીનાની ચટણી, દાળ ખીચડી, ખાંડવી અને કચોરીની સાથે આમલીની ચટણી પીરસવામાં આવશે
 • ‘મીઠાઈ થાળી'માં ગાજરનો હલવો, રસમલાઈ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને ખીર પીરસવામાં આવશે
 • કિરણ અમેરિકાનાં હ્યુસ્ટનમાં 2.5 વર્ષથી ‘Kiran's' રેસ્ટોરાં ચલાવે છે
 • તે મૂળ ઓરિસ્સાની છે. આશરે 25 વર્ષ પહેલાં તેણે કુકિંગ સ્ટાર્ટ કર્યું હતું
 • વડાપ્રધાનને બન્ને થાળી પીરસ્યા બાદ કિરણ પોતાના રેસ્ટોરાંમાં આ બન્ને થાળીને મેન્યુમાં એડ કરશે
 • કિરણને અત્યાર સુધીમાં 300 એવોર્ડ પણ મળી ચૂક્યા છે

યૂથ ઝોન ડેસ્કઃ વડાપ્રધાન મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. રવિવારે ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે PM મોદી અમેરિકાના રાષ્ટ્રપતિની હાજરીમાં NRG સ્ટેડિયમમાં સંબોધન કરશે. આ સંબોધન બાદ વડાપ્રધાનને ખાસ ગુજરાતી વ્યજંનો સાથેની થાળી પીરસવામાં આવશે. ભારતીય મૂળની કિરણ વર્માએ આ ખાસ ડિશ તૈયાર કરી છે અને તે અત્યારે ચર્ચામાં છે.  કિરણની ગણતરી ‘ગોડ મધર ઓફ ઇન્ડિયન ફાઈન ડાઇનિંગ' તરીકે કરવામાં આવે છે. કિરણનાં રેસ્ટોરાં ‘Kiran's' માંથી વડાપ્રધાનનું ભોજન તૈયાર કરવામાં આવશે.

અવલોકન કરીને થાળી તૈયાર કરી
કિરણ મૂળ ઓરિસ્સાની છે. આશરે 25 વર્ષ પહેલાં તેણે કુકિંગ સ્ટાર્ટ કર્યું હતું. તેની આ આવડતને જાળવી રાખતા 2.5 વર્ષથી અમેરિકાનાં હ્યુસ્ટનમાં ઇન્ડિયન રેસ્ટોરાં ચલાવે છે. તેણે વડાપ્રધાન મોદી માટે ખાસ ‘નમો થાળી' તૈયાર કરવા માટે જાતે રિસર્ચ કર્યું હતું. વડપ્રધાનના જન્મદિવસે તેમની માતા સાથેના ભોજનમાં હીરાબાએ કઈ કઈ વાનગીઓ પીરસી હતી તેનું અવલોકન કર્યું હતું. કિરણ PM મોદીને ‘નમો થાળી' અને ‘મીઠાઈ થાળી’ પીરસશે. કિરણે તેના ફેસબુક અકાઉન્ટમાં આ બંને થાળી સાથેનો ફોટો શેર કર્યો છે.

નમો અને મીઠાઈ થાળી
‘નમો થાળી’માં કિરણનાં રેસ્ટોરાંમાંથી મેથીના થેપલાં, સમોસા સાથે ફુદીનાની ચટણી, દાળ ખીચડી, ખાંડવી અને કચોરીની સાથે આમલીની ચટણી પીરસવામાં આવશે. આ સાથે જ ‘મીઠાઈ થાળી'માં ગાજરનો હલવો, રસમલાઈ, શ્રીખંડ, ગુલાબ જાંબુ અને ખીર પીરસવામાં આવશે. વડાપ્રધાનને બન્ને થાળી પીરસ્યા બાદ કિરણ પોતાના રેસ્ટોરાંમાં આ બન્ને થાળીને પોતાના મેન્યુમાં એડ કરશે.
‘હાઉડી મોદી’ કાર્યક્રમ દરમિયાન ફોર સ્ટ્રોક હોટેલ સાથેના કોલાબ્રેશનમાં કિરણને વડાપ્રધાન મોદીની થાળી તૈયારી કરવાની તક મળી છે.કિરણ પોતાના કુસિન રેસ્ટોરાંને સંસ્કૃતિ, જીવનદૃષ્ટિ અને કુકિંગ ટેક્નિકનું સંયોજન માને છે. કિરણના રેસ્ટોરાંમાં ભારતીય આતિથ્યસત્કાર સાથે જમવાનું પીરસવામાં આવે છે. કિરણને અત્યાર સુધીમાં 300 એવોર્ડ પણ મળી ચૂક્યા છે. 

અવોર્ડ ​​
કિરણ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાની પત્નીના ‘મૂવ ટૂ સ્કૂલ' કૅમ્પેનમાં પણ ભાગ લઇ ચૂકી છે. કિરણે મેળવેલા અવોર્ડની યાદીમાં ‘બેસ્ટ ન્યૂ રેસ્ટોરાં’- Zagat 2006, ‘અવોર્ડ ઓફ એક્સલન્સ’- વાઈન સ્પેકટર 2006-2017 સામેલ છે. કિરણ ‘માય ટેબલ મેગઝીન’માં વર્ષ 2010અને 213માં ‘શેફ ઓફ ધ યિઅર’ માટે નોમિનેટ થઈ ચૂકી છે.

સામાજિક કાર્યો
કિરણ અક્ષય પાત્ર, AVDA (એઇડ ટૂ વિકટીમ્સ ઓફ ડોમેસ્ટિક અબ્યુઝ), હ્યુસ્ટન એરિયા પાર્કિન્સન સોસાયટી સહીત અનેક સામાજિક સંસ્થાઓને સપોર્ટ કરે છે.

અન્ય સમાચારો પણ છે...