સંશોધન / આઈઆઈટીના વિદ્યાર્થીઓએ 500 રૂપિયામાં દાઝ્યાના નિશાન નાબૂદ કરી શકે તેવી પટ્ટી બનાવી

IIT Delhi students made a banded which removes burn injury marks

  • આઈઆઈટી દિલ્હીના વિધાર્થી આરાધના, કીર્તિકા અને ગોપેન્દ્રએ પ્રોફેસર્સ સાથે મળીને પટ્ટી તૈયાર કરી 
  • એમ્સ સાથે મળીને પટ્ટીનું સફળ પરીક્ષણ, સેકન્ડ ડિગ્રી બર્ન ઇન્જરી માટે ઉપયોગ થશે 
  • અમેરિકા જેવા દેશોમાં આવી પટ્ટીની કિંમત 50 હજાર રૂપિયાથી વધુ 

Divyabhaskar.com

Aug 05, 2019, 02:34 PM IST

યુથ ઝોન ડેસ્ક: આઈઆઈટી દિલ્હીના ત્રણ વિધાર્થીઓએ એક એવી પટ્ટી બનાવી છે જે બર્ન ઇન્જરીના નિશાનને નાબૂદ કરી દેશે. આ પટ્ટીનો ઉપયોગ સેકન્ડ ડિગ્રી બર્ન ઇન્જરી માટે કરવામાં આવશે. જો ઘા ઊંડો પડ્યો હોય અથવા ત્વચાના બીજા સ્તરે પહોંચી ગયો હોય તો તેની સારવાર માટે આ પટ્ટી ઉપયોગી છે.

આ પટ્ટીને આરાધના, કીર્તિકા અને ગોપેન્દ્રએ પ્રોફેસર્સ સાથે મળીને તૈયાર કરી છે. વિધાર્થીઓ અને પ્રોફેસર્સનો દાવો છે કે, આ પટ્ટીથી અડધા સમયમાં દાઝેલાનો ઘા ભરાઈ જાય છે. ખાસ વાત એ છે કે, આનાથી બર્ન ઇન્જરીનું કોઈ નિશાન પણ રહેતું નથી. આ પટ્ટીનું સફળ પરીક્ષણ એમ્સ સાથે મળીને પહેલાં જ થઇ ગયું છે.

અમેરિકામાં 50 હજાર રૂપિયા કિંમત ને ભારતમાં 500 રૂપિયા
રિપોર્ટ મુજબ, આ પ્રકારની પટ્ટી અમેરિકા જેવા દેશોમાં ઘણા સમયથી અવેલેબલ છે. ત્યાં તેની કિંમત અંદાજે 50 હજાર રૂપિયા સુધી છે, જ્યારે ભારતમાં આ પટ્ટીને 500થી 1000 રૂપિયા વચ્ચે ખરીદી શકાશે.

દર વર્ષે 60થી 70 લાખ લોકો બર્ન ઇન્જરીના શિકાર
મેડિકલ જર્નલના આંકડા મુજબ, દેશમાં દર વર્ષે લગભગ 60થી 70 લાખ લોકોને બર્ન ઇન્જરી થાય છે. લોકો દાઝ્યાના નિશાન નાબૂદ કરવામાં આખી જિંદગી પ્રયત્ન કરતા રહે છે, પરંતુ નિશાન જતા નથી. આ પટ્ટી હવે લોકોને નિશાન નાબૂદ કરવામાં મદદ કરશે.

X
IIT Delhi students made a banded which removes burn injury marks

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી